Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકટની ગતીએ ઉચકાયા અદાણી ગ્રુપના તમામ શેર, સસ્તા શેર પણ ભારે ઉછળ્યાં, 50 હજાર કરોડની કરી કમાણી

અદાણી ગ્રીનના શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અદાણી પાવરના શેરમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. એસીસી, અદાણી ટોટલ ગેસ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેરમાં પણ 4-5 ટકાનો વધારો થયો છે.

રોકટની ગતીએ ઉચકાયા અદાણી ગ્રુપના તમામ શેર, સસ્તા શેર પણ ભારે ઉછળ્યાં, 50 હજાર કરોડની કરી કમાણી
Adani Group shares rose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 12:25 PM

બુધવારે ભલે અદાણી ગ્રૂપના શેરના ભાવનો ઉછાળો થોડો ઓછો જોવા મળી રહ્યો હોય, પરંતુ મંગળવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર રોકેટની ઝડપે ઉછળ્યાં હતા. BSE પાસેથી મળેલા આંકડા અનુસાર, અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં 2 ટકાથી 10 ટકાનો વધારો થયો છે. જેના કારણે અદાણી ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 50 હજાર કરોડથી વધુનો વધારો થયો છે. હાલમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 10.6 લાખ કરોડ રૂપિયા છે.

આંકડાઓની વાત કરીએ તો અદાણી ગ્રીનના શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જ્યારે અદાણી પાવરના શેરમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. એસીસી, અદાણી ટોટલ ગેસ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેરમાં પણ 4-5 ટકાનો વધારો થયો છે. ગૌતમ અદાણીનું જૂથ દેવું ઘટાડવા માટે વિવિધ કંપનીઓમાં હિસ્સો વેચી રહ્યું છે. જેના કારણે કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. તે પછી પણ, 24 જાન્યુઆરી, 2023 પછી જૂથ કંપનીઓના શેર 1 ટકાથી ઘટીને 83 ટકા થઈ ગયા છે. જેનું સૌથી મોટું કારણ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ છે, જેમાં અદાણી પર સૌથી મોટી એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મંગળવારે 1.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. 2465.4 પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 5358 કરોડનો વધારો જોવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,81,050 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 28 ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં 1,11,424 કરોડનું નુકસાન થયું છે.

Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?
ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?

અદાણી ગ્રીન ના શેરમાં મંગળવારે 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. 1089.2 પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 15,682 કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 1,72,525 કરોડ રૂપિયા છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 43.1 ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં 1,30,588 કરોડનું નુકસાન થયું છે.

અદાણી પોર્ટનો સ્ટોક મંગળવારે 1.9 ટકા વધ્યો હતો અને કંપનીનો સ્ટોક રૂ. 749.4 નો થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 3089 કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,61,870 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 1.5 ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં 2484 કરોડનું નુકસાન થયું છે.

અદાણી પાવરના શેરમાં મંગળવારે 9.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 260 થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં 8447 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,00261 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 5.4 ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં 5728 કરોડનું નુકસાન થયું છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરમાં મંગળવારે 7.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 834.8 પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 6849 કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 93,121 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 69.7 ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં 2,14,325 કરોડનું નુકસાન થયું છે.

અંબુજા સિમેન્ટના શેરમાં મંગળવારે 4.2 ટકાનો વધારો થયો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 440.3 થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં 3515 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 87,418 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીના શેરમાં 11.7 ટકાનો ઘટાડો થયો છે અને માર્કેટ કેપમાં 11,576 કરોડનું નુકસાન થયું છે.

અદાણી ટોટલ ગેસના શેરમાં મંગળવારે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 662.5 થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં 3464 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 72,857 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક 83 ટકા નીચે છે અને માર્કેટ કેપમાં 3,54,469 કરોડનું નુકસાન થયું છે.

અદાણી વિલ્મરના શેરમાં મંગળવારે 4.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 416.7 થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 2333 કરોડનો વધારો જોવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 54,151 કરોડ રૂપિયા છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીના શેરમાં 27.3 ટકાનો ઘટાડો થયો છે અને માર્કેટ કેપમાં 20,340 કરોડનું નુકસાન થયું છે.

ACCના શેરમાં મંગળવારે 4.8 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. 1892 થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં 1642 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 35,528 કરોડ છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક હજુ પણ 19 ટકા નીચે છે અને માર્કેટ કેપમાં 8,342 કરોડનું નુકસાન છે.

NDTVના શેરમાં મંગળવારે 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. 238.8 પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 73 કરોડનો વધારો જોવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 1539 કરોડ રૂપિયા છે. જો કે, 24 જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક લગભગ 16 ટકા નીચે છે અને માર્કેટ કેપમાં 200 કરોડનું નુકસાન થયું છે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">