તિરુપતિ બાલાજીને 50 વર્ષ બાદ કેમ નહીં મળે નંદિની ઘી, હવે કેવી રીતે બનશે મહાપ્રસાદ?

આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય મંદિરોની રેન્કમાં ટોચ પર હોવા ઉપરાંત તેના લાડુ (Laddu) માટે પણ જાણીતું છે. જે અહીં આવતા ભક્તોને પ્રસાદમ અથવા નૈવેદ્યમ તરીકે આપવામાં આવે છે.

તિરુપતિ બાલાજીને 50 વર્ષ બાદ કેમ નહીં મળે નંદિની ઘી, હવે કેવી રીતે બનશે મહાપ્રસાદ?
Tirupati Devasthanam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 5:27 PM

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુપતિ બાલાજીનું (Tirupati Balaji) મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી બિરાજમાન છે. આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય મંદિરોની રેન્કમાં ટોચ પર હોવા ઉપરાંત તેના લાડુ (Laddu) માટે પણ જાણીતું છે. જે અહીં આવતા ભક્તોને પ્રસાદમ અથવા નૈવેદ્યમ તરીકે આપવામાં આવે છે. તિરુપતિ બાલાજીના મહાપ્રસાદ તરીકે ગણાતા લાડુને ‘પોટુ’ નામના ગુપ્ત રસોડામાં શુદ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી વગેરેની મદદથી તૈયાર કરવામાં આવે છે.

કંપનીએ ઘી આપવાની ના પાડી

જે લાડુ તિરુપતિ બાલાજીના ભક્તો માત્ર મંદિરમાં જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં તેમના ઘરેથી મંગાવી શકે છે તેને બનાવવા માટે વપરાતા ઘી અંગે સંકટ આવવાની સંભાવના છે. કારણ કે તેને સપ્લાય કરતી કંપની KMF (કર્ણાટક મિલ્ક) ફેડરેશન)એ રાહત દરે દેવસ્થાનોને ઘી સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે.

તિરુપતિ દેવસ્થાનમ અને KMF છેલ્લા પાંચ દાયકાથી અતૂટ સંબંધ ધરાવે છે. KMF ના નંદિની દેશી ઘીનો ઉપયોગ મંદિરમાં તૈયાર કરવામાં આવતા મહાપ્રસાદ બનાવવા માટે થાય છે.

કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો

કંપનીએ કેમ હાથ ઉંચા કર્યા

કંપનીએ છેલ્લા 6 મહિનામાં તિરુપતિ દેવસ્થાનમને સબસિડીવાળા ભાવે 14 લાખ કિલો ઘી સપ્લાય કર્યું હતું, પરંતુ હવે તેણે આ મંદિર માટેના ટેન્ડરને એમ કહીને છોડી દીધું છે કે તે ઓછી કિંમતે નંદિની ઘી આપવામાં અસમર્થ છે. કંપનીની દલીલ છે કે કર્ણાટકમાં દૂધની અછતને કારણે હવે તેની કિંમત વધારવી તેમની મજબૂરી બની ગઈ છે.

આ પણ વાંચો : Shivparvati Upasna : આપના સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે અધિક શ્રાવણની પૂનમે કરેલ શિવ-પાર્વતીની વિશેષ ઉપાસના !

આ જ કારણ છે કે તેણે ઓછા ભાવે ઘી ન વેચવાનો નિર્ણય લીધો છે. કંપનીનો દાવો છે કે જો કોઈ કંપની ઓછી કિંમતે તિરુપતિ દેવસ્થાનમને ઘીનો સપ્લાય કરવા માટે બિડ કરે છે તો તે ચોક્કસપણે તેની ગુણવત્તા સાથે સમાધાન કરશે. જેની અસર સીધી ભગવાન તિરુપતિના પ્રસાદ પર જોવા મળશે.

ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે લાડુ

તિરુપતિ બાલાજીનો પ્રસાદ પરંપરાગત રીતે મંદિરના કેટલાક ખાસ રસોઈયા દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. જો કે, પ્રસાદમની વધતી માગને પહોંચી વળવા માટે એક મશીન પણ આવી ગયું છે, જેની મદદથી એક દિવસમાં લગભગ 6 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે લોકો તેની નકલ પણ કરી શકતા નથી.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">