Gujarat Election 2022: અમરેલીમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે અમિત શાહના હસ્તે ધારણ કર્યો કેસરિયો

અમરેલીના જાફરાબાદમાં  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી હતી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા હતા.

Gujarat Election 2022: અમરેલીમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે અમિત શાહના હસ્તે ધારણ કર્યો કેસરિયો
કોંગ્રેસના બાબુ રામ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 5:52 PM

ગુજરાત એસેમ્બલી  ઇલેક્શન 2022: કોંગ્રેસના નેતાઓનો  ભાજપમાં ભળવાનો સિલસિલો યથાવત છે. ભાજપની જાફરાબાદમાં યોજાયેલી અમિત શાહની જનસભામાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં ભળ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે બાબુ રામે ખેસ ધારણ કર્યો. ઉલ્લેખનીય છે કે બાબુ રામ આહીર સમાજના અગ્રણી છે. બાબુ રામે ગઈકાલે કૉંગ્રેસને રામ રામ કર્યા હતા અને ત્યારબાદ અમિત શાહની હાજરીમાં ભાજપમાં ભળ્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: 1 તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે: અમિત શાહ

અમરેલીના જાફરાબાદમાં  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી હતી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા હતા,  તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. તેઓ પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ચાલે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે તો ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણીની ટિકિટ પણ આપી હતી.

તેમણે કહ્યું કે- સૌરાષ્ટ્ર વિરોધી મેધા પાટકરને પ્રજા ક્યારેય માફ નહીં કરે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે 1 તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે. તમારો એક મત માત્ર 2022 નહીં, પરંતુ 2024 જીતાડવાનો મત હશે તો વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાંય 24 કલાક વીજળી આવતી નહોતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયદા- વ્યવસ્થાની પરિસ્થિતિ પહેલા કેવી હતી તે સૌ કોઈ જાણે છે.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

તો વધુમાં અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓને સાફ કર્યા. હવે ગુજરાતમાં એક જ દાદા છે અને તે છે હનુમાન દાદા. તો વધુમાં કહ્યું કે, નર્મદા યોજનાના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચ્યુ છે.

તો બીજી તરફ ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે  AAP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સભામાં યુપીના CMએ અરવિંદ કેજરીવાલને નમૂના કહ્યા.  તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત કરાય? તો કોંગ્રેસ પર પ્રહરા કરતા કહ્યું કે,કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી.

g clip-path="url(#clip0_868_265)">