આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 6 રૂપિયાનો શેર પહોંચ્યો 660 રૂપિયા પર

28 ફેબ્રુઆરી 2014 ના રોજ શેરના ભાવ માત્ર 5.83 રૂપિયા હતા. આજે શેરના ભાવ 663.05 રૂપિયા પર છે, એટલે કે 10 વર્ષમાં શેરમાં થયેલા વધારાથી રોકાણકારોને 88,000 રૂપિયાના રોકાણ પર જ કરોડપતિ બનાવ્યા છે. 24 માર્ચ, 2023 ના રોજ ભાવ 433 રૂપિયાના 1 વર્ષની નીચી સપાટીએ હતો.

આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 6 રૂપિયાનો શેર પહોંચ્યો 660 રૂપિયા પર
Multibagger Stocks
Follow Us:
| Updated on: Mar 02, 2024 | 4:53 PM

વાહનોની સ્વીચ, હોર્ન અને લાઈટ બનાવતી કંપની યુનો મિન્ડાના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. અંદાજે 10 વર્ષ પહેલા કંપનીના શેર 6 રૂપિયાથી ઓછા ભાવે માર્કેટમાં ઉપલબ્ધ હતા. આજે 2 માર્ચના રોજ યુનો મિન્ડાના શેરના ભાવ 660 રૂપિયાથી વધારે છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારો 90 હજાર રૂપિયાથી ઓછા રોકાણ દ્વારા કરોડપતિ બની ગયા છે.

નિષ્ણાંતોએ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી

બ્રોકરેજ ફર્મ માને છે કે, યુનો મિન્ડાના શેરમાં હજું પણ વધારે થવાની શક્યતા છે. નિષ્ણાંતોએ આ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. આજે કંપનીના શેર BSE પર 0.42 ટકાના વધારા સાથે 663.05 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

88,000 રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવ્યા

28 ફેબ્રુઆરી 2014 ના રોજ યુનો મિન્ડાના શેરના ભાવ માત્ર 5.83 રૂપિયા હતા. આજે શેરના ભાવ 663.05 રૂપિયા પર છે, એટલે કે 10 વર્ષમાં યુનો મિંડાના શેરમાં થયેલા વધારાથી રોકાણકારોને 88,000 રૂપિયાના રોકાણ પર જ કરોડપતિ બનાવ્યા છે. જો છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 24 માર્ચ, 2023 ના રોજ ભાવ 433 રૂપિયાના એક વર્ષની નીચી સપાટીએ હતો.

આજનું રાશિફળ તારીખ : 25-01-2025
LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો

શેરના ભાવ હાઈ લેવલથી લગભગ 9 ટકા નીચે

આ સ્તરેથી 10 મહિનામાં શેરમાં અંદાજે 68 ટકા ઉછળ્યો જોવા મળ્યો છે. 12 જાન્યુઆરી, 2024 ના કંપનીના શેર 726.85 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જો કે શેરોની આ તેજી થોડી અટકી ગઈ છે અને હાલ તે હાઈ લેવલથી લગભગ 9 ટકા નીચે છે. સ્વિચ બિઝનેસમાં Uno Minda 67 ટકા બજાર હિસ્સો ધરાવે છે. કંપની સ્વિચ, હોર્ન અને લાઇટ જેવા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. તે તેના પોર્ટફોલિયોમાં વધુ ઉત્પાદનો ઉમેરી શકે છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સેગમેન્ટમાં તેના ગ્રાહકો વધી રહ્યા છે.

આ પણ વાંચો : IPO ભરતા લોકો માટે કમાણીની તક! ખેતી સંબંધિત મશીન બનાવતી કંપનીનો 5 માર્ચે ખુલશે આઈપીઓ

બ્રોકરેજ ફર્મ જિયોજીત બીએનપી પરિબાસનો અંદાજ છે કે, તેની આવક નાણાકીય વર્ષ 2024 અને નાણાકીય વર્ષ 2026 વચ્ચે વાર્ષિક 27 ટકાના ચક્રવૃદ્ધિ દર પર વધી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બ્રોકરેજએ તેનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 792 રૂપિયા આપ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">