ડુંગળી અને લસણના પાકમાં ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદ બાદ પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ડુંગળી અને લસણના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
ડુંગળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી. અથવા એસીફેટ ૧૦ ગ્રામ અથવા ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુ લઈ શકાય છે.
2. જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના ગાળે પિયત આપવું.
3. પૂર્તિ ખાતર તરીકે ૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર નાઈટ્રોજન આપવો.
4. થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પીનોસેડ ૨ મીલી/૧૦ લીટર અથવા કલોરફેનાપાયર ૧૦ ઇસી ૭.૫ મી.લી./ ૧૦ લીટર પાણીમાં નાખી પહેલાં છંટકાવ પછી બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.
આ પણ વાંચો : દિવેલા અને રાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા ખેડૂતોએ રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવા જોઈએ આ ખેતી કાર્યો
લસણના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરીયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું.
2. થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી. અથવા એસીફેટ ૧૦ ગ્રામ અથવા ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે.
3. કથીરીના નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન ૧૦ મી.લી.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી