કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે

|

Sep 14, 2021 | 1:56 PM

કોરોનાકાળમાં ગુજરાતમાં  પેટ્રોલનું માથાદીઠ વેચાણ ૧૦ લીટર ઘટ્યું છે. ૬ કરોડ ગુજરાતીઓ અનુસાર ઇંધણની માત્ર ૬૦ કરોડ લીટર થાય છે. આજની ૧ લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 98 .04 રૂપિયા છે જેની ગણતરી કરવામાં આવે તો 5,882.4 કરોડ રૂપિયાના ઇંધણની બચત ગુજરાતીઓએ કરી છે તેમ કહી શકાય .

સમાચાર સાંભળો
કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે
Symbolic Image

Follow us on

કોરોનાએ આપણને કટોકટીમાં મુક્યા હતા. આ રોગચાળાએ શારીરિક કરતા માનસિક અને આર્થિક નુકશાન વધુ પહોચાડ્યું છે. અનેક ક્ષેત્રોમાં મોટા પરિવર્તન આવ્યા છે. દરરોજ ઓફિસે જતા લોકો ઘરેથી કામ કરતા થયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકો સંક્રમણથી બચવા પોતાનું વાહન ઉપયોગમાં લે છે અથવા મુસાફરી ટાળે છે. માંગ ઘટતાં ચીજ વસ્તુઓની હેરફેર પણ ઓછી થઇ અને ખર્ચ ઉપર કપ મૂકતાં લોકોએ મનપસંદ સ્થળે ફરવા જવાનું ઓછું કર્યું હતું.

આ તમામ પરિવર્તન નકારાત્મક અને હકારાત્મક બંને પ્રકારની અસર છોડી ગયા છે. મુંબઈના હજારો ડબ્બાવાળા , સ્કૂલવાન સંચાલન સાથે સંકળાયેલા , હોટલ અને ટ્રાવેલ્સ સહિતના રોજગાર લગભગ ઠપ્પ થવા જેવી સ્થિતિમાં આવ્યા હતા તો બીજીતરફ લોકોને ઘરેથી કામ કરવા સહિતના વિકલ્પ મળ્યા અને સાથે નવી રોજગારીની તક ઉભી થઇ તો બીજી ખર્ચ પણ ઘટ્યા છે.

આ તમામ વચ્ચે એક રસપ્રદ માહિતી એ સામે આવી રહી છે કે કોરોનાકાળમાં ગુજરાતમાં  પેટ્રોલનું માથાદીઠ વેચાણ ૧૦ લીટર ઘટ્યું છે. ૬ કરોડ ગુજરાતીઓ અનુસાર ઇંધણની માત્ર ૬૦ કરોડ લીટર થાય છે. આજની ૧ લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 98 .04 રૂપિયા છે જેની ગણતરી કરવામાં આવે તો 5,882.4 કરોડ રૂપિયાના ઇંધણની બચત ગુજરાતીઓએ કરી છે તેમ કહી શકાય .

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

બિહારને બાદ કરતા દેશના તમામ રાજ્યમાં આ સમયગાળા દરમ્યાન ઇંધણની મંગમાં ઘટાડો આવ્યો છે. એક નજર કરીએ આંકડાકીય માહિતી ઉપર

STATE 2018-19 2019-20 2020-21 (P) Diffrence
GUJARAT 21216.4 22535.6 21994.4 -541.2
MAHARASHTRA 21017.2 20796.8 17858.2 -2938.6
DELHI 4890.5 4621.4 2911.2 -1710.2
WEST BENGAL 8788.9 9308.5 8489.0 -819.5
BIHAR 5242.3 5396.9 5518.1 121.2

 

વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે લોકડાઉન સહિતના નિયંત્રણો લગાયા બાદ મુસાફરી ઓછી થવાથી અને લોકડાઉનના કારણે લોકો ઘરમાંજ રહ્યા હોવાથી કોરોના ગાઈડલાઇનના પ્રતિબંધોને કારણે મુસાફરોની ગતિશીલતામાં ઘટાડો થવાથી આ અસર દેખાઈ છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ આયોજન અને વિશ્લેષણ સેલ (PPAC) દ્વારા સંકલિત ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં મોટર સ્પિરિટ (MS) અથવા પેટ્રોલનું માથાદીઠ વેચાણ ગત નાણાકીય વર્ષમાં 8 કિલો (આશરે 10 લિટર) ઘટ્યું છે.

PPAC ના અહેવાલો અનુસાર રાજ્ય માટે પેટ્રોલનું માથાદીઠ વેચાણ નાણાકીય 2020-21માં ઘટીને 26.2 કિલોગ્રામ થયું છે જે 2019-20માં 34.2 કિલોગ્રામ હતું. વેચાણમાં પેસેન્જર કાર, ટેક્સી, ટુ અને થ્રી વ્હીલર્સ માટે વેચવામાં આવતા પેટ્રોલનો સમાવેશ થાય છે.

એપ્રિલ 2020-માર્ચ 2021 માં પેટ્રોલનું વેચાણ 18.60 લાખ ટન રહ્યું હતું, જે એપ્રિલ 2019-માર્ચ 2020 માં વેચાણ થયેલ 20.66 લાખ ટન પેટ્રોલ કરતાં 10% નો ઘટાડો દર્શાવે છે. રોગચાળાથી પ્રેરિત લોકડાઉન સાથે મુસાફરી પર પ્રતિબંધ તેમજ મોટાભાગના લોકો ઘરેથી કામ કરતા હોવાથી પેટ્રોલનો એકંદર વપરાશ ઓછો થયો છે તેમ સેક્ટરના દિગ્ગજોનું માનવું છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA) ના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે “મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા જ્યારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ હતી જેના કારણે 2020-21માં એકંદર વાહનોની અવરજવર ઘટી હતી. અવર – જ્વરમાં ઘટાડાની અસર બળતણના વપરાશ ઉપર થવાની ધારણા હતી. 2020-21માં પેટ્રોલનો વપરાશ અંદાજિત 8%ઘટ્યો હતો, ”

ગેલાણીએ ઉમેર્યું હતું કે, “માંગની સ્થિતિમાં હાલમાં થોડો સુધારો થયો છે પરંતુ વેચાણમાં એકંદરે ઘટાડો ચાલુ રહ્યો છે કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ હજુ સુધી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી અને બહારગામની મુસાફરી હજી પૂરજોશમાં શરૂ થઈ નથી.”

હાલ પેટ્રોલની કિંમત 98.04 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 95.49 રૂપિયા પ્રતિ લીટર છે. હાઇ સ્પીડ ડીઝલ (HSD) નું વેચાણ પણ 2020-21માં 9% ઘટીને 50.89 લાખ ટન થયું છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 56.07 લાખ ટન હતું. PPAC વધુમાં જણાવે છે કે, નાણાંકીય વર્ષ 21 માં 92.9 કિલોગ્રામથી માથાદીઠ વેચાણ નાણાંકીય વર્ષ 21 માં ઘટીને 71.7 કિલો થયું હતું. HSDનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં વ્યાપારી વાહનો, ટ્રક, બસ, ખાનગી વાહનો અને પંપમાં બળતણ તરીકે થાય છે.

 

આ પણ વાંચો : Multibagger Stock : આ speciality chemical સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા, એક વર્ષમાં આપ્યું 400% રિટર્ન

 

આ પણ વાંચો : RBI Alert : તમારી એક ભૂલ Bank Account ખાલી કરી શકે છે ! જાણો કઈ રીતે છેતરપિંડીથી બચી શકાય

Next Article