Election Results, Govt Formation 2024 : આવતીકાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 1:23 PM

Narendra Modi PM 3.0 Oath Ceremony : રવિવારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ગઈકાલે એટલે કે શુક્રવારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિએ મોદીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે છે.

Election Results, Govt Formation 2024 : આવતીકાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ

રવિવારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ગઈકાલે એટલે કે શુક્રવારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિએ મોદીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે છે. મોદીની સાથે અન્ય કેટલાક સભ્યોને પણ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકે યોજાશે. મોદીના શપથ ગ્રહણમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jun 2024 01:06 PM (IST)

    9 જૂન ભારતના ઈતિહાસ માટે નવો દિવસ હશે – મોહન યાદવ

    દિલ્હી: મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું છે કે આવતીકાલે, 9 જૂન, ભારતના ઇતિહાસમાં એક નવો દિવસ હશે જ્યારે વડા પ્રધાન તરીકે નિયુક્ત મોદી ભારતને વધુ આગળ લઈ જવા માટે ત્રીજી વખત શપથ લેશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

  • 08 Jun 2024 12:56 PM (IST)

    Election Results, Govt Formation 2024 : જનતાએ ભાજપની વિભાજનકારી રાજનીતિને નકારી કાઢી, ખડગેએ CWCમાં કહ્યું

    કોંગ્રેસ CWCની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જનતાએ ભાજપની વિભાજન નીતિને નકારી કાઢી છે. રાહુલે બંધારણને જનતાનો મુદ્દો બનાવ્યો. રાહુલ ગાંધી ન્યાય યાત્રા દ્વારા લોકો સાથે જોડાયેલા છે. રાહુલની યાત્રા જ્યાં પણ પસાર થઈ ત્યાં બેઠકો વધી. પ્રિયંકાએ અમેઠી અને રાયબરેલીમાં જોરશોરથી પ્રચાર કર્યો. ખડગેએ કહ્યું કે ભારત એક થઈને કામ કરશે. અમે લોકોના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારીએ છીએ.

  • 08 Jun 2024 09:37 AM (IST)

    Election Results, Govt Formation 2024 : લખનૌઃ એસપી ઓફિસની બહાર ‘સૌના શ્રી અખિલેશ, અયોધ્યા કે અવધેશ’ના પોસ્ટર લગાવવામાં આવ્યા

    સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના તમામ સાંસદો અને ઉમેદવારો હાજર રહેશે. પાર્ટી કાર્યાલયની બહાર અખિલેશ યાદવનો ફોટો અને ‘દરેકનો શ્રી અખિલેશ, અયોધ્યાનો અવધેશ’ના નારા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

  • 08 Jun 2024 09:03 AM (IST)

    Election Results, Govt Formation 2024 : સીએમ યોગીએ સવારે 11 વાગે તમામ મંત્રીઓની બેઠક બોલાવી હતી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સવારે 11 વાગ્યે તમામ મંત્રીઓની બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રીએ આ મોટી બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં યુપીમાં ચૂંટણીના ખરાબ પ્રદર્શન અંગે ચર્ચા થશે. આ સિવાય યુપીમાં સરકારના કામકાજ અંગે પણ ચર્ચા થશે.

  • 08 Jun 2024 08:23 AM (IST)

    Election Results, Govt Formation 2024 : સમાજવાદી પાર્ટીએ સાંસદોની બેઠક બોલાવી

    સમાજવાદી પાર્ટીએ આજે ​​તમામ સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ 37 સાંસદો હાજરી આપશે. આ બેઠક લખનૌમાં સવારે 10.30 વાગ્યે યોજાશે. અખિલેશ યાદવ બેઠકની અધ્યક્ષતા કરશે.

  • 08 Jun 2024 08:22 AM (IST)

    Election Results, Govt Formation 2024 : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 07 Jun 2024 11:40 PM (IST)

    નરેન્દ્ર મોદીના શપથમાં આ વિદેશી નેતાઓને આપવામાં આવ્યું આમંત્રણ

    ભારતે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને પણ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણમાં હાજરી આપશે. દહલ રવિવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.

  • 07 Jun 2024 06:42 PM (IST)

    Election Results, Govt Formation 2024 : આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક ભાગીદારીનું વાતાવરણ બનશેઃ મોદી

    વિશ્વમાં સૌથી ઝડપી ઉભરતા અર્થતંત્રના રૂપમાં ભારત ઉભર્યું છે. દુનિયાની નજરમાં ભારત મહત્વનું સ્થાન છે, એક સ્થિર સરકારના રૂપમાં વૈશ્વિક ભાગીદારીનું વાતાવરણ આગામી પાંચ વર્ષમાં બનશે.

  • 07 Jun 2024 06:40 PM (IST)

    Election Results, Govt Formation 2024 : વિશ્વબંધુના રુપમા ઉભરેલા ભારતને હવેના પાંચ વર્ષમાં લાભ મળશે

    2014માં હુ નવો હતો. પણ 10 વર્ષમાં અનુભવ મળ્યો છે. તુરત જ કામને આગળ ધપાવવામાં સરળતા રહેશે. જેનો લાભ દેશસેવામાં આવશે. 10 વર્ષમાં ભારતની વૈશ્વિક છબી જે બની છે તે વિશ્વબંધુના રૂપમાં ઉભર્યું છે તેનો મહત્તમ લાભ હવે મળી રહ્યો છે. વૈશ્વિક પરિપેક્ષ્યમાં પણ મહત્વનો સમયગાળો રહેવાનો છે.

  • 07 Jun 2024 06:38 PM (IST)

    Election Results, Govt Formation 2024 : 9 જૂને સાંજે શપથવિધિ યોજાશે

    દેશવાસીઓને વિશ્વાસ આપુ છે કે જે રીતે પાછલા 10 વર્ષમાં દેશમાં જે કામ થયુ છે તે 18મી લોકસભામાં પણ ચાલશે. પાંચ વર્ષના કાર્યકાળમાં એ જ ગતીએ એજ સમર્પણ ભાવે દેશની આશા આંકાક્ષા પૂર્ણ કરવામાં કોઈ કમી નહી રખાય. આજે સવારે એનડીએની બેઠક થઈ હતી. જેમાં બધાએ મને આ દાયીત્વ માટે પસંદ કરાયો છે. રાષ્ટ્રપતિએ મને બોલાવ્યો હતો અને શપથવિધિ અને મંત્રીમંડળના ગઠન માટે સુચિત કર્યા છે. 9 તારીખે સાંજે શપથવિધિ કરવા માટે અનુકુળતા રહેશે. ત્યા સુધી મંત્રીમંડળની યાદી સુપરત કરાશે.

  • 07 Jun 2024 06:35 PM (IST)

    Election Results, Govt Formation 2024 : નવી ઊર્જા, યુવા ઉર્જા અને કશુંક કરી છુટવા માટેની 18મી લોકસભા છે

    રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 18મી લોકસભાનું ગઠન એક પ્રકારે નવી ઊર્જા, યુવા ઉર્જા અને કશુંક કરી છુટવા માટેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછીની પહેલી ચૂંટણી છે. દેશ જ્યારે આઝાદીની શતાબ્દિ મનાવતુ હશે ત્યારે એક મહત્વપૂર્ણ પડાવ એટલે 18મી લોકસભા છે.

  • 07 Jun 2024 03:07 PM (IST)

    Election Results, Govt Formation 2024 LIVE : રાષ્ટ્રપતિ સમક્ષ મોદીના નેતૃત્વમાં NDA નેતાઓએ સરકાર રચવાનો કર્યો દાવો

    એનડીએના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળીને, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર રચવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ સમક્ષ દાવો કર્યા પૂર્વે, નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા. આગામી 9 જૂને સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મંત્રીમંડળના સભ્યોની ત્રીજીવાર શપથવિધિ યોજાશે.

  • 07 Jun 2024 02:14 PM (IST)

    NDA Parliamentary Party meeting: ‘બ્રેકિંગ ન્યૂઝથી આ દેશ નહીં ચાલે’, મોદીએ NDA સાંસદોને એલર્ટ કર્યા

    નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ‘બ્રેકિંગ ન્યૂઝથી આ દેશ નહીં ચાલે’. જનતા ઇચ્છે છે કે આપણે જુનો રેકોર્ડ તોડીએ. મોદીએ NDA સાંસદોને આ વાત કહીને એલર્ટ કર્યા.

  • 07 Jun 2024 02:06 PM (IST)

    NDA Parliamentary Party meeting: દેશ માત્ર NDA-મોદી પર ભરોસો કરે છે- મોદી

    નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશને માત્ર એનડીએમાં વિશ્વાસ છે. વિપક્ષે ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવ્યા. લોકોને ગેરમાર્ગે દોર્યા. વિપક્ષે ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું. તેણે અટકાવવાનો પ્રયાસ કર્યો.

  • 07 Jun 2024 02:04 PM (IST)

    NDA Parliamentary Party meeting: 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર હતું, હવે કામ ઝડપથી થશે- મોદી

    નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે જ્યારે દેશને એનડીએમાં આટલો અતૂટ વિશ્વાસ અને વિશ્વાસ છે ત્યારે દેશની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે અને હું તેને સારું માનું છું. મેં અગાઉ પણ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે અને આ મારી પ્રતિબદ્ધતા છે. દેશની આકાંક્ષાઓને વધુ ઝડપથી, આત્મવિશ્વાસપૂર્વક અને વ્યાપકપણે પૂર્ણ કરવામાં આપણે એક પણ વિલંબ ન કરવો જોઈએ.

  • 07 Jun 2024 01:46 PM (IST)

    NDA Parliamentary Party meeting: ઈન્ડિ એલાયન્સના લોકો અંદરો અંદર લડી રહ્યાં છે

    વન પોઈન્ટ એજન્ડાને લઈને દેશની જનતાએ તેમને વિપક્ષમાં બેસાડી દીધા છે. એનડીએ વિકસીત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યું છે. નવો અવસર લઈને દેશને આગળ વધારવા ચાલ્યો હતો. પરંતુ સામે વાળા દેશને ગુમ કરવા માટે ચાલી રહ્યાં છે. એલાયન્સ જાહેર કર્યો પરંતુ કેટલાક રાજ્યોમાં અંદરોઅંદર લડી રહ્યાં છે.

  • 07 Jun 2024 01:43 PM (IST)

    NDA Parliamentary Party meeting: એનડીએ એટલે ન્યુ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા – દેશની આંકાક્ષાએ પૂર્ણ કરવામાં ક્ષણનો પણ વિલંબ નહી

    2024નો જનાદેશ એક વાતને વારંવાર સંદેશ આપે છે કે, દેશને આજે માત્રને માત્ર એનડીએ પર જ ભરોષો છે. અતુટ ભરોષો હોય ત્યારે દેશની અપેક્ષા વધે. આ આને અમારુ કર્તવ્ય માનીશ. 10 વર્ષનુ શાસન ટ્રેલર છે. મારુ કમિટમેન્ટ છે. તેજી ગતિએ દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં રતીભાર પણ વિલંબ નથી કરવો.  એનડીએ એટલે ન્યુ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા, અમારી પાસે આના માટે રોડમેપ છે.

  • 07 Jun 2024 01:39 PM (IST)

    NDA Parliamentary Party meeting: કાલે પણ એનડીએ હતી, આજે પણ એનડીએ છે, કાલે પણ એનડીએ રહેશે

    દશ વર્ષ બાદ પણ કોંગ્રેસ 100ના આંકડાને નથી સ્પર્શી શકી. 14થી 24 સુધીના ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ જેટલી બેઠકો મળી છે તેના કરતા પણ વધુ બેઠકો અમને મળી છે. હવે તેજ ગતિએ ગર્તામાં ધકેલાશે. ઈન્ડિ એલાયન્સ વાળા પાસે સામાન્ય નાગરિકોની સમજ ધરાવતા નથી. ભારતના નાગરિકોની એક સામાન્ય સમજ છે.

  • 07 Jun 2024 01:35 PM (IST)

    NDA Parliamentary Party meeting: 2024નો વિજય એ NDAનો મહાવિજય છે

    2024ના પરિણામો સાબિત કરે છે કે, એનડીએનો મહાવિજય છે. તમે જોયુ કે બે દિવસ કેવુ ચાલ્યું, આપણે ગયા. કાલ્પનીક વાતો કરાઈ. પરંતુ કોશીષ એવી કરાઈ કે આ પરિણામોને સ્વિકારવા નહી,  પરંતુ દેશ જાણે છે કે ના અમે હાર્યા છીએ ના અમે હારીશુ. 4 તારીખ બાદનો અમારો વ્યવહાર એવો છે કે અમે વિજયને પચાવી જાણીએ છીએ. અમારા સંસ્કાર એવા છે કે ઉન્માદ પેદા નથી થતો, પરાજીત લોકો પ્રત્યે ઉપહાંસ નથી કરતા. આ અમારા સંસ્કાર છે.

  • 07 Jun 2024 01:33 PM (IST)

    NDA Parliamentary Party meeting: ઈન્ડિયા એલાયન્સ પ્રગતિ વિરોધી છેઃ મોદી

    મધર ઓફ ડેમોક્રસી હોવાનો હુ દુનિ્યાભરમાં ઢોલ પીટી રહ્યો છુ અને આ લોકો વિશ્વમાં જઈને અમારે ત્યા ડેમોક્રસી જેવુ કાઈ છે નહી તેમ કહે છે. તેમ જણાવતા મોદીએ કહ્યું કે, 1 જૂન અને 4 જૂન વચ્ચેનો સમય જૂઓ દેશને હિંસામાં ઘકેલવાનો કારસો રચાયો હોય તેવા નિવેદનો આવતા હતા. પરિણામ પહેલા આગ લગાવવાની વાત કરાઈ હોય તેવા નિવેદનો કરાતા.

  • 07 Jun 2024 01:29 PM (IST)

    NDA Parliamentary Party meeting: વિપક્ષ પર મોદીનો કટાક્ષ-ઈવીએમ જીવતુ છે કે મરી ગયું

    વિપક્ષનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, ઈવીએમ જીવતુ છે કે મરી ગયું. કારણ કે એ લોકો તૈયાર થઈને બેઠા હતા કે ભારતના લોકતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય તેવી તૈયારી કરીને બેઠા હતા. 4 જૂને ઈવીએમની અસ્થિયાત્રા કાઢવાની તૈયારી કરનારાઓના મ્હો પર તાળા લાગી ગયા છે. 2029માં જ્યારે અમે જઈશુ ત્યારે ઈવીએમ ઉપર વાત કરશે.

  • 07 Jun 2024 01:27 PM (IST)

    NDA Parliamentary Party meeting: પવન કલ્યાણ માટે મોદીએ કહ્યું- પવન નહીં આંધી છે

    આંઘ્રપ્રદેશમાં એનડીએને મળેલ ભવ્યજીતનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, આંઘ્રમાં પવન કલ્યાણ એ પવન નહીં આંધી છે. ઓરિસ્સામાં ભગવાન જગન્નાથ એ ગરીબોના ભગવાન છે. આગામી 25 વર્ષમાં ઓરિસ્સા દેશના ગ્રોથ એન્જિન પૈકીનું એક હશે.

  • 07 Jun 2024 01:24 PM (IST)

    NDA Parliamentary Party meeting: દક્ષિણમાં એનડીએનો જનાધાર વધ્યો, આવતીકાલે ત્યાં પણ ઝંડો લહેરાશે

    દક્ષિણ ભારતમાં એનડીએ મજબૂત થયું છે. લોકોનો ભ્રમ તુટ્યો છે. કર્ણાટક-તેલંગાણા બન્ને જગ્યાએ એનડીએને જીત અપાવી છે. તમિલનાડુમાં ઝંડાને ઊંચો રાખવા પ્રયાસ કરતા હતા. ભલે બેઠક ના જીતી શક્યા પણ વોટશેર વધ્યો છે ત્યા આવતીકાલ લખાઈ છે. કેરળમાં સેંકડો કાર્યકર્તાના બલિદાન એળે નથી ગયું.

  • 07 Jun 2024 01:21 PM (IST)

    NDA Parliamentary Party meeting : જ્યાં કમ ત્યાં હમઃ મોદી

    અમારા માટે સદનના સૌ સભ્ય બરાબર છે. રાજ્યસભા હોય કે લોકસભા મારા માટે બધા બરાબરના છે. 2024માં જે ત્રણ ભાવનાથી કામ કર્યું છે. ગ્રાસ રૂટથી કામ કર્યું છે, તે જોતા ઓર્ગેનિક એલાયન્સનું સામર્થ્ય આપ્યું છે. એકબીજાનો સહયોગ કર્યો છે. જ્યાં કમ ત્યાં હમ. આ તમામ કાર્યકર્તાઓ કરી બતાવ્યું છે. ભારતના દરેક ક્ષેત્રમાં, દરેક નાગરિકનો એક્સપ્રેશને છે. હવા પણ પસાર ના થઈ શકે એટલો જોડાવ હોવો જોઈએ.

  • 07 Jun 2024 01:18 PM (IST)

    NDA Parliamentary Party meeting : વિકાસનો નવો અધ્યાય લખાશે, વિકસિત ભારતના સ્વપ્નાને સાકાર કરાશેઃ મોદી

    આગલા દશ વર્ષમાં ગુડ ગવર્નન્સ, વિકાસ, લોકતંત્રની સમૃદ્ધિ માટે સામાન્ય માનવીના જીવનમાં મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગના જીવનમાં સરકારની દખલ ઓછી હોય એટલુ લોકતંત્ર મજબૂત હોય. આજના ટેકનોલોજીના યુગમાં વિકાસનો નવો અધ્યાય લખાશે. વિકસિત ભારતના સ્વપ્નાને સાકાર કરાશે

  • 07 Jun 2024 01:16 PM (IST)

    NDA Parliamentary Party meeting : જનતા જનાર્દને સરકાર શુ હોય, કેમ હોય, કોના માટે હોય, કેવી રીતે કામ કરે તેનો પહેલીવાર અનુભવ કર્યો છેઃ મોદી 

    એનડીએ કહેતા જ ગુડ ગવર્નન્સનો પર્યાય બની જાય છે. અમારા સૌની અંદર ગરીબના કલ્યાણનો મંત્ર કેન્દ્રસ્થ રહ્યો છે. દેશને એનડીએના ગરીબ કલ્યાણ, ગુડ ગવર્ન્સને દેશમાં જોયો છે, જાણ્યો છે. જનતા જનાર્દનને સરકાર શુ હોય, કેમ હોય, કોના માટે હોય, કેવી રીતે કામ કરે તેનો પહેલીવાર અનુભવ કર્યો છે.

  • 07 Jun 2024 01:13 PM (IST)

    NDA Parliamentary Party meeting : એનડીએ એ સત્તા ચલાવવા માટે કેટલાક પક્ષનો સમૂહ નથી, નેશન ફર્સ્ટને વરેલો સમૂહ છે: મોદી

    આજે ગર્વની સાથે કહુ છુ કે, એક સમય એ હતો સંગઠનના કાર્યકર્તા તરીકે આ એલાયન્સનો હિસ્સો હતો. વ્યવસ્થા સાથે જોડાઈ રહ્યો હતો. આજે સદનમાં બેસીને કાર્ય કરી રહ્યો છે. પાંચ વર્ષની ટર્મ હોય છે. આ એલાયન્સે 30 વર્ષમાં ચોથા ટર્મમાં પ્રવેશ કર્યો છે. રાજનીતિ તજજ્ઞો મુક્તમને વિચારશે તો જાણશે કે એનડીએ એ સત્તા ચલાવવા માટે કેટલાક પક્ષનો સમૂહ નથી. નેશન ફર્સ્ટ માટે કમિટેડનો સમૂહ છે.

  • 07 Jun 2024 01:09 PM (IST)

    NDA Parliamentary Party meeting : દેશ ચલાવવા માટે સર્વમત જરૂરીઃ મોદી

    પ્રિ પોલ એલાયન્સ એટલુ સફળ ક્યારેય નથી થયુ જેટલુ એનડીએ થયું છે. ગઠબંધનનો વિજય બહુમતી હાંસલ કર્યા છે. હુ અનેકવાર કહી ચૂકયો છે. શબ્દો અલગ હશે પણ ભાવ એક છે. દેશ ચલાવવા માટે સર્વમત જરૂરી છે. આ સરકાર ચલાવવા માટે જે જવાબદારી સોપી છે તેમાં દેશને સર્વમતે આગળ લઈ જવાશે.

  • 07 Jun 2024 01:07 PM (IST)

    NDA Parliamentary Party meeting : આદીવાસીઓની બહુમતી ધરાવતા 10 પૈકી 7 રાજ્યોમાં એનડીએ સત્તાસ્થાને- મોદી

    કાર્યકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં એનડીએના સાંસદોને સંબોધતા કહ્યું કે, આદીવાસીઓની બહુમતી ધરાવતા 10 પૈકી 7 રાજ્યોમાં એનડીએ સત્તાસ્થાને છે.

  • 07 Jun 2024 01:05 PM (IST)

    NDA Parliamentary Party meeting : 22 રાજ્યોના લોકોએ એનડીએને સેવા કરવાનો મોકો આપ્યો છેઃ મોદી

    નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014માં મે વિશ્વાસ ઉપર ભાર મૂક્યો હતો. આજે ફરી એકવાર તમે મને જે દાયીત્વ આપો છે તેનો મતલબ છે કે વિશ્વાસનો સેતુ એટલો મજબૂત છે. અતુટ સંબંધ છે. આ જ સૌથી મોડી મૂડી છે. આથી આ પળ મને ભાવુક કરનારી છે. એનડીએ આજે દેશમાં 22 રાજ્યોમાં સરકાર બનાવવાનો મોકો આપ્યો છે.

  • 07 Jun 2024 01:02 PM (IST)

    NDA Parliamentary Party meeting : ચૂંટણીમાં પક્ષને જીતાડનારા, પુરુષાર્થ કરનારા સૌ કાર્યકરોને નમનઃ મોદી

    એનડીએ સંસદીય દળના નેતા પદે વરાયા બાદ, કાર્યકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાંસદોને સંબોધતા કહ્યું કે, મારા માટે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહનુ સ્વાગત કરવાનો મોકો મળ્યો છે. જે જીતીને આવ્યા છે તે સૌ અભિનંદનને પાત્ર છે. પરંતુ જે લાખ્ખો કાર્યકર્તા કે જેમણે રાત દિવસ જોયા વિના કાળઝાળ ગરમીમાં પુરુષાર્થ કર્યો છે સૌને માથુ નમાવીને નમન કરુ છુ.

  • 07 Jun 2024 12:50 PM (IST)

    NDA Parliamentary Party meeting : અજીત પવાર, ચિરાગ પાસવાને પણ જાહેર કર્યો ટેકો

    એનસીપીના અજીત પવારે પણ એનડીએના સંસદીય દળના નેતા પદે નરેન્દ્ર મોદીની વરણી કરતા પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. બિહારની લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને એનડીએની ભવ્ય જીત માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા.

  • 07 Jun 2024 12:45 PM (IST)

    NDA Parliamentary Party meeting : શિવસેના-ભાજપ ફેવિકોલની જોડ, ક્યારેય નહીં તુટે : એકનાથ શિંદે

    મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રજૂ કરેલા એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પંસદ કરવાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. બાળાસાહેબ ઠાકરેના વિચારવાળી શિવસેનાનો ટેકો જાહેર કર્યો હતો. દુનિયામાં દેશનુ નામ રોશન કર્યું છે. દેશને નવી ઓળખ આપી છે. અફવા ફેલાવનારાઓને નકાર્યા છે. શિવસેના-ભાજપ એક સમાન વિચારસરણીવાળો પક્ષ છે. ભાજપ અને શિવસેના ફેવિકોલની એવી જોડ છે જે ક્યારેય નહી તુટે.

  • 07 Jun 2024 12:39 PM (IST)

    હવે પછીની ચૂંટણીમાં વિપક્ષના બાકીના રહ્યાં સહ્યાં પણ હારશેઃ નીતિશ કુમાર

    જનતાદળ યુનાઈટેડના વડા અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પણ એનડીએ દ્વારા રજૂ કરાયેલ એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂર કર્યું છે. તેમણે કહ્યું કે, જે બાકી છે તે ત્રીજી ટર્મમાં પુરુ કરશે. હવે ચોથી વાર આવો ત્યારે જે અહીં તહી જીત્યા છે તે તમામ હારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 07 Jun 2024 12:37 PM (IST)

    દેવેગૌડા, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમારે આપ્યો ટેકો

    એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પંસદ કરવાના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રજૂ કરેલા પ્રસ્તાવને ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી ઉપરાંત કર્ણાટકના જેડીએસના નેતા દેવગૌડા, આંઘ્રપ્રદેશના ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુએ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા છે. તેમણે દેશને ગ્લોબલ પાવર હાઉસ બનાવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં સર્વોચ્ચ ગ્રોથ રેટ રહ્યો છે. મોદીને યોગ્ય સમયના યોગ્ય નેતા ગણાવ્યા હતા. આ એક ઐતિહાસિક પળ છે. ભારતને ગરીબી મુક્ત મોદી કરી શકે છે.

  • 07 Jun 2024 12:26 PM (IST)

    સમગ્ર વિશ્વમાં ભારતનુ નામ રોશન થયુઃ નીતિન ગડકરી

    નીતિન ગડકરીએ કહ્યું કે, મોદીના 10 વર્ષના શાસનમાં સમગ્ર વિશ્વમાં ભારતનુ નામ રોશન થયું છે. આગામી પાંચ વર્ષમાં ભારતનું સ્થાન વિશ્વમાં વધુ મજબૂત થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 07 Jun 2024 12:23 PM (IST)

    60 વર્ષ બાદ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનશે

    જ્યાં સવિધાન રચવામાં આવ્યું છે ત્યા 60 વર્ષ બાદ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રજૂ કરેલા પ્રસ્તાવને નીતિન ગડકરીએ પણ અનુમોદન આપ્યું હતું.

  • 07 Jun 2024 12:21 PM (IST)

    NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી

    એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને અમિત શાહ સહિતના એનડીએના નેતાઓએ અનુમોદન આપ્યું હતું.

  • 07 Jun 2024 12:19 PM (IST)

    મોદીજીની દરેક ક્ષણ દેશની સેવા માટે સમર્પિત છે- નડ્ડા

    એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. મોદીજીની દરેક ક્ષણ દેશની સેવા માટે સમર્પિત છે. જનતાએ એનડીએને બહુમતી આપી છે. સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. ઐતિહાસિક જીત માટે તમામ સાંસદોને અભિનંદન.

  • 07 Jun 2024 12:18 PM (IST)

    સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા બાદ મોદીએ બંધારણને પ્રણામ કર્યા

    સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચીને નરેન્દ્ર મોદીએ બંધારણને પ્રણામ કર્યા હતા. તમામ સાંસદોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

  • 07 Jun 2024 12:16 PM (IST)

    મોદી NDA સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા

    નરેન્દ્ર મોદી NDA સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા છે. મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રહલાદ જોશીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

  • 07 Jun 2024 11:10 AM (IST)

    દિલ્હીમાં નીતિશના ઘરે JDU સાંસદોની બેઠક પૂર્ણ

    દિલ્હીમાં સીએમ નીતિશ કુમારના ઘરે ચાલી રહેલી JDU સાંસદોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેડીયુના તમામ નિર્ણય નીતિશ કુમાર લેશે. જેડીયુ સાંસદ ગિરધારી લાલ યાદવે કહ્યું કે અગ્નિવીર યોજના ખોટી છે. JDU અગ્નિવીર યોજના પર સંસદમાં પ્રશ્નો પણ ઉઠાવશે.

  • 07 Jun 2024 10:27 AM (IST)

    ચિરાગ પાસવાન LJPના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા

    LJP (રામ વિલાસ) ના પાંચ સાંસદોએ ચિરાગ પાસવાનને સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા.

  • 07 Jun 2024 10:21 AM (IST)

    શિવરાજ સિંહ ચૌહાણ એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા

    મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલની એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા.

  • 07 Jun 2024 08:31 AM (IST)

    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આ મહેમાનો આમંત્રિત

    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર, સ્વચ્છતા કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.

  • 07 Jun 2024 08:15 AM (IST)

    આજે NDA સંસદીય દળની બેઠક

    આજે NDA સંસદીય દળની બેઠક મળશે. સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક મળી શકે છે. NDAના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે. NDA સંસદીય દળના નેતા તરીકે PM મોદીની પસંદગી થશે. NDA સંસદીય દળની બેઠકને PM મોદી સંબોધશે. સાંજે 5 વાગ્યે NDA સાંસદો સાથે રાષ્ટ્રપતિને PM મોદી મળશે.

  • 06 Jun 2024 08:03 PM (IST)

    ઇક્વિટી માર્કેટમાં ઉતાર-ચઢાવ આવે છેઃ પીયૂષ ગોયલ

    ભાજપના નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હજુ પણ લોકસભા ચૂંટણીમાં હારની નિરાશામાંથી બહાર નથી આવ્યા. હવે તેઓએ શેરબજાર સામે પણ પ્રચાર શરૂ કર્યો છે. ફરી એકવાર તેઓ મોદી સરકારથી ખૂબ નારાજ દેખાય છે. રાહુલ ગાંધી શેરબજારમાં ભયનું વાતાવરણ ઊભું કરવા અને બજારમાં રોકાણ રોકવાનું કામ કરી રહ્યા છે. ઈક્વિટી માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

  • 06 Jun 2024 07:46 PM (IST)

    મહારાષ્ટ્રમા રાજકીય માથાકૂટઃ અજિત પવારની બેઠકમાંથી 5 ધારાસભ્યો ગાયબ

    મહારાષ્ટ્રમાં અજિત પવારની બેઠકમાં NCPના પાંચ ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. નરહરિ ઝિરવાલ, સુનિલ ટિંગ્રે, રાજેન્દ્ર શિંગલે, અન્ના બંસોડ, ધરમરાવ બાબા આત્રામ અજિત પવારની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આમાંથી મોટાભાગના ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં છે અને પાર્ટી હાઈકમાન્ડના સંપર્કમાં છે.

  • 06 Jun 2024 05:50 PM (IST)

    વડાપ્રધાને દેશના લોકોને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ કેમ આપીઃ રાહુલ ગાંધી

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પીએમ મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને દેશના લોકોને રોકાણ કરવાની સલાહ કેમ આપી ? અમિત શાહે એમ પણ કહ્યું હતું કે બજાર ઉપર જઈ રહ્યું છે અને ખરીદવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને લોકોને માર્કેટમાં રોકાણ કરવાનું કેમ કહ્યું તેની તપાસ જેપીસી દ્વારા થવી જોઈએ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકારને ચૂંટણી પરિણામોનો ખ્યાલ હતો. તેથી પીએમ મોદી દ્વારા લોકોને આવી અપીલ કરવામાં આવી હતી.

  • 06 Jun 2024 05:19 PM (IST)

    ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવામાં આવી હોવાનો કંગના રનૌતનો આરોપ

    ભાજપના સાંસદ કંગન રનૌતે આરોપ લગાવ્યો છે કે, ચંદીગઢ એરપોર્ટ પર તેમને થપ્પડ મારવામાં આવી હતી. ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતો વતી કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનથી દુઃખી થયેલી કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી છે. કુલવિંદર કૌર હાલમાં, ચંડીગઢ એરપોર્ટના કમાન્ડન્ટના રૂમમાં બેઠેલી છે. કંગના વિસ્તારા એરલાઈન્સમાં દિલ્હી જવા રવાના થઈ છે.

  • 06 Jun 2024 04:47 PM (IST)

    ભાજપના એક વરિષ્ઠ નેતા ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં – સૂત્ર

    ભાજપના એક વરિષ્ઠ નેતા ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, એક કેન્દ્રીય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સતત સંપર્કમાં છે. આ નેતા અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે NDAમાં જોડાવા અંગે ઉંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે NDAમાં જોડાવા અંગેના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે.

  • 06 Jun 2024 04:36 PM (IST)

    ભાજપે TDP અને JDU નો શોધી કાઢ્યો તોડ ! નવ અપક્ષ સાંસદો NDAને આપશે સમર્થન

    સંખ્યાબળને કારણે ભાજપને સરકાર બનાવવામાં કોઈ ખતરો નથી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 અપક્ષ સાંસદો એનડીએને સમર્થન આપવા માટે સહમત થયા છે. ટીડીપી અને જેડીયુને મેનેજ કરવું થોડું મુશ્કેલ અને જરૂરી પણ છે. TDP રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી કેન્દ્ર સરકાર તરફથી આર્થિક મદદ તેની પ્રાથમિકતા હોઈ શકે છે. જેડીએસ અને એલજેપી (રામ વિલાસ) એ કોઈ મોટી માંગણી કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ અને આરએસએસના નેતાઓ વચ્ચે મંત્રીમંડળ અંગે વાતચીત થઈ છે. તમામ ટોચના મંત્રાલયો ભાજપ પાસે જ રહેશે. ભાજપ સહયોગી પક્ષોને ટોચના અને મહત્વના મંત્રાલય નહીં આપે.

  • 06 Jun 2024 04:28 PM (IST)

    અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયાને આવ્યું તેડુ, જેપી નડ્ડાના ઘરે ફરી પહોંચ્યા

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા ફરી એકવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા છે. થોડા સમય પહેલા નડ્ડાના ઘરે ભાજપના ઘણા મોટા નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એનડીએની સરકાર બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા સંભવિત મંત્રીમંડળના સભ્યોની યાદી પણ તૈયાર કરવાનું શરુ કર્યું છે.

  • 06 Jun 2024 03:54 PM (IST)

    ચૂંટણી પંચ આજે વિજેતા સાંસદોની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરશે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ, આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લોકસભા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોના નામોની યાદી સોંપશે. આ યાદી રાષ્ટ્રપતિને સુપરત કર્યા બાદ 18મી લોકસભાની રચનાની ઔપચારિક પ્રક્રિયા શરૂ થશે. કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિએ, ગઈકાલ બુધવારે 17મી લોકસભાને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને (NDA) બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવવાના ટ્રેક પર છે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 બેઠકો મળી છે જ્યારે વિપક્ષી INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે.

  • 06 Jun 2024 03:35 PM (IST)

    જેડીયુની સહીતના પક્ષોની બિનજરૂરી માંગણીઓ સામે ભાજપ નહીં ઝુકે

    એનડીએ સરકારના ગઠબંધનને લઈને જે ચિંતા ભાજપમાં સેવાઈ રહી છે તે મુદ્દે ભાજપના ઉચ્ચસ્તરીય સૂત્રોએ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. ભાજપ ગઠબંધન અને ગઠબંધન ધર્મના નિયમો હેઠળ જ કામ કરશે. જેડીયુ સહિત અન્ય કોઈ પણ પક્ષની બિનજરુરી માંગણીઓ સામે નમવામાં નહીં આવે. ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરશે. પછી તે મંત્રાલયોનું વિભાજન હોય કે મંત્રીઓની સંખ્યા. ભાજપ તેના સહયોગીઓની ચિંતાઓનું હંમેશા ધ્યાન રાખશે. ભાજપ એનડીએના તમામ સહયોગીઓને સાથે લેશે. દરમિયાન ભાજપ અપક્ષ સાંસદો અને નાના પક્ષોના પણ સંપર્કમાં છે. એનડીએના સાંસદોની સંખ્યા ટૂંક સમયમાં વધારવામાં આવશે.

  • 06 Jun 2024 03:12 PM (IST)

    મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, એનસીપીમાં સર્જાશે ઉથલપાથલ, અજિત પવાર કેમ્પના ઘણા ધારાસભ્યો ઘરે પાછા ફરશે !

    મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામો બાદ, મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. અજિત પવારને મોટો ઝટકો લાગી શકે છે. NCPના એક ડઝનથી વધુ ધારાસભ્યો, જેઓ અજિત પવારની છાવણીમાં સામેલ થયા છે, તેઓ ઘરે પરત ફરવા માંગે છે. જે ધારાસભ્ય પરત ફરવા માગે છે તેમના સંપર્કમાં સુપ્રિયા સુલે, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને રોહિત પવાર છે. જયંત પાટીલે સ્વીકાર્યું છે કે ઘણા ધારાસભ્યો સંપર્કમાં છે, પરંતુ હજુ સુધી પાર્ટીની અંદર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 9મી જૂને પાર્ટી કારોબારીની બેઠક મળશે, ત્યાંરે નિર્ણય લેવામાં આવશે.

  • 06 Jun 2024 02:12 PM (IST)

    JDU ક્વોટામાંથી આટલા બની શકે છે કેન્દ્રીય મંત્રી

    જેડીયુના સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે, પાર્ટી ક્વોટામાંથી ત્રણ કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે. લાલન સિંહ, દિલેશ્વર કામત અને સુનીલ કુશવાહના નામની હાલમાં ચર્ચા થઈ રહી છે. નીતિશ કુમારે તેમના પક્ષના સાથીદારો સાથે મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો એ અંગે ચર્ચા કરી છે.

  • 06 Jun 2024 01:51 PM (IST)

    કચ્છઃ ગાંધીધામ નજીકથી ઝડપાયો કોકેઇનનો જથ્થો

    કચ્છઃ ગાંધીધામ નજીકથી ઝડપાયો કોકેનનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ રૂ.130 કરોડનો જથ્થો ઝડપ્યો છે. કંડલા પોર્ટ નજીક ઝાડીઓમાંથી કોકેઇનનો જથ્થો પકડાયો છે. કોકેઇનના 13 પેકેટ ગુજરાત ATSએ જપ્ત કર્યા છે. કોકેઇન ક્યાંથી આવ્યું અને કોણે ફેંક્યું તે અંગે તપાસ શરૂ  કરાઇ છે.

  • 06 Jun 2024 01:51 PM (IST)

    INDIA ગઠબંધનના નેતાઓ હવે એકબીજા સાથે યોજી રહ્યાં છે બેઠક

    ઈન્ડિયા એલાયન્સની ગઈકાલ બુધવારે મળેલી બેઠક બાદ, ઘટક પક્ષો પોતપોતાની રીતે બેઠક યોજવામાં વ્યસ્ત છે. TMC નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક અખિલેશના ઘરે લગભગ અડધો કલાક ચાલી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને ઉદ્ઘવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉતની પણ મુલાકાત થઈ હતી.

  • 06 Jun 2024 01:21 PM (IST)

    Narendra Modi PM Oath Ceremony : અમિત શાહ-રાજનાથસિંહ NDA ના સાથી પક્ષના નેતાઓ સાથે કરશે વાત

    NDA ના નેતાઓ સાથે મંત્રીમંડળને લઈને વાત કરવાની જવાબદારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આપવામાં આવી છે. આ બન્ને નેતાઓ ભાજપ વતી એનડીએના સહયોગી પક્ષના નેતાઓ સાથે વાતચીત કરશે અને એનડીએનો વ્યાપ વધારશે.

  • 06 Jun 2024 01:11 PM (IST)

    Narendra Modi PM Oath Ceremony : INDIA એલાયન્સની બેઠકમાં હાજર ના રહેનારા ઉદ્ધવ ઠાકરે NDA સાથે જોડાશે ? સંજય રાઉતે જવાબ આપ્યો

    શિવસેના-યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું કે, રેકોર્ડ બનાવવા માટે મોદીજીને ત્રીજી વખત શપથ લેવા દો, અમે ચોથી વખત શપથ લઈશું. સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને એનડીએમાં પાછા લાવવાના પ્રયાસના સમાચારોને અફવા ગણાવીને ફગાવી દીધા અને કહ્યું કે જો આવું થશે તો તે જનતા સાથે વિશ્વાસઘાત હશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના વિલન છે.

  • 06 Jun 2024 01:07 PM (IST)

    Narendra Modi 3 PM Oath Ceremony : મોદી સરકાર-03 ની શપથવિધિ 8ને બદલે 9 જૂને યોજાઈ શકે

    એનડીએની સરકાર આગામી 8 જૂનના બદલે 9 જૂનના રોજ યોજાઈ શકે છે. આવતીકાલ એનડીએમાં જોડાયેલા તમામ રાજકીય પક્ષના સાંસદોની બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ સાંજે એનડીએનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળીને એનડીએની સરકાર રચવાનો દાવો કરશે. મોટાભાગે રાષ્ટ્રપતિ ભવનમાં જ મોદી સરકારની શપથવિધિ યોજાશે.

Published On - Jun 06,2024 1:00 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">