શું તમને ખબર છે અમદાવાદમાં કેવી રીતે થયું પ્રભુ જગન્નાથજીનું આગમન ?

જગન્નાથ પ્રભુના પરમ ભક્ત મહંત શ્રી સારંગદાસજીએ તેમની જિંદગીના અંતિમ વર્ષો શ્રી જગન્નાથજીના સાનિધ્યમાં પુરીમાં જ વિતાવવાનો નિર્ણય લીધો. પણ, ત્યાં જ એક રાત્રીએ ભગવાન જગન્નાથજી તેમના સ્વપ્નમાં આવ્યા !

શું તમને ખબર છે અમદાવાદમાં કેવી રીતે થયું પ્રભુ જગન્નાથજીનું આગમન ?
કર્ણાવતીમાં હરખભેર થયું હતું જગન્નાથજીનું આગમન !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 11, 2021 | 8:24 AM

પુરી જગન્નાથની જેમ જ અમદાવાદમાં (AHMEDABAD) પણ દર અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra) નીકળે છે. ભક્તો સમગ્ર વર્ષ આ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોય છે. પણ, ઘણાં ઓછાં શ્રદ્ધાળુઓને એ વાતનો ખ્યાલ હશે કે પ્રભુ જગન્નાથજીનું અમદાવાદમાં આગમન થયું કેવી રીતે ? પ્રભુ જગન્નાથજીના અમદાવાદમાં આગમનની કથા અત્યંત રસપ્રદ છે. ત્યારે આવો, આજે આપને પણ જણાવીએ આ કથા.

અમદાવાદમાં હાલ જ્યાં જગન્નાથજીનું ભવ્ય મંદિર છે તે સ્થાન પર પહેલાં માત્ર હનુમાનજીનું જ મંદિર હતું. આ મંદિરમાં શ્રી રામાનંદી વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયના મહંત શ્રી સારંગદાસજી કરીને થઈ ગયા. તેઓ એકવાર ભારત ભ્રમણે નીકળ્યા અને પુરી જગન્નાથ ધામમાં સાત વર્ષ રહ્યા. સારંગદાસજી જગન્નાથ પ્રભુના પરમ ભક્ત હતા. તેમણે તેમની જિંદગીના છેલ્લાં વર્ષો ભગવાન શ્રી જગન્નાથજીના સાનિધ્યમાં પુરીમાં જ વિતાવવાનો નિર્ણય લીધો. પણ, ત્યાં જ એક રાત્રીએ ભગવાન જગન્નાથજી તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું.

ભગવાન જગન્નાથ : “હે સારંગ ! મારા સાનિધ્યમાં અહીં પુરી ન રહેતાં કર્ણાવતી જા. ત્યાં મારું મંદિર બનાવી મારી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કર. પછી મારા સાનિધ્યમાં કર્ણાવતીમાં જ રહી પાછલી જિંદગી પૂર્ણ કરજે.”

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

જગન્નાથ પ્રભુનો આદેશ મળતાં જ સ્વામી સારંગદાસજી કર્ણાવતી, એટલે કે હાલના અમદાવાદના તેમના આશ્રમમાં પરત ફર્યા.

કર્ણાવતી પરત ફરતાં જ સ્વામી સારંગદાસજીએ આશ્રમની તમામ જવાબદારીઓ પુન: સંભાળી લીધી. તેમણે તેમના શિષ્યો, સેવકો અને ભક્તજનોને તેમના સ્વપ્નની વાત કરી અને સૌએ આ વાતને સહર્ષ વધાવી લીધી. મંદિરના નિર્માણ માટે અમદાવાદના પ્રજાજનોએ દાનનો વરસાદ વરસાવ્યો. આ તરફ અમદાવાદમાં મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું. બીજી તરફ પુરીમાં શરૂ થયું જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓના નિર્માણનું કામ.

જમાલપુરમાં આવેલાં હનુમાન મંદિરની પાસે જ જગન્નાથજી માટે ભવ્ય મંદિરનું નિર્માણ થયું. જગન્નાથજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમની સ્વયં સૂઝ અને સેવકોના સહકારથી સંત શ્રી નરસિંહદાસજીએ કર્યું. તે દિવસે પુરીની જ પરંપરા અનુસાર પ્રભુનું પૂજન-અર્ચન કરી મૂર્તિઓને શણગારેલા બળદગાડામાં મૂકવામાં આવી. કર્ણાવતીમાં વાજતે-ગાજતે તેમની શોભાયાત્રા નીકળી. પછી વૈદિક વિધિથી મંદિરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. એ શુભ પ્રસંગે મહાભંડારો રખાયો અને ભાવિક દર્શનાર્થીઓને માલપુડાનો પ્રસાદ અપાયો.

હર્ષોલ્લાસ સાથે પુરીથી અમદાવાદ જગતના નાથનું આગમન થયું. તેમજ સૌ પ્રથમ વર્ષ 1878 માં મંદિરના તે સમયના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજના નિર્દેષાનુસાર જગન્નાથજીની રથયાત્રા નીકળી. પ્રભુની નગરચર્યાની આ પ્રથા આજે પણ હર્ષોલ્લાસ સાથે ચાલું છે.

આ પણ વાંચો : એક ‘કુંડે’ પૂરી શ્રીમંદિર પ્રભુ જગન્નાથજીનું જ હોવાની સાક્ષી !

ચકચાકી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
ચકચાકી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમ્ખવાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમ્ખવાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
g clip-path="url(#clip0_868_265)">