AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : અબજોપતિઓની દુનિયામાં ગૌતમ અદાણીનો દબદબો, મસ્ક-અંબાણીને પાછળ છોડીને બન્યા નંબર-1 !

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મંગળવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 3.03 અબજ ડોલર એટલે કે લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને $63.8 બિલિયન થઈ ગઈ છે.

Breaking news : અબજોપતિઓની દુનિયામાં ગૌતમ અદાણીનો દબદબો, મસ્ક-અંબાણીને પાછળ છોડીને બન્યા નંબર-1 !
Gautam Adani ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:10 AM
Share

વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. અબજોપતિઓની દુનિયામાં તે ફરી એકવાર ટોપ 20માં આવી ગયા છે. તેમજ 25 જુલાઈના રોજ દુનિયાના કોઈ પણ અબજોપતિની સંપત્તિ તેમનાથી વધુ વધી નથી. મતલબ કે, મંગળવારે સંપત્તિમાં વધારાની બાબતમાં એલોન મસ્ક અને મુકેશ અંબાણી પણ ગૌતમ અદાણીની પાછળ રહી ગયા છે. વાસ્તવમાં મંગળવારે ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે તેની સંપત્તિમાં વધારો થયો છે. આગામી દિવસોમાં અદાણીની સંપત્તિમાં હજુ વધુ વધારો જોવા મળી શકે છે. આ વધારા પછી ગૌતમ અદાણીની કુલ સંપત્તિ કેટલી થઈ ગઈ છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો

લાંબા સમય બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મંગળવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 3.03 અબજ ડોલર એટલે કે લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને $63.8 બિલિયન થઈ ગઈ છે. જો કે, આ વર્ષે અદાણીની સંપત્તિમાં $ 56.7 બિલિયનનો ઘટાડો થયો છે, જે થોડા સમય પહેલા સુધી $ 60 બિલિયનથી વધુ પહોંચી ગયો હતો. જો કે, આ વધારાને કારણે, તેની એન્ટ્રી વિશ્વના ટોચના 20 અબજપતિઓની યાદીમાં થઈ ગઈ છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો

બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો, પરંતુ તે સાધારણ રહ્યો હતો. સતત બે દિવસના ઘટાડા સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 245 મિલિયન ડોલર જોવા મળી છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને $95.3 બિલિયન થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેઓ $99.5 બિલિયન સુધી પહોંચી ગયા હતા. જો કે, આ વર્ષે તેમની નેટવર્થમાં $8.15 બિલિયનનો વધારો થયો છે અને તેઓ વિશ્વ અને એશિયાના 12મા સૌથી ધનિક બિઝનેસમેન છે.

એલોન મસ્કની સંપત્તિમાં ઘટાડો

બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે ગૌતમ અદાણીની નેટવર્થમાં $2.70 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ ઘટીને 236 અબજ ડોલર થઈ ગઈ છે. જો કે, મસ્કની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ $99.1 બિલિયનનો વધારો જોવા મળ્યો છે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">