PM Modi Visit Gujarat Highlights : ‘રાજકીય લાભ માટે કોંગ્રેસી નેતાઓએ આદિવાસી સમાજની મજાક ઉડાવી’, વડાપ્રધાન મોદીનું તાપીમાં સંબોધન
PM Modi Visit Gujarat Live updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત રાજકીય રીતે પણ ઘણુ મહત્વ ધરાવે છે.
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો (PM Modi gujarat Visit) આજે બીજો દિવસ છે, દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી (PM Modi Gujarat Visit)એ કેવડિયાથી મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહ્યા હતા. તો તાપી, નર્મદા (Narmada) અને સુરત જિલ્લામાં (Surat) કુલ 2,192 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી. આ સાથે સંબોધનમાં તેમણે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસી નેતાઓ રાજકીય લાભ માટે આદિવાસી સમાજની મજાક ઉડાવે છે.
LIVE NEWS & UPDATES
-
આપના આશીર્વાદ અમારો વિશ્વાસ – PM મોદી
તો PM મોદીએ કહ્યું કે, આદિવાસી દિકરીઓને પ્રગતિ કરવાની તક મળી છે. આ ડબલ એન્જિનની સરકારે છેવાડાના સમાજનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો વધુમાં કહ્યું કે, આપના આશીર્વાદ અમારો વિશ્વાસ છે, આપના આશીર્વાદ અમારૂ સામર્થ્ય છે. નિરંતર આપની પ્રગતિ કરતા રહીએ એ માટે આશીર્વાદ જાળવી રાખજો.
-
આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી- PM મોદી
તો વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આદિવાસી સમાજના દિકરા બિરસા મુંડાએ આઝાદી માટે જીંદગી ખપાવી દીધી, પણ અગાઉની સરકારે તેમને યાદ રાખ્યા નહીં. બાળકોએ અમારા આવ્યા બાદ બિરસા મુંડા નામ સાંભળ્યુ હશે. આઝાદી બાદ અટલજીની સરકાર સુધી આદિવાસી માટે કોઈ મંત્રાલય નહોતુ. પણ અમે આવતાની સાથે જ નવું મંત્રાલય શરૂ કર્યું. આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી.
-
-
આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા – PM મોદી
તો વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા. તો ગર્ભવતી મહિલાને પૌષ્ટિક આહાર મળે તે માટે પ્રયત્નો કર્યા. તેમજ બાળકોને સંજીવની યોજના થકી દૂધ પહોંચાડવાનુ બિડુ પણ સરકારે ઝડપ્યુ. તો આયુષ્માન યોજનાથી 5 લાખ સુધીની સહાય મળવાથી ગંભીર બિમારીઓની સમયસર સારવાર શક્ય બની છે.
-
અનેક યોજનાથી આદિવાસી યુવકોને ફાયદો થયો – PM મોદી
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર બનતા જ અમે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ બદલી નાખી. આજે આદિવાસી સમાજના યુવકો આગળ વધ્યા. આદિવાસી વિસ્તારમાં પણ યુવાનો ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે, અને વિદેશમાં પણ જતા થયા છે. અમે આદિવાસી વિદ્યાર્થીઓના સ્કોલરશિપમાં પણ વધારો કર્યો.જેથી અનેક યોજનાથી આદિવાસી યુવકોને ફાયદો થયો.
-
મંગુભાઈએ આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું- PM મોદી
તો ઉમેર્યું કે, અમે વીજળીની સાથે પાણીની પણ પાછળ પડ્યા. આજે આદિવાસી ભાઈઓ નાનાકડી જમીનમાં કાજુની ખેતી કરતા થયા છે. ઉકાઈ યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે અમે પ્રયત્ન કર્યા. એક સમયે 100 માંથી 25 ઘરોમાં પણ પાણી પહોંચતુ નહોતી. હવે મોટાભાગના ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચ્યુ થયુ છે. મંગુભાઈ આજે મધ્યપ્રદેશના ગવર્નર છે, અને મધ્યપ્રદેશનુ કલ્યાણ કરી રહ્યા છે. આ સાથે તેમણે આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું છે.
-
-
કોંગ્રેસના નેતાઓ આવીને પ્રચાર કરીને જુઠ્ઠાણુ ફેલાવશે -PM મોદી
તો વધુમાં ઉમેર્યું કે, આદિવાસી સમજાનું કલ્યાણ થાય તે માટે જ અમે પ્રયાસ કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ આવીને પ્રચાર કરીને જુઠ્ઠાણુ ફેલાવશે,તેની વાતોમાં ન આવતા. વધુમાં કહ્યું કે, પહેલા રાતે જમવા સમયે પણ વીજળી નહોતી આવતી. આજે 24 કલાક વીજળી મળતી થઈ છે. જ્યાોતિગ્રામ યોજના અંતર્ગત પહેલા ડાંગમાં વીજળી આપવામાં આવી.
-
કોંગ્રેસી નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે – PM મોદી
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 20 વર્ષથી મને એકધારો પ્રેમ મળ્યો છે. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, એક બાજુ ભાજપની અને એક બાજુ કોંગ્રેસની સરકાર જોઈ લો. કોંગ્રેસી નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે. પહેલાની સરકારે તમારી નહીં, મતની ચિંતા હોય છે.
-
તમારો આ પ્રેમ મને કામ કરવાની તાકાત આપે છે- PM મોદી
સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારો આ પ્રેમ, લાગણી, ઉત્સાહ અને આનંદ આ વાતાવરણ જ મને તમારા માટે કામ કરવાની તાકાત આપે છે. આદિવાસી માતા અને બહેનોએ મને જે સૌભાગ્ય આપ્યુ છે, તેવુ ભાગ્યે જ કોઈ રાજકારણીને મળ્યુ હશે. હું ગાંધીનગર હોય કે દિલ્હીમાં તમારા બધાનું ઋણ હું ચુકવવા માટે હંમેશા પ્રયત્ન કરુ છુ.
-
PM મોદીએ તાપી જિલ્લાને કુલ 2,192 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી
વડાપ્રધાન મોદીએ તાપી જિલ્લાને 2,192 કરોડના વિવિધ પ્રકલ્પો વિકાસકાર્યોની ભેટ આપી. થોડીવારમાં તેઓ વિશાળ જાહેરસભાનું સંબોધન કરશે.
-
આદિવાસી જિલ્લામાં અનેક સુવિધાઓ ઉભી કરાઈ- CM ભૂપેન્દ્ર પટેલ
કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે આદિવાસી જિલ્લામાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આદિવાસી શાળાઓની પણ સ્માર્ટ થઈ છે. તો વધુમાં કહ્યું કે,આદિવાસી વિસ્તારોમાં રોજગારી પણ વધી છે. તો આ વિસ્તારોનો વિકાસ કરવા ફોરલેન હાઈવે પણ બનાવવામાં આવી રહ્યા છે.
-
વડાપ્રધાન મોદીનું ભાવભર્યું સ્વાગત કરાયુ
વડાપ્રધાન મોદીનું સ્થાનિક આગેવાનોએ સ્વાગત કર્યું. થોડીવારમાં તેઓ તાપી જિલ્લાને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.
-
PM મોદી થોડીવારમાં ગુણસદા ગામે વિશાળ જનસભા સંબોધશે
વડાપ્રધાન મોદી તાપીમાં સોનગઢના ગુણસદા ગામે પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ કુલ 2,192 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો સાથે જ PM વિશાળ જાહેરસભાને પણ સંબોધશે.
-
દક્ષિણ ગુજરાતનું રાજકીય ગણિત
વડાપ્રધાન મોદીની આ દક્ષિણ ગુજરાત મુલાકાત રાજકીય રીતે પણ ઘણુ મહત્વ ધરાવે છે. જો દક્ષિણ ગુજરાતની 35 બેઠકોની વાત કરીએ તો 2017માં નર્મદાની 2 બેઠકમાંથી 1 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે આવી. ભરૂચની 5 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપ,જ્યારે એક બેઠક પર કોંગ્રેસે બાજી મારી. તો ભરૂચની માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. તો સુરતની 18 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ, જ્યારે 3 બેઠક પર જ કોંગ્રેસે બેઠક જીતી. જો ડાંગની 1 બેઠક પરની વાત કરીએ તો અહીં કોંગ્રેસે જીત મેળી હતી. તો નવસારીની 4 બેઠકમાંથી 3 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે આવી છે. જો વલસાડની વાત કરીએ તો 5 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપનો વિજય થયો,જ્યારે માત્ર 1 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી.
-
PM મોદીના આગમનને લઈ તાપી જિલ્લાવાસીઓમાં ખુશી
તાપી જિલ્લામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે, જેને લઈને તાપી જિલ્લાવાસીઓમાં હાલ આનંદ જોવા મળી રહ્યો છે.
-
તાપી અને નર્મદા જિલ્લામાં વિકાસકાર્યોની ભેટ આપશે વડાપ્રધાન
આજે વડાપ્રધાન મોદીના વરદ હસ્તે તાપી તથા નર્મદા જિલ્લામાં 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. કુલ 1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
-
ભારતમાં વનક્ષેત્ર પણ વધી રહ્યું છે – PM મોદી
આ ઉપરાંત વડાપ્રદાન મોદીએ કહ્યું કે, આજે ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે. દેશમાં વનક્ષેત્ર પણ વધી રહ્યું છે અને વન્ય જીવોની સંખ્યામાં પણ વુદ્ધિ થઈ રહી છે. Reduce, Reuse અને Recycle અને સર્ક્યુલર ઈકોનોમી હજારો વર્ષોથી ભારતીયોનું લાઈફસ્ટાઈલનું અંગ રહ્યુ છે. ક્લાયમેન્ટ ચેન્જમાં થી રહેલા બદલાવને કારણે લોકો મહેસુસ કરી રહ્યા છે. ગુજરાત ભારતના એ રાજ્યોમાંથી Renewable, Energy અને Environment protection ની દિશામાં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.
-
ભારતમાં પ્રકૃતિ પ્રેમ ઘણો જુનો છે – PM મોદી
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિ સાથે સાચવી રાખ્યુ છે, કારણ કે ભારતમાં પ્રકૃતિ પ્રેમ ઘણો જુનો છે. ભારતે ક્લાઈમેન્ટ ચેન્જ માટે ખૂબ કાર્યો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર થકી લાઈફ મિશનને દુનિયા સુધી પહોંચાડી શકાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
Climate change goes beyond only policy making. pic.twitter.com/myYczP3XO4
— PMO India (@PMOIndia) October 20, 2022
-
મિશન લાઈફ P3 અવધારણાને મજબુત કરી શકાશે -PM મોદી
વધુમાં PM મોદીએ કહ્યું કે, મિશન લાઈફમાં દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. ભૂતકાળમાંથી શીખીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ,ભારતે LED બલ્બના માધ્યમે પ્રદુષણ ઘટાડ્યુ છે. વધુમાં કહ્યું કે, મિશન લાઈફ P3 (Pro, Planet, People) અવધારણાને મજબુત કરી શકાશે. ભારત હવે દુનિયામાં પોતાની ભાગીદારી વધારવા માગે છે. આ મિશન દ્વારા પર્યાવરણનું રક્ષણ કરી શકાશે.
Pro Planet People. pic.twitter.com/1Yr0ITiHmF
— PMO India (@PMOIndia) October 20, 2022
-
સોલાર પેનલ લગાવવાની કામગીરીમાં ગુજરાત લીડર -PM મોદી
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ભારતમાં ગુજરાત એવા રાજ્યોમાંનુ એક છે, જેણે પર્યાવરણ જાળવવા ઘણા પ્રયાસો કર્યા છે. સોલાર પેનલ લગાવવાની કામગીરીમાં ગુજરાત લીડર રોલ નિભાવે છે. દરરોજ ઘણુ એવુ કરી શકાય છે કે જેના કારણે પર્યાવરણની રક્ષા કરી શકાય. એસીનું ટેમ્પરેચર પણ પર્યાવરણને અસર કરે છે.આ સાથે તેણે કહ્યું કે, ઘરતીને સુરક્ષિત કરવી ખુબ જરૂરી છે.
-
એન્ટોની ગુટરેસ માટે ભારત તેના બીજા ધર જેવુ – PM મોદી
સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, UN મહાસચિવ એન્ટોની ગુટરેસ માટે ભારત તેના બીજા ધર જેવુ છે. ગુજરાતમાં આજે આપણા કોઈ પરિવારના સદસ્યનુ જ સ્વાગત કરી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.
-
પર્યાવરણની આ પહેલ માટે ભારતને અભિનંદન -UN મહાસચિવ એન્ટોની ગુટરેસ
કાર્યક્રમનું સંબોધન કરતા UN મહાસચિવ એન્ટોની ગુટરેસે કહ્યું કે, પર્યાવરણ પ્રદુષણની મોટી સમસ્યા છે, ત્યારે તેના સમાધાન માટે પર્યાવરણને સાનુકુળ બનવા પ્લાસ્ટિકનો ઓછા ઉપયોગ કરવા અને રિન્યુએબલ એનર્જી પર ભાર મુકવા કહ્યું. આ સાથે આ તેણે ભારતને આ પહેલ માટે અભિનંદન આપ્યા.
-
‘મિશન લાઈફ’ થકી પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય
મિશન લાઈફનો મુખ્ય હેતુ 2028 સુધીમાં ભારતની અંદર તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80 ટકા પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. આપને જણાવી દઈએ કે, UNEP અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે.
-
વડાપ્રધાન મોદીએ મિશન લાઈફનો પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન મોદીએ કેવડિયાથી ‘ મિશન લાઈફ’ નો પ્રારંભ કરાવ્યો. મહત્વનું છે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્ન્મેન્ટ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન મોદીએ જૂન મહિનામાં કરી હતી.જેનું અમલીકરણ નીતિ આયોગ કરી રહ્યું હતું.
PM Modi speaks at the global launch of ‘Mission LiFE’ in Kevadia, Gujarat #TV9GujaratiNews pic.twitter.com/672jHuR9oK
— Tv9 Gujarati (@tv9gujarati) October 20, 2022
-
તાપીમાં 2100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
વડાપ્રધાન મોદી આજે તાપીના ગુણસદા ખાતેથી રુપિયા 2100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કોરિડોરની કામગીરીનો શુભારંભ કરાવશે.પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. કુલ 1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
-
UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે PM મોદીની દ્વિ-પક્ષીય બેઠક શરૂ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના સાનિધ્યમાં વિશ્વની બે હસ્તીઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિ-પક્ષીય બેઠક શરૂ થઈ છે. બેઠક બાદ તેઓ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.
-
‘હેડ ઓફ મિશન’ કોન્ફરન્સમાં ભારતના 120 દેશોના રાજદૂત ઉપસ્થિત રહેશે
વિદેશ મંત્રાલયે ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે,ત્યારે PM મોદી કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં ભારતના 120 દેશોના રાજદૂત અને ઉચ્ચ કમિશનરો ઉપસ્થિત રહેવાના છે. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે.
-
PM મોદી થોડીવારમાં ‘મિશન લાઈફ’નો પ્રારંભ કરશે
વડાપ્રધાન મોદી કેવડિયા પહોંચ્યા છે, જેમનું વિવિધ સાંસ્કૃતિક ઝાંખી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. થોડીવારમાં PM મોદી મિશન લાઈફ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે.
PM મોદી થોડીવારમાં ‘મિશન લાઈફ’નો પ્રારંભ કરશે #TV9GujaratiNews pic.twitter.com/kefxLSmzJT
— Tv9 Gujarati (@tv9gujarati) October 20, 2022
-
PM મોદીના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓનું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દ્વી-પક્ષીય બેઠક કરવાના છે, ત્યારે બંને મહાનુભાવોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના અલગ- અલગ પ્રાંતમાંથી હુડો, ગરબા, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, ટીમલી, મિશ્ર રાસ, કાઠીયાવાડી રાસ સહિતની વિવિધ સાંસ્કૃતિક નૃત્ય મંડળીઓ દ્વારા ઝાંખીઓ પ્રસ્તુત કરાશે.
-
PM મોદીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા
રાજકોટની જાહેરસભામાં વડાપ્રધાન મોદી ફરી એકવાર વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, પહેલા ગરીબીના નારાઓ ચાલતા હતા, હવે આપણે નારા જ બંધ કરાવી દીધા અને કોઈ ભૂખ્યું ન રહે તેવા દિવસો લાવ્યા. મહત્વનું છે કે, વડાપ્રધાને મોરબી-બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને રોડ ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
-
સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ અનેક વિકાસકાર્યોની ભેટ આપી
જૂનાગઢમાં વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાજકોટ અને મોરબી સહિત અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વડાપ્રધાને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બાંધવામાં આવેલા 1100થી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત વડાપ્રધાનના હસ્તે લાભાર્થીઓને તેમના ઘરના ઘરની ચાવી આપવામાં આવી હતી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતા વડાપ્રધાને ફરી એકવાર ગુજરાતમાં વિમાન બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું, એક જમાનો હતો અહીં સાઈકલ પણ નહોતી બનતી પરંતુ મારા શબ્દો લખી રાખો હવે ગુજરાતમાં વિમાન પણ બનશે અને રાજકોટમાં સ્પેરપાર્ટ્સ પણ બનશે.
-
હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે PM મોદી
વડાપ્રધાન મોદી આજે કેવડિયાની મુલાકાતે પણ જશે. જ્યાં તેઓ મિશન લાઇફનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં 10 મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે.
Published On - Oct 20,2022 8:37 AM