Investment In India : સિંગાપોરમાં ઉદ્યોગપતિઓને મળ્યા PM મોદી, ભારતમાં આ સ્થળે રોકાણ કરવા કર્યું સૂચન, જાણો
સિંગાપોરની ટોચની કંપનીઓના નેતાઓ સાથેની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું, "જો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે, તો તે ભારતમાં છે. રોકાણકારોએ એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા માટે ભારતમાં આવવું જોઈએ." જેમા તેમણે ખાસ જગ્યાનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી સિંગાપોરની બે દિવસીય મુલાકાતે છે. અહીં ઉદ્યોગપતિઓને મળતાં PM મોદીએ તેમને ભારત આવવા અને કાશીમાં રોકાણ કરવા કહ્યું હતું. બંને દેશોના ટોચના નેતાઓએ રાજકીય ભાગીદારી સુધારવા માટે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી.
ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે વિશેષ મહત્વ
PM મોદીએ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધારવાના ઉપાયો પર ચર્ચા કરી. PMની આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે વિશેષ મહત્વ ધરાવે છે.
સિંગાપોરના વડા પ્રધાન સાથેની PM મોદીની બેઠક દરમિયાન, દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલા કરારમાં ડિજિટલ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, મેડિકલ સેક્ટર અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસના મુદ્દા સામેલ છે.
બિઝનેસ લીડર્સે ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું
PM મોદીએ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી અને ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારા પર પ્રકાશ પાડ્યો અને બિઝનેસ લીડર્સને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા. પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને ભારત આવીને કાશીમાં રોકાણ કરવા કહ્યું.
60 વર્ષ પછી કોઈ સરકારને ત્રીજી વખત જનાદેશ મળ્યો
સિંગાપોરની ટોચની કંપનીઓના નેતાઓ સાથેની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું, “આ મારો ત્રીજો કાર્યકાળ છે. જેઓ ભારતથી પરિચિત છે તેઓ જાણતા હશે કે 60 વર્ષ પછી કોઈ સરકારને ત્રીજી વખત જનાદેશ મળ્યો છે. તેની પાછળનું કારણ મારી સરકારની નીતિઓમાં લોકોનો વિશ્વાસ છે.”
સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર
ઉડ્ડયન ક્ષેત્રમાં રોકાણ માટે અપીલ કરતાં, PM મોદીએ વધુમાં કહ્યું કે “જો વિશ્વમાં કોઈ સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે, તો તે ભારતમાં છે. એમઆરઓ બનવું એ અમારી પ્રાથમિકતા છે. “રોકાણકારોએ એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા માટે ભારતમાં આવવું જોઈએ.”