Stock Market Tips Scam : શેરબજારમાં 1500 કરોડની ઠગાઈ સામે આવી, માસ્ટરમાઈન્ડ દુબઈ ફરાર થયો
Stock Market Tips Scam : શેરબજારમાં જેમ જેમ સામાન્ય લોકોનો રોકાણ તરફ રસ વધી રહ્યો છે, તેની સાથે જ માર્કેટમાં છેતરપિંડી(Fraud)ના નવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તાજેતરમાં આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો.1500 કરોડના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હનીફ શેખ હોવાનું સામે આવ્યું છે.
Stock Market Tips Scam : શેરબજારમાં જેમ જેમ સામાન્ય લોકોનો રોકાણ તરફ રસ વધી રહ્યો છે, તેની સાથે જ માર્કેટમાં છેતરપિંડી(Fraud)ના નવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તાજેતરમાં આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ભેજાબાજોનું એક ગ્રુપ સામાન્ય રોકાણકારોને બલ્ક મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા શેરો ખરીદવા tips આપી અને શેરની કિંમત-વોલ્યુમ સાથે ચેડા કરીને પૈસા કમાણી કરતા હતા.આ મામલાની તપાસમાં રૂપિયા 1500 કરોડના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હનીફ શેખ હોવાનું સામે આવ્યું છે. માર્કેટ અને શેરોમાં હેરાફેરીના મામલે સેબી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. છેલ્લા 4 વર્ષમાં, સૌથી મોટા ‘પમ્પ-એન્ડ-ડમ્પ’ શેરબજારનું સંચાલન કરતા નિયમનકાર સેબીના રડાર પર હતા. હવે લેટેસ્ટ અપડેટ એ છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હનીફ શેખ ભારતમાંથી ફરાર છે અને દુબઈમાં વૈભવી જીવન જીવી રહ્યો છે.
126 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ કરાયો
સેબીએ 135 કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સામાન્ય રોકાણકારોને પણ આવી છેતરપિંડીથી સાવધ રહેવા જણાવ્યું છે. આ સાથે સેબીએ આ સંસ્થાઓ પાસેથી ખોટી રીતે કમાયેલા 126 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ સમગ્ર રેકેટ પાછળ હનીફ શેખ નામનો એક વ્યક્તિ હતો જેને સેબીએ પોતાના તપાસ રિપોર્ટમાં આ ગેંગનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે.
ગેંગની મોડ્સ ઓપરેન્ડી
છેતરપિંડી કરનારાઓની આ ગેંગ 3 ભાગમાં કામ કરતી હતી. પીવી ઇન્ફ્લુએન્સર્સ , એસએમએસ મોકલનારા અને ઑફલોડર્સ એટલે કે જેઓ છેલ્લામાં શેર વેચીને નફો કમાય છે. આ ટોળકી 5 સ્મોલકેપ શેરોની હેરાફેરી કરીને સામાન્ય રોકાણકારોને છેતરતી હતી.
સૌપ્રથમ ભાવ-વોલ્યુમ ઇન્ફ્લુએન્સર્સ શેરોમાં નકલી ટ્રેડિંગ દ્વારા ભાવ અને વોલ્યુમમાં વધારો કરતા હતા. તે પછી, આ ટોળકીનો બીજો ભાગ એટલે કે બલ્ક મેસેજ મોકલનારા સામાન્ય રોકાણકારોને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા આ શેર ખરીદવાની સલાહ આપતા હતા.
જ્યારે સામાન્ય રોકાણકારોની ખરીદી પછી શેરના ભાવમાં વધારો થતો હતો ત્યારે આ ગેંગનો ત્રીજો ભાગ એટલે કે ઓફ-લોડર્સ પહેલાથી જ જમા થયેલા શેરને આ વધેલા ભાવે વેચીને કમાણી કરી લેતા હતા.
અભિનેત્રીઓ સાથે તસ્વીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી
લોકોનું ધ્યાન ખેંચવા માટે, શેખે મિસ દિવા યુનિવર્સ 2015 અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને મોડલ સના શેખ સાથે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. સોશિયલ હેન્ડલની પ્રોફાઇલમાં શેખે પોતાને એક બ્રોકિંગ ફર્મનો હેડ ગણાવ્યો છે.