ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદશે ઘઉં, બાજરી, મકાઇ, જુવાર, જાણો શું ભાવે ખરીદશે

|

Feb 26, 2024 | 12:47 PM

ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રુપિયા બોનસ જાહેર કરવામાં આવેલ છે.ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદશે ઘઉં, બાજરી, મકાઇ, જુવાર, જાણો શું ભાવે ખરીદશે

Follow us on

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ સીઝનનો ઘઉં, બાજરી, જુવાર, મકાઇને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

  1. ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ – 2275 રુપિયા
  2. બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ – 2500 રુપિયા
  3. જુવાર (હાઈબ્રીડ) માટે પ્રતિ ક્વિન્ટલ – 3180 રુપિયા
  4. જુવાર (માલદંડી) માટે પ્રતિ ક્વિન્ટલ -3225 રુપિયા
  5. મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ – 2090 રુપિયા

ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રુપિયા બોનસ જાહેર કરવામાં આવેલુ છે.ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો દ્વારા 26 ફેબ્રુઆરી 2024થી 31 માર્ચ 2024 ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખરીદીનો સમયગાળો 15 માર્ચ 2024થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે. ગુજરાતના કુલ 196 ખરીદકેન્દ્રો/ગોડાઉનો પરથી આ ખરીદી કરવામાં આવશે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

 ખેડુતોએ નોંધણી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે

  •  આધારકાર્ડની નકલ.
  •  ગામ નમૂના 7-12 તથા 8-અની અદ્યતન નકલ.
  •  ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો.
  •  ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ.

• ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો