Tata Elxsi Stock Price : ટાટા ગ્રુપના આ શેરે રોકાણકારોને અમીર માલામાલ બનાવ્યા, રૂપિયા 10,000 ના રોકાણને 6 લાખ બનાવ્યા
Tata Elxsi Stock Price : ટાટા ગ્રુપ(TATA GROUP)ના શેરોએ શેરબજારમાં રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. ટાટા ગ્રુપના રોકાણકારો પર ધનવર્ષા થઈ રહી છે. ટાટાના આ શેર પર દાવ લગાવનારા હવે અમીર બની ગયા છે. ટાટા ગ્રૂપનો Tata Elxsi શેર રોકેટની ઝડપ કરતાં પણ વધુ ઝડપથી ચાલી રહ્યો છે.
કેવી રીતે બમ્પર કમાણી મળી
Tata Elxsi સ્ટોકે છેલ્લા 5 વર્ષમાં લગભગ 507 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, કંપનીના શેરે છેલ્લા 3 વર્ષમાં 907 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. 10 વર્ષમાં કંપનીના શેરમાં 5,879 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
Tata Elxsi નો બિઝનેસ શું છે?
Tata Elxsi ઓટોમોટિવ, મીડિયા અને ટેલિકોમ્યુનિકેશન્સ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન સહિત બહુવિધ બિઝનેસ સેક્ટરમાં ડિઝાઇન અને ટેકનિકલ સુવિધા પૂરી પાડે છે. કંપની આર્કિટેક્ચરથી લઈને લોન્ચિંગ અને તેનાથી આગળ ઓટોમોટિવ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ડસ્ટ્રીઝમાં R&D, ડિઝાઈન અને પ્રોડક્ટ એન્જિનિયરિંગ સેવાઓમાં સંકળાયેલી છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ
વિશ્લેષકો માને છે કે રોકાણકારોએ આ સ્ટોક વર્તમાન સ્તરે રાખવો જોઈએ પરંતુ વધુ હિસ્સો ખરીદવાનું ટાળવું જોઈએ. અર્હિંટ કેપિટલના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ મિલન વાસુદેવે સ્ટોક માટે રૂ. 8000-8200નો ટાર્ગેટ રાખ્યો છે.
શેરહોલ્ડિંગ પેટર્ન કેવી છે ?
કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, સામાન્ય લોકો કંપનીમાં 56.08 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, પ્રમોટરો પાસે 43.92 ટકા હિસ્સો છે.
શુક્રવારે કંપનીનો શેર 0.38 ટકાના ઘટાડા સાથે રૂ.7,815 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 9.73 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં શેરમાં 16.78 ટકાનો વધારો થયો છે. આ શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 24.04 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો