Gujarat Election 2022: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સોંપ્યુ રાજીનામું, વિધાનસભા ભંગ કરીને નવી સરકાર રચવાનો મૂક્યો પ્રસ્તાવ

|

Dec 09, 2022 | 2:20 PM

12 ડિસેમ્બરે  ગાંધીનગર ખાતે  વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી  દેવામાં આવી છે.  શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની  જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના  નામની  ચર્ચા શરૂ  થઈ છે.  નવા મંત્રીમંડળમાં  જૂના જોગીઓને પણછે મહત્વની જવાબદારી મળી શકે છે.

Gujarat Election 2022: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સોંપ્યુ રાજીનામું, વિધાનસભા ભંગ કરીને નવી સરકાર રચવાનો મૂક્યો પ્રસ્તાવ

Follow us on

રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યું હતું . આ સમયે મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ  તેમજ પંકજ દેસાઇ પણ ઉપસ્થિત હતા.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.  12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં  વિધાનસભાના ગ્રાઉન્ડમાં  શપથ વિધી  સમારંભનું આયોજન કરવામાં આવ્યું  છે.

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું; વિધાનસભા ભંગ કરીને નવી સરકાર રચવાનો મૂક્યો પ્રસ્તાવ

મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે  રાજ્યના બીજી વારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન  વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન  વિધાનસભાનો  કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના  દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ વિધી સમારંભમાં ઉપસ્થિત રહેશે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?


રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને  તેમની કેબિનેટ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને  રાજીનામું સોંપ્યું હતું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા.   મુખ્યમંત્રી  રાજ્યપાલ દેવવ્રત સાથે  મુલાકાત કરીને  રાજીનામું સોંપ્યું હતું. હવે મુખ્યમંત્રી નવી સરકાર  રચવા માટેનો પ્રસ્તાવ મૂકશે. મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે  રાજ્યના બીજી વારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન  વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની  રચના કરવામાં આવશે. વર્તમાન  વિધાનસભાનો  કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના  દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપની સરકારના નવા મંત્રી મંડળમાં  યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને સ્થાન મળી શકે  છે  હાલમાં તો કોને શું જવાબદારી સોંપવામાં આવે છે  તે અંગે થોડા સમયમાં જ જાણકારી મળી જશે.

વિધાનસભા ગ્રાઉન્ડમાં  થશે શપથ વિધી

12 ડિસેમ્બરે  ગાંધીનગર ખાતે  વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી  દેવામાં આવી છે.  શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની  જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના  નામની  ચર્ચા શરૂ  થઈ છે.  નવા મંત્રીમંડળમાં  જૂના જોગીઓને પણછે મહત્વની જવાબદારી મળી શકે છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે.

 

 

Published On - 12:11 pm, Fri, 9 December 22