Gujarat Election 2022: રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીપમાંથી ઉતરી બંસીકાકાના લીધા આશિર્વાદ, જુઓ વીડિયો 

Gujarat Election 2022: અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના રોડ શો દરમિયાન જીપમાંથી ઉતરી બંસીકાકાના ખબર અંતર પૂછ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા. બંસીકાકા જનસંઘ વખતના પાયાના કાર્યકર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 12:08 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. સુભાષ ચોકથી બોડકદેવ સુધી યોજાયો હતો. ઘાટલોડિયામાં યોજાયેલા રોડશો દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા એવા બંસીકાકાના આશીર્વાદ લીધા. મુખ્યમંત્રી ગાડીમાંથી ઉતર્યા હતા અને બંસીકાકાના ખબર અંતર પુછી તેમના આશીર્વાદ લીધા હતા. આપને જણાવી દઈએ કે આ એ જ બંસીકાકા છે જેમને ખૂદ પીએમ પણ સમયાંતરે ખબર અંતર પુછતા રહે છે.

કોણ છે બંસીકાકા ?

બંસીકાકા જનસંઘના સમયથી ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે. તેમણે મહાગુજરાતની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ SSCના અભ્યાસ પછી તરત પાર્ટીમાં જોડાયા હતા અને અનેક કાર્યકરોને જોડ્યા હતા. કોઈપણ જાતની અપેક્ષા વગર વર્ષો સુધી સમાજ અને પાર્ટીનું કામ કર્યુ હતુ. તેઓ અમદાવાદ શહેરના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે. તેઓ ક્યારેય નિવૃત થયા જ નહીં. સમાજ સેવામાં, ટિફિન સેવામાં લોકોને આર્થિક મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહેતા. સરકારી મદદથી ઘણી બહેનોને નાસ્તા ખાખરાના ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં પણ સહાય કરી હતી. તેમણે વસ્ત્રાપુર લેક સિનિયર સિટીઝન સેવા મંડળ સ્થાપ્યુ હતુ અને તેમા આજીવન ચેરમેન તરીકેની જવાબદારી સ્વીકારી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બંસીકાકાના યોગદાનને ક્યારેય ભૂલ્યા નથી અને જનસંઘના જૂના જોગીના ખબરઅંતર પૂછતા રહે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">