કોરોના મહામારીએ ઔષધીય વનસ્પતિ (Medicinal Plants)ઓનું મહત્વ વધુ વધાર્યું છે. આ મહામારી (Pandemic)ને કારણે, આપણે બધાએ આપણા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને ઔષધીય વનસ્પતિઓના મહત્વને વધુ સારી રીતે સમજવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે બજારમાં ઔષધીય ઉત્પાદનોની માગ વધી છે, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. ઓછા ઉત્પાદન અને વધુ માગને કારણે ખેડૂતો(Farmers)ને ઔષધીય પાકોના સારા ભાવ મળી રહ્યા છે. આ કારણોસર, વધુ આવકની ઇચ્છામાં ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળ્યા છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને મદદ કરી રહી છે.
અશ્વગંધા, ગીલોય, ભૃંગરાજ, સતાવર, ફુદીનો, મોગરા, તુલસી, એલોવેરા, બ્રાહ્મી, શંખપુષ્પી અને ગુલર વગેરે જેવા ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. કેટલાક ઔષધીય છોડ છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. ત્યારે કંપનીઓ સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે ઔષધીય છોડનો ઉપયોગ કરે છે. ત્યારે આ પાકની ખેતી ખેડૂતોને બંને સ્વરૂપમાં કમાણી કરવાની તક આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આમાં નફો પરંપરાગત પાકની ખેતી કરતા અનેક ગણો વધારે છે.
તમામ ઔષધીય ફૂલો અને ફળોનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે. આમાં આમળા, લીમડો અને ચંદનનું મહત્વ છે. રોપ્યા પછી તેઓ સૌપ્રથમ ઝાડનું રૂપ ધારણ કરે છે અને પછીથી તેમના પાંદડા, છાલ, ફૂલો, ફળો, મૂળ અને દાંડીના તમામ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે. જો કે, તેમાં લાંબા ગાળે કમાણી શરૂ થાય છે.
જો ખેડૂતો ઓછા સમયમાં નફો મેળવવા માંગતા હોય તો તેઓ અન્ય છોડ વાવી શકે છે. તેમાં ઇસબગોલ, તુલસી, એલોવેરા, હળદર અને આદુ હોય છે. હવે કંપનીઓ પહેલેથી જ ખેડૂતોનો સંપર્ક કરે છે અને જ્યારે પાક તૈયાર થાય છે, ત્યારે તેઓ સીધા ખેતરમાંથી લઈ જાય છે. આવામાં ખેડૂતોને ગ્રાહક અને બજારમાં જવાની પણ ચિંતા કરવાની જરૂર નથી.
સરકાર ખેડૂતોને ઔષધીય છોડની ખેતી માટે પણ મદદ કરી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં ઔષધીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારો પણ તેમના સ્તરે ઔષધીય છોડની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આમાં બીજ પરના અનુદાનથી લઈને તાલીમ સુધીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ખેડૂતો તેમના જિલ્લાના બાગાયત વિભાગનો સંપર્ક કરીને આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો: Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: Google Photos ના આ ત્રણ શાનદાર ઓપ્શનથી મિનિટોમાં શેર કરી શકશો હાઈ ક્વાલિટી ફોટો-વીડિયો, જાણો આ સરળ રીત