Waqf Amendment Bill : CAAના કાયદાથી એક પણ મુસ્લિમની નાગરિકતા સમાપ્ત નથી થઈ, કોંગ્રેસ મુસ્લિમોને ડરાવીને વોટબેંકની રાજનીતિ કરે છેઃ અમિત શાહ
Waqf Amendment Bill : અમિત શાહે લોકસભામાં કહ્યું કે, દેશમાં રહેતા કોઈ પણ ધર્મના લોકોને સહેજ પણ આંચ નહીં આવે, આ નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ ટર્મથી ચૂંટાઈ આવી છે અને હજુ બીજી ત્રણ ટર્મ મોદી સરકાર સત્તા પર રહેશે એ નોંધી લેજો.

Waqf Amendment Bill : લોકસભામાં અમિત શાહે વકફ સુધારા વિધેયકનુ અનુમોદન કરતા કહ્યું કે, વકફ એક અરબી શબ્દ છે. એક રીતે, જો તમે આજની ભાષામાં તેનુ અર્થઘટન કરો છો, તો તે એક પ્રકારનું સખાવતી સંપત્તિ છે. આ નવા કાયદાથી મિલ્કતની નોંધણી કરાવવી પડશે. માત્ર જાહેરાત કરવાથી મિલકત વક્ફની નહીં થાય. દેશના મુસ્લમાનો ચેરિટી કમિશનર અંતર્ગત ટ્રસ્ટની નોંધણી કરાવી શકશે. તેમણે એમ પણ કર્યું કે પોતાની મિલ્કતનું દાન થાય, બીજાની મિલ્કતનું કે જાહેર સંપતિનું દાન ના કરાય.
અમિત શાહે, કોંગ્રેસ દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, કલમ 370, રામ મંદિર, સીએએના કાયદા સમયે મુસ્લમાનોના નામે કોગ્રેસે સમગ્ર દેશમાં ઉશ્કેરાટ ફેલાવવાનું કામ કર્યું હતુ.
મુસ્લમાનોને કોંગ્રેસ ડરાવે છે, અમે નહીં
રામ મંદિર બનાવ્યું તે વખતે મુસ્લિમો રસ્તા પર ઉતરી આવશે તેવી વાતો કરતા હતા. પરંતુ દેશમાં ક્યાય પણ કોઈ રમખાણનો બનાવ બન્યો નથી. આવુ જ સીએએના કાયદા વખતે થયું. એવુ ભડાકવવામાં આવતુ હતું કે, આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા રદ કરી દેવાશે. મારે આવી વાત કહેનારા વિપક્ષના નેતાઓને પુછવુ છે કે 2 વર્ષ થયા. એક કિસ્સો તો બતાવો કે આ કાયદાથી દેશના કોઈ મુસ્લિમની નાગરિકતા રદ થઈ હોય.
કાશ્મીરમાંથી ધારા 370 હટાવી ત્યારે પણ લોહીની નદીઓ વહેવાની વાતો કરાઈ હતી. કાશ્મીરમાં ઓમર અબ્દુલાની સરકાર આવી. આતંકવાદ સમાપ્ત થયો. રાજ્યનો વિકાસ થયો. પ્રવાસન પ્રવૃતિ વધી છે. પરંતુ કોંગ્રેસ મુસ્લમાનોને ડરાવી ડરાવીને વોટ બેંક જાળવી રાખે છે. મુસ્લમાનોને અમે ક્યારેય ડરાવ્યા નથી.
મોદી સરકાર હજુ બીજી ત્રણ ટર્મ સત્તામાં આવશે
અમિત શાહે લોકસભામાં કહ્યું કે, દેશમાં રહેતા કોઈ પણ ધર્મના લોકોને સહેજ પણ આંચ નહીં આવે, આ નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ ટર્મથી ચૂંટાઈ આવી છે અને હજુ બીજી ત્રણ ટર્મ મોદી સરકાર સત્તા પર રહેશે એ નોંધી લેજો. વક્ફ સુધારા બિલથી મુસ્લમાનોને અનેકગણો લાભ થવાનો છે. પસમંદા મુસલમાન, અહેમદિયા મુસલમાન, મહિલાઓને પણ ધ્યાને લેવામાં આવશે. દેશનો મુસલમાન હવે ટ્ર્સ્ટ એક્ટ હેઠળ ચેરીટેબલ ટ્ર્સ્ટ રચી શકશે.
દેશમાં બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો