અનેક વિધ લાભની પ્રાપ્તિ કરાવશે ઓમકાર ! બસ, મંત્રની જેમ કરી લો તેનો જાપ !
માન્યતા અનુસાર ઓમકારના (Omkar) જાપથી સાધકને અનેક પ્રકારના શારીરિક અને માનસિક લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે ૐ ના જાપથી માનસિક તાણ દૂર થાય છે. જાપ કરનારની ગભરામણની સમસ્યા પણ દૂર થાય છે.
હિન્દુ ધર્મમાં ઓમકારનું આગવું જ મહત્વ છે. ૐને સ્વયં બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવે છે. કહે છે કે જ્યારે એક મંત્રની જેમ ઓમકારનો જાપ થાય છે, ત્યારે તે સાધકની તમામ ઇચ્છાઓને પૂર્ણ કરી દે છે. તે શારીરિક અને માનસિક પીડાઓનું સમાધાન પણ આપે છે. અને વ્યક્તિની અંદર રહેલી સૂક્ષ્મ શક્તિઓને જાગ્રત પણ કરે છે. આવો, તે જ વિશે આજે વિગતે માહિતી મેળવીએ.
અત્યંત ફળદાયી ઓમકાર જાપ
⦁ ઓમકારની વિશેષતા જ એ છે કે તે ખૂબ જ સરળ છે ! એટલે કે તેને સરળતાથી યાદ રાખી શકાય છે. અને એટલી જ સહજતાથી તેનું ઉચ્ચારણ પણ કરી શકાય છે. એમાંય જ્યારે એક મંત્રની જેમ ૐનો જાપ કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિના ભાગ્યને પણ બદલી દે છે !
⦁ માન્યતા અનુસાર ઓમકારના જાપથી શારીરિક અને માનસિક વ્યાધિઓ દૂર થાય છે ! ઓમકારના જાપથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. તો બીજી તરફ તે દેહની તમામ નાડીઓને શુદ્ધ કરી દે છે. જેને લીધે વ્યક્તિનું આભા મંડળ શુદ્ધ થાય છે. અને સાથે જ વ્યક્તિમાં છૂપાયેલી સૂક્ષ્મ શક્તિઓ પણ જાગ્રત થઈ જાય છે.
⦁ માન્યતા અનુસાર ઓમકારના જાપથી સાધકને અનેક પ્રકારના શારીરિક અને માનસિક લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે ૐ ના જાપથી માનસિક તાણ દૂર થાય છે. જાપ કરનારની ગભરામણની સમસ્યા પણ દૂર થાય છે.
⦁ ૐના નિત્ય જાપથી સાધકની પાચન શક્તિ સુધરે છે. તે ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે. શરીરમાં નવીન કોશિકાઓનું નિર્માણ કરે છે. તો સાથે જ અનેક પ્રકારના વિકાર દૂર કરી લોહીને શુદ્ધ કરે છે.
⦁ કહે છે કે જો કોઈ વ્યક્તિને કામ કરતી વખતે થાક લાગતો હોય અને જો તે વચ્ચે રોકાઈને ઓમકારનો જાપ કરે તો તેનો બધો જ થાક દૂર થઈ જાય છે !
⦁ એક માન્યતા અનુસાર તો ઓમકારનો જાપ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતામાં પણ વધારો કરે છે. તેનાથી વ્યક્તિની સ્મરણ શક્તિ તેમજ નિર્ણાયક શક્તિ પણ વધે છે.
⦁ કહે છે કે 3, 5, 7, 11, 21 કે 31 ની સંખ્યામાં ઓમકારના જાપથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. આ જાપ માટે સાધક માળાનો પ્રયોગ પણ કરી શકે છે ! જાપ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો સાધકે બે મિનિટ ધ્યાન લગાવવું. તેનાથી ચિત્તને પરમ શાંતિની અનુભૂતિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)