હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓના નામ પર મંદિરોમાં લહેરાવેલ ધ્વજ કે ધ્વજાનું ઘણું મહત્વ છે (Hindu Flag Significance) . તમે જોયું હશે કે મહાભારત (Mahabharat) માં ભગવાન હનુમાન (Lord Hanuman) સ્વયં અર્જુન (Arjun) ના રથ પર ધ્વજ સ્વરૂપે બિરાજતા હતા. આજે પણ, લોકો ઘણી વાર પોતપોતાની આરાધના અનુસાર પવિત્ર ધ્વજ તેમના વાહનમાં મૂકે છે. લોકો તેમની તમામ ઇચ્છાઓ સાથે ઉત્સવો વગેરે જેવા તહેવારો પર મંદિરોમાં અર્પણ કરવા માટે તેમની ક્ષમતા અનુસાર નાના અથવા મોટા ધ્વજ ચડાવવા પોહચે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધ્વજા કોઈપણ મંદિર અથવા ઘરમાં શા માટે લહેરાવવામાં આવે છે ? આ પવિત્ર ધ્વજને લહેરાવવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? ચાલો જાણીએ ધ્વજ સાથે જોડાયેલા ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ વિશે અને તેનાથી સંબંધિત સરળ ઉપાયો વિશે.
એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું, તે સમયે તમામ દેવતાઓએ તેમના રથ પર મૂકેલા તમામ પ્રતીકો તેમના ધ્વજ બની ગયા હતા. મંદિર, વાહન વગેરેમાં આ ધ્વજ લગાવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. મંદિરોમાં લગાવવામાં આવેલા ધ્વજ પાછળ એવી માન્યતા છે કે તે માત્ર મંદિરની જ નહીં પરંતુ સમગ્ર શહેરની રક્ષા કરે છે.
સનાતન પરંપરામાં ધ્વજને સંસ્કૃતિ, વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ધાર્મિક ધ્વજ ફરકાવવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જો ધ્વજ ઘરમાં લગાવવો હોય તો તેને હંમેશા ઘરની ઉપર પશ્ચિમ કોણમાં લગાવવો જોઈએ. પશ્ચિમ કોણમાં મુકવામાં આવેલ ધર્મધ્વજ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.
દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના દેવી-દેવતા સંબંધિત ધ્વજ લગાવી શકે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર સ્વસ્તિક અથવા ૐ લખેલા ત્રિકોણાકાર કેસરી ધ્વજ ખૂબ જ શુભ માનવમાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેસરી ધ્વજમાં જો ઉગતા સૂર્યના કિરણો હોય તો તે અત્યંત શુભ માનવમાં આવે. જે અંધકારનો નાશ કરે છે અને માત્ર વિશ્વમાં જ નહીં પરંતુ વ્યક્તિના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે.
હિંદુ ધર્મમાં, દરેક દેવતા સાથે સંબંધિત ધ્વજ તેમના વાહનનું પ્રતીક ધરાવે છે. જેમ વિષ્ણુના ધ્વજ પર ગરુડ, શિવના ધ્વજ પર વૃષભ, બ્રહ્માના ધ્વજ પર કમળનું ચિહ્ન, ગણપતિના ધ્વજ પર ઉંદર, સૂર્યનારાયણના ધ્વજ પર વ્યોમ, દેવી દુર્ગાના ધ્વજ પર સિંહ, કાર્તિકેયના ધ્વજ પર મોર, કામદેવના ધ્વજ પર મકરનું ચિહ્ન છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા
આ પણ વાંચો: ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ
Published On - 8:55 pm, Thu, 3 February 22