Gujarat Election 2022: ભાજપનો ઉમેદવારોને લઈ તખ્તો તૈયાર , ઉત્તરથી મધ્ય અને દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી ઉમેદવારોની પસંદગી મહદ અંશે સ્પષ્ટ, વાંચો તમારા વિસ્તારમાં કોણ છે ટિકિટ દાવેદારીમાં આગળ
અમિત શાહ(Amit Shah)ના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી પેનલમાં તમામ મુદ્દાઓ અને પરિબળનું ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે જમીની હકિકતો પર આ ઉમેદવારો ભાજપનો ઝંડો કેવી રીતે ગાડે છે તે પણ અગત્યનું થઈ પડશે
ગુજરાતમાંં વિધાનસભાની ચૂંટણીને લઈ હવે તારીખોની જાહેરાત બાદ વિવિધ પક્ષો દ્વારા મૂરતિયાઓ એટલે કે ઉમેદવાર પસંદગીને લઈ માથાપચ્ચી શરૂ કરી દીધી છે. ખાસ કરીને આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે વિસ્તારો પ્રમાણે ક્યાંતો ઝોન વાઈઝ ટક્કર થઈ શકે છે. 2017ની સરખામણીએ આ વખતે સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે આપ પાર્ટી ઉમેદવારોની યાદી પર યાદી જાહેર કરી રહી છે, ત્યાં સુધી કે તેમણે તો મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરી દીધો. જો કે આ પાર્ટી માટે તો વકરો એટલો નફોનું ધોરણ છે. કોંગ્રેસે 40 કરતા વધારે ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ ભાજપમાં આ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોચી ચુકી છે અને ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થવા લાગશે.
અમિત શાહ, સીઓર પાટીલ , સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતા અને પદાધિકારીઓની હાજરીમાં કરાયેલા અને થઈ ચુકેલા મંથનમાં અત્યાર સુધીમાં પેનલ તો ઘડી નાખવામાં આવી છે કે કયા વિધાનસભા ક્ષેત્રમાંથી કોનું પલડુ ભારે છે અને કોણ આગળ ચાલી રહ્યું છે. ઉત્તરથી મધ્ય અને દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી ઉમેદવારોની પસંદગીમાં જાતિથી લઈ જીતના પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અનેજે તે સમયે લેવાયેલી ઉમેદવારોની સેન્સને આ પેનલમાં સમાવેશ કરવામાં આવી છે. આ યાદી જે ટીવી 9 પાસે સૌથી પહેલા પહોચી છે તે અત્રે આપના માટે પ્રસ્તુત છે કે જેના આધારે જાણી શકાશે તમારા મતક્ષેત્રમાં કયો ઉમેદવાર ટિકિટ મેળવવાની રેસમાં આગળ છે. માહિતિ સામે આવી છે તે મુજબ કુલ 77 બેઠકના ઉમેદવારો માટે ચર્ચા કરવામાં આવી જેમાં આણંદની 7, દાહોદની 6, પાટણની 4, છોટા ઉદેપુરની 3 બેઠકો તો, વડોદરા શહેર – જિલ્લાની 10 બેઠકો, ગીર સોમનાથની 4, જુનાગઢ શહેર – જિલ્લાની 5 બેઠકો માટે ચર્ચા કરાઈ.સુરત શહેર જિલ્લાની 16, કચ્છની 6 અને અમદાવાદ શહેરની 16 બેઠકો માટે ચિંતન કરવામાં આવ્યું. આ ઝોન પ્રમાણે ભાજપાના એ સિનિયર નેતાઓ અને ભૂતપૂર્વ તેમજ વર્તમાન ધારાસભ્યોની કારકિર્દિ દાવ પર લાગશે.
કયા મોટા માથાઓનું ભાવિ નક્કી થશે?
અલ્પેશ ઠાકોર , દિલીપ ઠાકોર , બળવંત સિંહ રાજપૂત ,કેતન ઈનામદાર , મધુ શ્રીવાસ્તવ , શૈલેષ મહેતા , રાજેન્દ્ર ત્રિવેદી , મનીષાબેન વકીલ , યોગેશ પટેલ , જવાહર ચાવડા , હર્ષદ રિબડીયા , મૂકેશ પટેલ , ઈશ્વર પટેલ , ગણપતસિંહ વસાવા , હર્ષ સંઘવી , સંગીતા પાટીલ , કુમાર કાનાણી , પૂર્ણેશ મોદી , પ્રદીપસિંહ જાડેજા , જગદીશ પંચાલ , પ્રદીપ પરમાર , કૌશિક પટેલનો સમાવેશ થાય છે.
હવે વાત અગર મધ્ય ગુજરાતની કરવામાં આવે તો પ્રભાતસિંહ ચૌહાણના કોંગ્રેસમાં જોડાવાના સમાચાર વચ્ચે બેઠકો પ્રમાણે ઉમેદવારોની પેનલ કંઈક આ રીતે દેખાઈ રહી છે.
પંચમહાલ મતક્ષેત્ર અને દિગ્ગજો
ગોધરા
(1) વર્તમાન ધારાસભ્ય સી.કે.રાઉલજી (2) કામિનીબેન સોલંકી (૩)રાજેન્દ્રસિંહ ચૌહાણ
કાલોલ
(1)સુમનબેન ચૌહાણ-વર્તમાન ધારાસભ્ય (2)નરેન્દ્રસિંહ ગોહિલ (૩)રાજપાલસિંહ જાદવ (૪) ફતેસિંહ ચૌહાણ (૫)જયદેવસિંહ ઠાકોર
હાલોલ
(1) જયદ્રથસિંહ પરમાર-વર્તમાન ધારાસભ્ય (૨) ભરત બારીયા (૩)રામચંદ્ર ભાઈ (4)સુભાષભાઈ પરમાર (5) જશવંતસિંહ સોલંકી
મોરવાહડફ
(૧) નિમિષાબેન સુથાર-વર્તમાન ધારાસભ્ય (૨)રમેશભાઈ ઝાલૈયા (૩) ઝાઝમબેન પારઘી (૪) વિક્રમભાઈ ડિંડોર
શહેરા
(1) જેઠાભાઇ ભરવાડ-વર્તમાન ધારાસભ્ય (2)ખાતુભાઈ પગી
તો 2017માં ભાજપ સહિત કોંગ્રેસ માટે ટફ ફાઈટ રૂપ બનેલા ભાવનગરમાં જીતુ વાઘાણી, વિભાવરી દવે , પરસોત્તમ સોલંકી , ભારતીબેન શિયાળ સહિતના ગિગ્ગજોનું ભાવી નક્કી થશે.
ભાવનગર વિધાનસભા મતક્ષેત્ર
ભાવનગર પૂર્વ
1.વિભાવરીબેન 2.રાજીવ પંડ્યા. 3.દિવ્યાબેન વ્યાસ. 4.રાજુ ઉપાધ્યાય. 5.આરતી જોશી 6.યોગેશ બદાણી
ભાવનગર પશ્ચિમ
1.જીતુભાઈ વાઘાણી. 2.ધીરુભાઈ ધામેલીયા. 3.અરુણ પટેલ. 4.ભરતસિંહ ગોહિલ 5.ડી.બી.ચુડાસમા 6.વનરાજસિંહ ગોહિલ.
ભાવનગર ગ્રામ્ય
1.પરસોત્તમ સોલંકી 2.દીપાબેન સોલંકી 3.દિવ્યેશ સોલંકી.
તળાજા
1.મહેન્દ્રભાઈ પનોત. 2.સુરેશ ધાંધલ્યા 3.ભારતીબેન શિયાળ. 4.ધીરુભાઈ શિયાળ. 5.શીવાભાઈ ગોહિલ 6.રાજુભાઈ રાણા.
મહુવા
1.બાબુભાઈ જોલીયા 2.ઘનશ્યામ પટેલ. 3.આર.સી.મકવાણા.
ગારીયાધાર
1.કેશુભાઈ નાકરાણી 2.જીતુભાઈ વાઘાણી. 3.મનસુખ માંડવીયા. 4.વી.ડી.સોરઠીયા. 5.કેતનબાપુ કાત્રોડીયા.
પાલીતાણા
1.ભીખાભાઈ બારૈયા 2.ગોપાલ વાઘેલા 3.મહેન્દ્રસિંહ સરવૈયા.
વાત અગર જામનગર ક્ષેત્રની કરવામાં આવે તો 2017માં જીતેલા કોંગ્રેસીઓ ભગવો ધારણ કરી ચુક્યા છે જો કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સ્પર્શતા મુદ્દાઓને પહેલેથીજ તારવી ગયેલા ભાજપ પક્ષે જુના , થોડા નવા અને થોડા આયાતી ઉમેદવારો સાથે પેનલ બનાવી છે.
જામનગર વિધાનસભા મતક્ષેત્ર
કાલાવડ
1.મેઘજીભાઈ ચાવડા 2.લાલજીભાઈ સોલંકી 3.અનિલભાઈ બાબરીયા 4.ડો. કલ્પેશ મકવાણા
જામનગર ગ્રામ્ય
1.રાઘવજી પટેલ 2.વલ્લભભાઈ ધારવિયા 3.તપન પરમાર 4. રણછોડ પરમાર
જામનગર ઉત્તર
1.ધર્મેન્દ્રસિંહ જાડેજા 2. જીતુભાઈ લાલ 3.લગધીરસિંહ જાડેજા 4.આર ટી જાડેજા
જામનગર દક્ષિણ
1.આર.સી. ફળદુ 2.વસુબેન ત્રિવેદી 3. જીતુભાઈ લાલ 4.સેતલબેન શેઠ 5.ગીરીશ અમેથિયા
જામજોધપુર
1.ચીમનભાઈ સાપરિયા 2.બ્રિજરાજસિંહ જાડેજા 3.સુરેશભાઈ વસરા 4. કે બી ગાગીયા 5.ચેતન કડીવાર
વાત અગર મધ્ય ગુજરાતના ખેડા વિધાનસભા મતક્ષેત્રની કરવામાં આવે તો કોંગ્રેસ, એનસીપી વચ્ચેની ટક્કર વચ્ચે ભાજપે મોટાભાગે જુનાજોગીઓ પર વિશ્વાસ વધારે કાયમ રાખવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે તો ઉત્તર ગુજરાતમાં પણ પેનલ કઈંક આવી જ જોવા મળી રહી છે.
ખેડા વિધાનસભા મતક્ષેત્રની પેનલની સ્થિતિ
નડિયાદ
1.પંકજકુમાર વિનુભાઈ દેસાઈ 2.નિખિલ પટેલ 3.સંજયભાઈ ભાસ્કરભાઈ પટેલ 4.દિપલબેન અમિતકુમાર પટેલ 5.જાહન્વીબેન મિત્તલભાઈ વ્યાસ
માતર
1.ચંદ્રેશ કનુભાઈ પટેલ 2.કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી 3.દિપતેશ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ 4.વિપુલભાઈ રસિકભાઈ કા પટેલ 5.જનકસિંહ કનુભા ઝાલા
મહેમદાવાદ
1.દિપીકાબેન જીગ્નેશકુમાર ચૌહાણ 2.અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ 3.ડો . ઘનશ્યામ સોઢા 4.પ્રવિંહસિંહ માનસિંહ ચૌહાણ 5.અજીતસિંહ મંગળભાઈ ડાભી
મહુધા
1.સંજયસિંહ વિજયસિંહ મહિડા 2.મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર 3.ધિરાજસિંહ મોતીસિંહ પરમાર 4.મહેશભાઈ પુનમભાઈ પટેલ 5.ભરતસિંહ રાયસિંહભાઈ પરમાર
ઠાસરા
1.નયનાબેન પટેલ 2.યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર 3.ચંદ્રકાન્ત છોટાભાઈ પટેલ 4.ફતેસિંહ ઉદેસિંહ ચૌહાણ 5.વિમલકુમાર દિનેશચંદ્ર ઉપાધ્યાય
કપડવંજ
1.સેજલબેન વિક્રમકુમાર બ્રહ્મભટ્ટ 2.રાજેશ મગનભાઈ ઝાલા 3.કનુભાઈ ડાભી 4.નિલેશ મણીભાઈ પટેલ 5.રાજેશ મણીભાઈ પટેલ
મહેસાણા- ઉત્તર ગુજરાત વિધાનસભા મતક્ષેત્ર
1.નીતિન પટેલ 2.રજની પટેલ 3.જશુભાઈ પટેલ 4.ગિરીશ રાજગોર 5.કૈલાશબેન પટેલ 6.કાંતિ પટેલ
વિસનગર
1.ઋષિકેશ પટેલ 2.પ્રકાશ પટેલ 3.રાજુ પટેલ 4.જશુ પટેલ 5.વર્ષા પટેલ
ખેરાલુ
1.અજમલજી ઠાકોર 2.રામાજી ઠાકોર 3.સરદાર ચૌધરી 4.ભીખા ચૌધરી 5.રમીલાબેન દેસાઈ
ઊંઝા
1.એમ.એસ.પટેલ 2.દિનેશ પટેલ 3.પારુલ પટેલ 4.નિલેશ પટેલ 5.ઋષિકેશ પટેલ
વિજાપુર
1.રમણ પટેલ 2.જશુ પટેલ 3.સુરેશ પટેલ 4.અનાર પટેલ 5.નીતિન પટેલ(ખરોડ)
બહુચરાજી
1.રજની પટેલ 2.ભગાજી ઠાકોર 3.કિરીટ પટેલ 4.નંદાજી ઠાકોર 5.નટુજી ઠાકોર
કડી
1.કરશન સોલંકી 2.અશોક પરમાર 3.ડૉ. પ્રભાકરન 4.પ્રહલાદ પરમાર 5.ઈશ્વર મકવાણા
દક્ષિણ અને મધ્ય ગુજરાત કે જેમાની મોટાબાગની બેઠક અને વિસ્તારો ને ભાજપના ગઢ માનવામાં આવે છે, મોટાભાગે હિન્દુત્વના મુદ્દાઓ પર જ્યાં ચૂંટણી લડવામાં આવે છે તે મતક્ષેત્રમાં પણ ભાજપે જુના જોગીઓઓ પર વિશ્વાસ વધારે દેખાઈ રહ્યો છે. પેનલનું લીસ્ટ જોતા તો એમ જ લાગી રહ્યું છે.
ભરૂચ વિધાનસભા મતક્ષેત્ર
અંકલેશ્વર
1. ઈશ્વરસિંહ પટેલ ( વર્તમાન ધારાસભ્ય ) 2. સુરેશ પટેલ 3.જિલ્લા પંચાયત 4.મનીષાબેન પટેલ 5.શાંતા બહેન પટેલે
ભરૂચ
1. દુષ્યંત પટેલ ( વર્તમાન ધારાસભ્ય ) 2. રમેશ મિસ્ત્રી 3.શૈલાબેન પટેલ 4.દક્ષાબેન પટેલ 5.દિવ્યેશ પટેલ
જંબુસર
1.છત્રસિંહ મોરી 2.કિરણ મકવાણા 3. ડી.કે સ્વામી 4.વિલાસબેન રાજ 5.વિરલ મોરી
વાગરા
1.અરુણસિંહ રણા 2.ખુમાનસિંહ વાંસિયા 3.સંજયસિંહ ચાવડા 4.ફતેસિંહ ગોહિલ 5.શૈલેષપટેલ 6.ધીરમ ગોહિલે
ઝઘડીયા
1.રવજીભાઈ વસાવા 2.સેવંનતુભાઈ વસાવા 3.રિતેષભાઈ વસાવા 4.દિનેશ રવજી વસાવા 5.સંવેનેતું વસાવા
સૌરાષ્ટ્ર વિસ્તારોની અગત્યની બેઠકો પર ભાજપનું વલણ કઈંક આ પ્રકારનું જોવા મળી રહ્યું છે.
મોરબી
1.કાંતિલાલ અમૃતિયા 2.બ્રિજેશભાઈ મેરજા 3.મુકેશભાઈ કુંડારીયા 4.વેલજીભાઈ પટેલ 5.મુકેશભાઈ ઉઘરેજા
ટંકારા
1.જગદીશભાઈ પનારા 2.દુર્લભજી દેથરીયા 3.અરવિંદભાઇ વાસદડિયા 4.બાવનજીભાઈ મેતલિયા 5.રવિભાઈ સનાવડા
વાકાનેર
1.કેસરીસિંહ દિગ્વિજય સિંહ ઝાલા 2.જીતેન્દ્ર કાંતિલાલ સોમાંણી 3.કોળી સમાજે માંગેલ 14 દાવેદારો માંથી એક ને મળી શકે
નર્મદા જિલ્લાનું ચિત્ર અને પેનલમાં દાવેદારો
નાંદોદ
1. શબ્દ શરણ તડવી 2. હર્ષદભાઈ વસાવા 3. ડો.રવિ દેશમુખ 4.ભારતીબેન તડવી 5.વસાવા પ્રીતિબેન
ડેડીયાપાડા
1.મોતીલાલ વસાવા 2. શંકરભાઈ વસાવા 3. મનજીભાઇ વસાવા 4. પર્યુષબેન વસાવા 5. મહેશભાઈ વસાવા
વાત સુરેન્દ્રનગર વિધાવસબા મતક્ષેત્રની કરવામાં આવે તો ટીવી 9 પાસે આવેલા દાવેદારોની યાદી કઈંક આ પ્રકારની છે
વઢવાણ
1.આઈ.કે.જાડેજા 2.વર્ષાબેન દોશી. 3.ચંદ્રેશ પટેલ. 4.ધનજીભાઈ પટેલ 5.જગદીશ મકવાણા.
ધાંગધ્રા
1.પુરુષોત્તમભાઈ સાબરીયા 2.મહેશ પટેલ 3.જસુમતી બેન ઠાકોર 4.પ્રકાશ વરમોરા 5.આઈ.કે.જાડેજા
લીંબડી
1.કિરીટસિંહ રાણા ( મંત્રી ) 2.મંજુલા બેન ધાડવી 3.પ્રકાશ કોરડીયા 4.નાગરભાઈ જીડીયા
પાટડી
1.કિશોર મકવાણા 2.પરસોત્તમભાઈ પરમાર 3.પૂનમ મકવાણા 4.અનિતાબેન પરમાર 5.રજનીકાંત જાદવ
ચોટીલા
1.શામજી ચૌહાણ 2.રામબાલકદાસજી સાધુ 3.ગીતાબેન માલકીયા 4.સુરેશભાઈ ધરજીયા 5.હરદેવસિંહ પરમાર
રાજકીય પક્ષો એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. દુભાયેલાઓ પક્ષ બદલી રહ્યા છે તે વચ્ચે ભાજપે 27 વર્ષ કરેલા શાસન બાદની સ્થિરતા તેમની ઉમેદવારો જાહરે કરવાની પધ્ધતિ પર પણ જોવા મળી રહી છે. અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી પેનલમાં તમામ મુદ્દાઓ અને પરિબળનું ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે જમીની હકિકતો પર આ ઉમેદવારો ભાજપનો ઝંડો કેવી રીતે ગાડે છે તે પણ અગત્યનું થઈ પડશે.