બુધવારે અજમાવો આ ઉપાય, ગજાનન થશે પ્રસન્ન,વિઘ્નો થશે દુર, મળશે આશીર્વાદ

જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશને લગતા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી તમારૂ ભાગ્ય ચમકી ઉઠશે અને ધારેલા કાર્યમાં સફળતા મળશે, આ ઉપાય ક્યાં છે તે જાણવા માટે વાંચો આ લેખ.

બુધવારે અજમાવો આ ઉપાય, ગજાનન થશે પ્રસન્ન,વિઘ્નો થશે દુર, મળશે આશીર્વાદ
Wednesday remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 12:18 PM

બુધવાર (wednesday)નો દિવસ પ્રથમ પુજ્ય ગણપતિ મહારાજને સમર્પિત છે. આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ વરસે છે. હિંદુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓ પહેલા ગજાનનની પૂજા કરવામાં આવે છે અને કોઈપણ શુભ કાર્યક્રમનું આમંત્રણ સૌથી પહેલા ગજાનનને આપવામાં આવે છે, જેથી કાર્ય સિદ્ધ થઈ શકે.

આ પણ વાંચો : 09 August PANCHANG : આજે શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની નોમ ? 9 ઓગસ્ટ બુધવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

જેના પર રિદ્ધિ-સિદ્ધિના દાતા પોતાના આશીર્વાદ વરસાવે, તેના જીવનના તમામ દુ:ખ અને કષ્ટો દૂર થઈ જાય છે. જો જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે, તો જ્યોતિષમાં બુધવારે ભગવાન ગણેશને લગતા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે બાધાઓ દૂર કરે છે, જેને કરવાથી સૂતેલું ભાગ્ય ફરી ચમકે છે. જાણો કયા તે ઉપાયો વિશે.

કેનેડામાં જલ્દી મળી જશે PR કરવું પડશે આ એક કામ ! જાણો
ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર
કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
Baba Vanga Prediction : 2025 માટે આ રાશિના લોકો માટે બાબા વેંગાએ કરી ચોંકાવનારી આગાહી
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
  1. ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે. એટલા માટે બુધવારે ગજાનનની પસંદગીના મોદક ચઢાવવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી.
  2. ખરાબ આર્થિક સ્થિતિ સુધારવા માટે બે મુઠ્ઠી મગની દાળ લઈને તેને પોતાની ઉપરથી ફેરવીને બુધવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરવી. સૂર્યોદય પહેલા આ ઉપાય કરવાથી ધનની તંગી દૂર થવા લાગે છે.
  3. ગણપતિ બાપ્પાને દૂર્વા ઘાસ ખૂબ પ્રિય છે, એટલા માટે બુધવારે રિદ્ધિ-સિદ્ધિ આપનારને દુર્વા ઘાસ અર્પણ કરવું ખૂબ જ શુભ ઉપાય માનવામાં આવે છે. આમ કરવાથી ગજાનની કૃપા વરસવા લાગે છે.
  4. જો કામમાં કોઈ અડચણ આવતી હોય તો ગજાનનના કપાળ પર સિંદૂર લગાવો, પછી થોડું સિંદૂર લઈને કપાળ પર લગાવો. આ ઉપાય કરવાથી મળે છે દરેક કાર્યમાં સફળતા.
  5. જીવનમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે બુધવારે વ્યંઢળોને પૈસાનું દાન કરવું જોઈએ.બદલામાં તેની પાસેથી એક રૂપિયનો સિક્કો માંગો અને તેને પૂજા સ્થાન પર રાખો, આનાથી તમને મળશે ભાગ્યનો સાથ.
  6. બુધવારે મગની દાળનું દાન કરવું અને ખાવું શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે.
  7. ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા મેળવવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને બુધના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ.
  8. જો તમે દેવાથી પરેશાન છો, તો બુધવારે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો એ ખૂબ જ સારો ઉપાય છે. આમ કરવાથી ઋણ માંથી મુક્તિ મળે છે.
  9. કુંડળીમાં બુધ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે બુધવારે બહેન અને ભત્રીજીને ભેટ આપવી જોઈએ.તેની સાથે મોટી બહેનના ચરણ સ્પર્શ કરીને પણ આશીર્વાદ લેવા જોઈએ. આ પ્રગતિનો માર્ગ ખોલે છે.
  10. જો કરિયર-વ્યવસાયમાં ઉન્નતિ ન થઈ રહી હોય તો બુધના બીજ મંત્રનો બુધવારે 14 વાર જાપ કરવો જોઈએ. જેના કારણે બાધાઓ દૂર થાય છે.

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

 ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">