AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કેટલીકવાર Truecaller પર, આપણો નંબર અને નામ વિપરીત દેખાય છે. આપણે ઇચ્છીએ તો પણ Truecaller પરથી આપણી ઓળખ કાઢી શકતા નથી અને પરેશાન થવા માંડીએ છીએ. તો ચાલો જાણીએ ટ્રુકોલરમાંથી તમારું નામ અને નંબર કેવી રીતે દૂર કરવો.

Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:46 PM
Share

જો તમે ટ્રુકોલર (Truecaller) પરથી તમારો નંબર અને નામ હંમેશ માટે હટાવવા માંગતા હોવ, જેથી તમારી ઓળખ ગુપ્ત રહે, તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે આજે અમે તમને Truecallerમાંથી નામ અને નંબર દૂર કરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમે Truecaller પરથી તમારું નામ અને નંબર કાયમ માટે દૂર પણ કરી શકો છો. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ.

જાણો ટ્રુકોલર તમારો ડેટા કેવી રીતે લે છે?

Truecaller પરથી નામ અને નંબર કાઢી નાખતા પહેલા જાણી લો કે તે તમામ યુઝર્સના સ્માર્ટફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્ક વિગતો જનરેટ કરે છે. ભલે કોઈએ તેનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ તેમ છતાં તમારો નંબર અને નામ Truecallerના ડેટાબેઝમાં હાજર છે, કારણ કે કદાચ કોઈ અન્ય તમારો નંબર વાપરતું હશે, જ્યાંથી તમારો ડેટાબેઝ Truecaller પર સંગ્રહિત છે.

આપને જણાવી દઈએ કે જો તમે આ એપનો ઉપયોગ કરો છો, તો તમે આ સેવામાંથી તમારો નંબર દૂર નહીં કરી શકો. નંબર કાઢી નાખવા માટે તમારે તમારું એકાઉન્ટ બંધ કરવું પડશે. જો તમે તમારો નંબર ડિલીટ કરીને અન્યના સંપર્કની વિગતો જાણવા માંગતા હોવ તો તે શક્ય નથી. તો ચાલો જાણીએ કે iPhone અને Android ફોન પર Truecaller એકાઉન્ટને કેવી રીતે નિષ્ક્રિય કરવું.

Android માં Truecaller ને કેવી રીતે નિષ્ક્રિય કરવું

સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે પછી ઉપરના ડાબા ખૂણામાં પીપલ આઇકોન પર ટેપ કરો પછી સેટિંગ્સ પર જાઓ ત્યાર બાદ તમારે એબાઉટમાં જવું પડશે ત્યાં તમને ડિએક્ટિવેટ એકાઉન્ટ મળશે, જ્યાં તમે તેને નિષ્ક્રિય કરી શકો છો

iPhone પર Truecaller ને કેવી રીતે નિષ્ક્રિય કરવું

સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે તે પછી ઉપર જમણી બાજુએ ગિયર આઇકોન પર ટેપ કરો. ત્યાર બાદ એબાઉટ ટ્રુકોલર પર જાઓ આ વિકલ્પમાં તમને સૌથી નીચે ટ્રુકોલરને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ મળશે તમે અહીંથી તમારા એકાઉન્ટ પર ક્લિક કરીને નિષ્ક્રિય કરી શકો છો

ટ્રુકોલરમાંથી તમારો નંબર કેવી રીતે ડિલીટ કરવો

સૌથી પહેલા તમારે truecaller ના અનલિસ્ટ પેજ પર જવું પડશે દેશના કોડ સાથે તમારો નંબર દાખલ કરો, દા.ત. +911100404040 તે પછી અનલિસ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરીને કારણ આપો તે પછી વેરિફિકેશન કેપ્ચા ભરો તે પછી તમારે અનલિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે આ કર્યા પછી, Truecaller 24 કલાક પછી તમારો નંબર કાઢી નાખશે.

આ પણ વાંચો: Bajra Production In India : ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કિસાન ઉત્પાદન સંગઠન

આ પણ વાંચો: Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">