AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો સરભર કરવા અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, 2017ની નુકશાની વાળી બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવાની યોજના

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને પોતાના તરફ કરવા હાલ ભાજપે સ્ટાર પ્રચારકોની ફૌજ ઉતારી છે, અને એમાં પણ 2017 માં જ્યાં ફટકો પડ્યો હતો ત્યાં સુધી વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો સરભર કરવા અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, 2017ની નુકશાની વાળી બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવાની યોજના
BJP Election Campaign
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 7:32 AM
Share

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આજે અમિત શાહ અમરેલીના જાફરાબાદમાં GHCL ગ્રાઉન્ડ ખાતે જંગી સભા સંબોધશે. અમિત શાહ 5 વિધાનસભા બેઠકના મતદારોને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કરશે. આ સભામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો ઉપસ્થિત રહેશે. આ સિવાય ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવામાં બે સભાઓ સંબોધશે. તો વડોદરા અને અમદાવાદના AMC પાર્કિંગ પ્લોટમાં પણ તેઓ સભા ગજવશે.

ભાજપનું મિશન સૌરાષ્ટ્ર !

તો બીજી તરફ અમિત શાહની મુલાકાતને લઇ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવાયો છે. મહત્વનું છે કે 2017માં અમરેલીની પાંચ બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો. અનામત આંદોલનને કારણે પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, ત્યારે આ વખતે અમરેલી જિલ્લામાં મતદારોને રીઝવવા ભાજપે કેન્દ્રીય નેતાઓની ફોજ મોકલી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર કરી ચૂક્યા છે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">