Gujarat Election 2022: પક્ષ કોઈ પણ હોય દ્વારકા બેઠક પર છે આ કદાવર નેતાનું વર્ચસ્વ, જાણો દ્વારકાના મતદારોનો મિજાજ
આ બેઠક પર હાલ ભાજપનું શાસન છે. અહીં સતત 7 ટર્મથી પબુભા માણેક ચૂંટાઈ આવે છે વર્ષ 2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73,431 વોટ મળ્યા મળ્યા હતા અને તેમણે 5,739 મતોથી કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને હરાવ્યા હતા. પબુભા માણેક 1990થી સતત દ્વારકા બેઠક પર વિજેતા રહ્યા છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે, દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવી રહી છે, ત્યારે TV9ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી વિધાનસભા બેઠકની કે જ્યાં કોઇ પક્ષ નહીં પરંતુ એક વ્યક્તિના નામે ચૂંટણી જીતાય છે. દ્વારકા વિધાનસભા બેઠક પર અત્યાર સુધી કુલ 13 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 7 વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપનો વિજય થયો છે. પાછલી 3 ટર્મથી અહીં ભાજપના પબુભા માણેક ચૂંટાતા આવે છે. આપને જણાવી દઇએ કે પબુભા માણેક એક એવા નેતા છે જે ઓ સતત 7 ટર્મ સુધી ચૂંટાયા છે
આ બેઠક ઉપર છે પબુભા માણેકનું વર્ચસ્વ, 15 વર્ષથી ભાજપ છે વિજેતા
આ બેઠક પર હાલ ભાજપનું શાસન છે. અહીં સતત 7 ટર્મથી પબુભા માણેક ચૂંટાઈ આવે છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73,431 વોટ મળ્યા મળ્યા હતા અને તેમણે 5,739 મતોથી કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને હરાવ્યા હતા. પબુભા માણેક 1990થી સતત દ્વારકા બેઠક પર વિજેતા રહ્યા છે, તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણવાર ચૂંટણી જીત્યા હતા, તેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા હતા. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજેતા થયા હતા.
જાણો કોણ ક્યારે જીત્યું
કુલ 2 લાખ 91 હજાર 561 મતદાતાની મહત્વની ભૂમિકા
દ્વારકા બેઠક ઉપર કુલ પુરૂષ મતદારો – 1 લાખ 50 હજાર 395 છે
સ્ત્રી મતદારો – 1 લાખ 41 હજાર 159 છે
દ્વારકા ઐતિહાસિક નગરી તરીકે વિખ્યાત છે
દ્વારકા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે. વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. અહીં દ્વારકાધીશનું પાંચ માળનું મંદિર ખૂબ સુંદર કોતરણી વાળુ છે.
60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.