AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં તેજીની ભારે અસર, રોકાણકારોએ રૂ. 36,201,963,600,000ની કરી કમાણી, જાણો કઈ કંપનીએ કેટલો કર્યો નફો

ચાલુ નાણાકીય વર્ષમાં નિફ્ટીમાં 8.62 ટકાનો વધારો જોવા મળ્યો છે. 31 માર્ચ 2023ના રોજ નિફ્ટી 17,359.75 પોઈન્ટ પર બંધ થયો હતો અને આજે બંધ 18,856.85 પોઈન્ટ પર જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે નિફ્ટીએ 82 દિવસમાં 1,497.1 પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

શેરબજારમાં તેજીની ભારે અસર, રોકાણકારોએ રૂ. 36,201,963,600,000ની કરી કમાણી, જાણો કઈ કંપનીએ કેટલો કર્યો નફો
Stock market boom
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 6:16 PM
Share

137 દિવસ પછી, શેરબજાર ટોચ પર પહોંચીને અને રેકોર્ડ સ્તરે બંધ થયું. ચાલુ નાણાકીય વર્ષમાં ફરી એકવાર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ભારતીય શેરબજારમાં જોવા મળ્યો છે અને તેઓએ $9 બિલિયનનું રોકાણ કર્યું છે. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4500 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ 1500 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ, શેરબજારમાં એક ડઝનથી વધુ એવી કંપનીઓ હતી, જેણે 137 દિવસ પછી બજારને તેના રેકોર્ડ સ્તર પર લાવવામાં મદદ કરી. તેમાંથી ITC અને ટાટા મોટર્સનું નામ મુખ્ય રીતે લઈ શકાય છે. જેમના શેરમાં 1 ડિસેમ્બરથી 33 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ લિસ્ટમાં RILનું કોઈ નામ નથી, જ્યારે ટાટા ગ્રુપની ત્રણ કંપનીઓનો સપોર્ટ માર્કેટમાં જોવા મળ્યો છે. આવો અમે તમને આંકડાઓની ભાષામાં પણ સમજાવવાનો પ્રયાસ કરીએ કે, શેરબજારમાં કેવા પ્રકારની તેજી જોવા મળી છે.

સેન્સેક્સ 7.5 ટકાથી વધુ વધ્યો

  • ચાલુ નાણાકીય વર્ષમાં સેન્સેક્સમાં 7.68 ટકાનો વધારો જોવા મળ્યો છે.
  • ગયા નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 58,991.52 પોઈન્ટ પર બંધ થયો હતો.
  • જ્યારે આજે સેન્સેક્સનો રેકોર્ડ 63,523.15 પોઈન્ટ પર છે.
  • આ દરમિયાન સેન્સેક્સમાં 4,531.63 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
  • જો કે, આજે સેન્સેક્સ 63,588.31 પોઈન્ટ સાથે રેકોર્ડ પર પહોંચી ગયો છે.
  • છેલ્લી વખત સેન્સેક્સ 1 ડિસેમ્બરે રેકોર્ડ હાઈ પર ગયો હતો.

નિફ્ટીમાં જબરદસ્ત તેજી જોવા મળી છે

બીજી તરફ નિફ્ટીમાં પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષમાં નિફ્ટીમાં 8.62 ટકાનો વધારો જોવા મળ્યો છે. 31 માર્ચ 2023ના રોજ નિફ્ટી 17,359.75 પોઈન્ટ પર બંધ થયો હતો અને આજે બંધ 18,856.85 પોઈન્ટ પર જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે નિફ્ટીએ 82 દિવસમાં 1,497.1 પોઈન્ટ્સનો વધારો કર્યો છે. જો કે, આજે નિફ્ટી 18,875.90 પોઈન્ટની વિક્રમી સપાટી પર પહોંચી ગયો હતો. જો નિષ્ણાતોનું માનીએ તો આવનારા મહિનામાં તે 20 હજારના આંકડાને પાર કરી શકે છે.

82 દિવસમાં રોકાણકારો પર 36.20 કરોડ રૂપિયાનો વરસાદ થયો

શેરબજારના રોકાણકારોએ આ નાણાકીય વર્ષમાં મોટો ફાયદો કર્યો છે. રોકાણકારોનું નુકસાન અને નફો BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલ છે. શેરબજારના આંકડા મુજબ, ગયા નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSEનું માર્કેટ કેપ રૂ. 2,58,19,896 કરોડ હતું અને આજે બજાર બંધ થયા પછી માર્કેટ કેપ વધીને રૂ. 2,94,40,092.36 કરોડ પર પહોંચી ગયું છે. આ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. 36,20,196.36 કરોડનો વધારો થયો છે. એટલે કે 82 દિવસમાં BSEના માર્કેટ કેપમાં 14 ટકાનો વધારો થયો છે.

આ કંપનીઓએ સૌથી વધુ નફો કર્યો

  • 1 ડિસેમ્બરથી ITCના શેરમાં 33.4 ટકાનો વધારો થયો છે.
  • ટાટા મોટર્સે 137 દિવસમાં 33.1 ટકાનું વળતર આપ્યું છે, જે અન્ય કંપનીઓ કરતાં ઘણું સારું છે.
  • નેસ્લે ઈન્ડિયાએ પણ 1 ડિસેમ્બરથી બે આંકડામાં વળતર આપ્યું છે, જે 14.4 ટકા છે.
  • લાર્સન એન્ડ ટુબ્રોએ 1 ડિસેમ્બરથી માર્કેટમાં 13.2 ટકાનું વળતર આપ્યું છે.
  • 1 ડિસેમ્બરથી અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 13.2 ટકાનો વધારો થયો છે.
  • આ લિસ્ટમાં ટાટા ગ્રૂપની બીજી કંપની ટાઈટન 1 ડિસેમ્બરથી માર્કેટમાં 12.5 ટકા ઊછળી છે.
  • પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરમાં 1 ડિસેમ્બરથી 12.2 ટકાનો વધારો જોવા મળ્યો છે.
  • 1 ડિસેમ્બરથી ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 10.6 ટકાનો વધારો થયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">