AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ, ‘મિશન લાઇફ’ પ્રોજેક્ટ સહિત અનેક વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમની વાત કરીએ તો તાપી તથા નર્મદા (Narmada) જિલ્લામાં રૂપિયા 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાવશે.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ, 'મિશન લાઇફ' પ્રોજેક્ટ સહિત અનેક વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ
PM Modi Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 8:02 AM
Share

સૌરાષ્ટ્રમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi)  આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના (South gujarat) લોકોને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે. તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી (Tapi)  તથા નર્મદા (Narmada) જિલ્લામાં રૂપિયા 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અનેક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

તો સાથે જ સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Petrochemicals) દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1669 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેવડિયામાં મિશન લાઇફ પ્રોજક્ટનો કરાવશે પ્રારંભ

બીજી તરફ વડાપ્રધાન મોદી કેવડિયાની મુલાકાતે પણ જશે. જ્યાં તેઓ મિશન લાઇફ પ્રોજેક્ટનો (mission life)  પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. મહત્વનું છે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્ન્મેન્ટ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન મોદીએ જૂન મહિનામાં કરી હતી. જેનું અમલીકરણ નીતિ આયોગ કરી રહ્યું હતું.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">