શેરબજારમાં વેચવાલીને કારણે 3 અબજોપતિની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, ગૌતમ અદાણીને થયું સૌથી વધારે નુકશાન

|

Dec 31, 2023 | 1:15 PM

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા મૂજબ સંયુક્ત રીતે એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. આ ઉપરાંત તેમની સાથે વોરેન બફેટ, જેફ બેઝોસ, મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનો પણ સમાવેશ થાય છે. વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં 8300 કરોડથી વધુની ઘટાડો થયો છે.

શેરબજારમાં વેચવાલીને કારણે 3 અબજોપતિની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, ગૌતમ અદાણીને થયું સૌથી વધારે નુકશાન
Gautam Adani

Follow us on

ગઈકાલે એટલે કે, બુધવારે ભારતની સાથે અમેરિકા અને યુરોપના શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ તોફાન એટલું જોરદાર હતું કે, તેમાં દુનિયાના 288 અબજોપતિને કરોડો રૂપિયાનું નુકશાન થયું. સૌથી વધારે ફટકો દુનિયાના સૌથી અમીર એલોન મસ્કને થયું. આ સાથે જ એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હતા, જેને કરોડોનું નુકશાન થયું.

એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા મૂજબ બંનેને સંયુક્ત રીતે એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. આ ઉપરાંત તેમની સાથે વોરેન બફે, જેફ બેઝોસ, મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનો પણ સમાવેશ થાય છે. વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં 8300 કરોડથી વધુની ઘટાડો થયો છે.

આ અબજોપતિઓએ સૌથી વધુ સંપત્તિ ગુમાવી

વિશ્વના 10 અબજોપતિઓએ એક અબજ ડોલરથી વધુની સંપત્તિ ગુમાવી છે. તેમાં અમેરિકાના 5 અબજપતિનો સમાવેશ થાય છે. જેમાં ઈલોન મસ્કનું નામ ટોપ પર છે અને તેમની સંપત્તિમાં 7.21 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

સૌથી વધારે ઘટાડો ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો

આ લિસ્ટમાં ભારતના ત્રણ અબજપતિઓના નામ છે. સૌથી વધારે ઘટાડો ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો છે. બુધવારે શેરબજારમાં ઘટાડાને કારણે અદાણીની સંપત્તિમાં $4.84 બિલિયનનો ઘટાડો થયો છે. ત્યારબાદ મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનું નામ છે.

આ પણ વાંચો : ડિફેન્સ સેક્ટરની આ સરકારી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, આ વર્ષે મલ્ટિબેગર સ્ટોકે આપ્યું 160 ટકાથી વધારે રિટર્ન

3 અબજપતિઓની સંપત્તિમાં એક અબજ ડોલર કે તેથી વધુનો વધારો થયો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદી મૂજબ 33 અબજોપતિ એવા હતા જેમની સંપત્તિમાં ન તો વધારો થયો કે ન તો ઘટાડો થયો. બીજી તરફ 179 અબજપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. જેમાં 3 અબજપતિઓની સંપત્તિમાં એક અબજ ડોલર કે તેથી વધુનો વધારો થયો છે. જેમાં જાપાનના તાદાશી યાનાઈનો સમાવેશ થાય છે, જેની સંપત્તિમાં 1.49 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ અમેરિકાના લેરી પેજની સંપત્તિમાં $1.39 બિલિયનનો વધારો થયો છે અને સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં $1.32 બિલિયનનો વધારો થયો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:01 pm, Thu, 21 December 23