NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

|

Jul 01, 2024 | 7:06 AM

CBI NEET-UG પેપર લીક કેસની તપાસ કરી રહી છે. CBIએ હવે ગુજરાતના ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી છે. તેના પર આરોપીઓ સાથે સંપર્ક અને મિલીભગતનો આરોપ છે.

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ
neet paper leak update cbi

Follow us on

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ કરી છે.

સીબીઆઈએ રવિવારે આ કેસમાં પટેલના રિમાન્ડ મેળવવા પંચમહાલ જિલ્લા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે કેસ સીબીઆઈની વિશેષ અદાલતના અધિકારક્ષેત્રમાં આવે છે, જેના પગલે સીબીઆઈએ અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સીબીઆઈએ શનિવારે મોડી રાત્રે દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. કલાકો અગાઉ પંચમહાલ જિલ્લા અદાલતે ચાર આરોપીઓ – તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદ અને આરીફ વોરાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા – જેને પહેલા પંચમહાલ જિલ્લાના શિક્ષા અધિકારી એ 8 મે એ નોંધેલી FIRમાં ગોધરા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ગોધરામાંથી શાળાના શિક્ષકની ધરપકડ

સીબીઆઈએ જય જલારામ સ્કૂલના ચેરમેન પટેલનું નિવેદન 27 જૂને નોંધ્યું હતું, જ્યારે તેમણે ગોધરાના પરવડી અને ખેડા જિલ્લામાં એક જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બે કેન્દ્રોની મુલાકાત લીધી હતી. પંચમહાલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ શનિવારે મોડી રાત્રે પટેલની ધરપકડ કરી હતી અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

રિમાન્ડ અરજીમાં CBIએ કહ્યું છે કે પટેલ પર “આરોપીઓ સાથે સંપર્કમાં હોવાની શંકા છે, જેઓ પહેલાથી જ કેસમાં છે અને ગેરરીતિઓથી વાકેફ હતા”. પટેલ ગોધરા કેન્દ્રમાં NEET-UG ગેરરીતિઓમાં પકડાયેલો છઠ્ઠો આરોપી છે.

સીબીઆઈ ખાનગી શાળાઓ પર નજર રાખે છે

સીબીઆઈએ પાંચમા ધરપકડ કરાયેલા આરોપી – પરશુરામ રોય, ઈમિગ્રેશન એજન્ટ અને રોય ઓવરસીઝના માલિકની કસ્ટડી માંગી ન હતી. ગુરુવારે, સીબીઆઈએ ગુજરાતના ઓછામાં ઓછા છ સ્થાનિક વિદ્યાર્થીઓના નિવેદનો રેકોર્ડ કર્યા હતા.

જેમણે કેન્દ્રમાં NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈએ શાળાના માલિક દીક્ષિત પટેલ તેમજ ગોધરામાં આવેલી શાળાના અન્ય કર્મચારીઓ અને ખેડા જિલ્લાના પડલમાં આવેલી તેની બીજી શાળાના નિવેદનો પણ નોંધ્યા હતા. બુધવારે 5 મેના રોજ કથિત NEET-UG ગેરરીતિઓની તપાસના ભાગરૂપે CBIની વિશેષ ટીમે બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી.

Next Article