TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે માત્ર 1 જ શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું હતું. આ વર્ષે 44 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા છે. જ્યારે ગુજરાતી વિષયનું પરિણામ 91.99 ટકા છે. જેમાં ગુજરાતી વિષયમાં 33789 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
Gujarat Election 2022: આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટો પૈકી જીતેલી સીટો જાળવી રાખવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે.2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે
એકેડેમિક ઇન્સ્પેકશનમાં (Academic Inspection) નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં (No admission zone) મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે.
ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલની પુના ઈન્ટરનેશલ સ્કુલ(Puna International School) વિવાદમાં આવી છે.સ્કુલ મેનેજમેન્ટ દ્રારા RTEના બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વાલીઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરી છે.
શિક્ષણ વિભાગ (Education Department) પરિપત્ર કરી તમામ શાળાઓને સવારની પાળીમાં શાળા ના ચલાવવા માટે આદેશ કર્યો છે. તમામ ગ્રાન્ટેડ શાળાઓ (Granted schools) સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે.
ધોરણ 7માં અભ્યાસ કરતાં 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે, જ્યારે ધોરણ 1, 4, 6, 9 અને 12માં અભ્યાસ કરતાં એક-એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) હેઠળ BCOM, BBA, BCA સહિતના કોમર્સના વિવિધ અભ્યાસની 40 હજારથી વધુ બેઠક છે. જેના માટે વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
પ્લાસ્ટિકના કચરાનો અયોગ્ય રીતે નિકાલ ન કરવાને કારણે અમદાવાદમાં (Ahmedabad) અનેક જગ્યાએ ચોમાસામાં (Monsoon) ઘૂંટણસમા પાણી ભરાય છે.