Guru Vakri 2023: દેવ ગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી મેષ રાશિમાં થશે વક્રી, આ 4 રાશિના લોકોને ભારે નુકસાન થવાની છે શક્યતા
Jupiter Retrograde 2023:4 સપ્ટેમ્બરથી ગુરુ મેષ રાશિમાં Iગોચર થશે. મેષ રાશિ પર મંગળનું શાસન છે અને મંગળ સાથે ગુરુનો સંબંધ મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ મંગળની રાશિમાં રાહુની સાથે ગુરુનું ગોચર શુભ સંકેત નથી આપી રહ્યું. આ 4 રાશિના લોકોના સમસ્યા આવી શકે છે, વાંચો એ ચાર રાશિ કઇ છે.
Guru Vakri 2023: દેવ ગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી મેષ રાશિમાં વક્રી (Guru Vakri )થઇને ગોચર કરશે. ગુરુ 4 સપ્ટેમ્બરે મેષ રાશિમાં પોતાનો ચાલ બદલશે અને રાહુ સાથે વિરુદ્ધ દિશામાં આગળ વધશે. ગુરુ એક શુભ ગ્રહ માનવામાં આવે છે જે કારકિર્દી અને દાંપત્ય જીવન પર શુભ અસર કરે છે. ગુરૂ ગ્રહની વક્રી થવાને કારણે ઘણી રાશિઓને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ કે જ્યારે ગુરુ મેષ રાશિમાં રાહુ સાથે વક્રી ચાલ ચાલશે ત્યારે કઈ રાશિના જાતકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : બુધવારે અજમાવો આ ઉપાય, ગજાનન થશે પ્રસન્ન,વિઘ્નો થશે દુર, મળશે આશીર્વાદ
વૃષભ પર વક્રી ગુરુની અસર
વૃષભ રાશિના જાતકોએ ગુરુ મેષ રાશિમાં વક્રી થવા પર પ્રતિકૂળ અસરોનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમારા જૂના રોગો ફરી ઉભરી શકે છે. પૈસાના મામલામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક બાબતોમાં કોઈ ખોટો નિર્ણયની તમને ખરાબ અસર પડી શકે છે. જો તમે ક્યાંક નાણા રોકવા અથવા નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો,આ સમય યોગ્ય નથી. સંબંધીઓ સાથે પૈસાની લેવડ-દેવડ ન કરવી. ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરો.
મિથુન રાશિ પર વક્રી ગુરુની અસર
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું ગોચર મુશ્કેલીઓ વધારી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે. આ તમારા કામ પર અસર કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તમારો વિવાદ થઈ શકે છે. આ સમયે લગ્ન સંબંધી નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ. જે લોકો પરિણીત છે તેમના જીવનમાં કોઈક પ્રકારની ગેરસમજના કારણે ઝઘડો થઈ શકે છે. ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો અને વડીલોનું સન્માન કરો.
કન્યા રાશિ પર વક્રી ગુરુની અસર
મેષ રાશિમાં ગુરુનું ગોચર કન્યા રાશિના લોકો માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમને વિવાહિત જીવન અને પારિવારિક બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાની બાબતમાં ખોટો નિર્ણય લેવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આ સમયે પૈસા સંબંધિત કોઈ નિર્ણય ન લેવો . તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે તમારા સંબંધો બગડી શકે છે. જો તમે નવી જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો,હાલ ટાળો ભગવાન સત્ય નારાયણની કથાનો પાઠ કરો.
વૃશ્ચિક રાશિ પર વક્રી ગુરુની અસર
ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં અચાનક નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક એવા ખર્ચ થઈ શકે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. તમારે મન વગરના કેટલાક લોકો સાથે મુલાકાત કરવી પડી શકે છે. પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે છે અને તમારા માતા-પિતા સાથેના તમારા સંબંધો પર પણ અસર પડી શકે છે. વ્યર્થ ખર્ચ વધશે અને તમારે ક્યાંકથી લોન લેવી પડી શકે છે. ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને તુલસી છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તેની પ્રદક્ષિણા કરો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો