IPL 2025ની તારીખ જાહેર, આ દિવસે રમાશે પ્રથમ મેચ

આ વખતે IPL કઈ તારીખથી શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ માહિતી આપી. IPLની આગામી સીઝન અંગેનો નિર્ણય BCCIની ખાસ સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. બેઠક બાદ રાજીવ શુક્લાએ તારીખની જાહેરાત કરી છે.

IPL 2025ની તારીખ જાહેર, આ દિવસે રમાશે પ્રથમ મેચ
IPL 2025Image Credit source: insidesport
Follow Us:
| Updated on: Jan 12, 2025 | 7:02 PM

IPL 2025 સીઝન અંગે એક મોટી અપડેટ આવી છે. આ વખતે IPL કઈ તારીખથી શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે, IPLની આગામી સીઝન અંગેનો નિર્ણય BCCIની ખાસ સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. બેઠક બાદ રાજીવ શુક્લાએ તારીખની જાહેરાત કરી છે.

IPL 2025ની તારીખ જાહેર

IPL 2025 સીઝન 23 માર્ચથી શરૂ થશે. સિઝનની પહેલી મેચ કઈ ટીમો રમશે તે હજુ નક્કી નથી. મીડિયા સાથે વાત કરતા રાજીવ શુક્લાએ કહ્યું કે બેઠકમાં ફક્ત એક જ મુખ્ય મુદ્દો હતો અને તે હતો ખજાનચી અને સચિવની પસંદગી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે IPL કમિશનરની નિમણૂક પણ એક વર્ષ માટે કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે IPL 2025 23 માર્ચથી શરૂ થશે. તો મહિલા પ્રીમિયર લીગ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
Baba Vanga Prediction : 2025 માટે આ રાશિના લોકો માટે બાબા વેંગાએ કરી ચોંકાવનારી આગાહી
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી

તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત IPL 22 માર્ચે શરૂ થઈ હતી જ્યારે સીઝનની પહેલી મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. જ્યારે, ફાઇનલ 26 મેના રોજ KKR અને હૈદરાબાદની ટીમો વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ KKR ટીમ ફાઇનલ જીતી અને ત્રીજી વખત ચેમ્પિયન બની. તેથી આ વખતે ફાઇનલ મેચ KKR ના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે પણ મોટી અપડેટ

તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે BCCI એ ટીમ પસંદ કરવા માટે ICC પાસે વધુ સમય માંગ્યો છે. આવી સ્થિતિમાં, રાજીવ શુક્લાએ ટીમ ક્યારે પસંદ કરવામાં આવશે તે અંગે પણ એક મોટી અપડેટ આપી. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિની બેઠક 18 કે 19 જાન્યુઆરીએ યોજાશે. એટલે કે આ પછી જ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">