7 ઓગસ્ટથી શરૂ થશે રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરલાઇન્સ, મુંબઈ-અમદાવાદ વચ્ચે ઉડશે પહેલી ફ્લાઈટ
રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન અકાશ એર આવતા મહિને 7 ઓગસ્ટથી કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ હશે.
રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની એરલાઇન કંપની અકાસા એર આવતા મહિને 7 ઓગસ્ટથી કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદના રૂટ પર ઉડાન ભરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર ઉડાન ભરવા માટે અકાસ એર (Akasa Air) બોઈન્સના 737 MAX એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. અકાસા એર એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ ફ્લાઈટની ટિકિટનું વેચાણ 28 જુલાઈથી શરૂ થશે. કંપનીએ કહ્યું કે 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી રૂટ પર ફ્લાઈટ સેવાઓ પણ શરૂ થશે.
13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રૂટ પર પણ સેવાઓ શરૂ થશે
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7 ઓગસ્ટથી કાર્યરત મુંબઈ-અમદાવાદ રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ અને 13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.
Akasa Air બે બોઇંગ 737 MAX એરક્રાફ્ટ સાથે વ્યાપારી સેવાઓ શરૂ કરશે. બોઇંગે એક એરક્રાફ્ટની ડિલિવરી અકાસા એરને આપી છે, જ્યારે બીજા એરક્રાફ્ટની ડિલિવરી આ મહિનાના અંતમાં આપવામાં આવશે.
અકાસા એર પ્રથમ વર્ષમાં તેના કાફલામાં દર મહિને બે વિમાન ઉમેરશે
અકાસા એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ અય્યરે જણાવ્યું હતું કે, “અમે નવા બોઇંગ 737 MAX એરક્રાફ્ટ સાથે મુંબઈ અને અમદાવાદ રૂટ પર અમારી સેવાઓ શરૂ કરી રહ્યા છીએ. અમે અમારી નેટવર્ક વિસ્તરણ યોજનાઓને સમર્થન આપવા અને દેશના વધુને વધુ શહેરોને જોડવા માટે તબક્કાવાર અભિગમ અપનાવીશું. અમે પ્રથમ વર્ષમાં અમારા કાફલામાં દર મહિને બે એરક્રાફ્ટ ઉમેરીશું.
Akasa Air બોઇંગ પાસેથી 72 MAX એરક્રાફ્ટ ખરીદશે
જણાવી દઈએ કે, Akasa Air એ આ મહિને 7 જુલાઈના રોજ ઉડ્ડયન નિયમનકાર DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવ્યું હતું. Akasa Air એ 26 નવેમ્બર, 2021 ના રોજ 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે બોઇંગ સાથે સોદો કર્યો, DGCA એ ઓગસ્ટ 2021 માં મેક્સ વિમાનોને ફ્લેગ ઓફ કર્યા પછી જ.