AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટ જીતવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન, AAP અને AIMIM બગાડી શકે છે ખેલ

Gujarat Election 2022: આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટો પૈકી જીતેલી સીટો જાળવી રાખવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટ જીતવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન, AAP અને AIMIM બગાડી શકે છે ખેલ
Dipen Padhiyar
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:27 PM
Share

ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ શહેરની 16 સીટમાંથી કોંગ્રેસે ચાર સીટો જીતી હતી. જ્યારે અમદાવાદ જિલ્લાની પાંચ સીટોમાંથી કોંગ્રેસે બે સીટો કબ્જે કરી હતી. 2017માં કોંગ્રેસે અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટોમાંથી 6 સીટો કબ્જે કરી હતી. ત્યારે 2022માં કોંગ્રેસ માટે 2017માં જીતેલી 6 સીટો જાળવી રાખવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. શહેરની જીતેલી ચાર સીટો પર કોંગ્રેસે ચારેય ધારાસભ્યોને ફરીથી રીપીટ કર્યા છે. જો કે આ વખતે અમદાવાદ શહેરમાં આપ અને એઆઈએમઆઈએમ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે.

AAP અને AIMIM કેવી રીતે બગાડી શકે છે કોંગ્રેસનું ગણિત?

2017માં શહેરની બાપુનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ 3067 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. ભાજપનો ગઢ હોવા છતાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. પરંતુ 2022માં બાપુનગર સીટ જીતવી કોંગ્રેસ માટે મુશ્કેલ બની છે. બાપુનગર બેઠક પર હિન્દીભાષી મતદારોનો દબદબો છે, ત્યારે કોંગ્રેસે અહીં ફરી વખત હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે, પરંતુ આ વખતે કોંગ્રેસના મોટા હિન્દીભાષી નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાયા છે. દિનેશ શર્માનો આ બેઠક પર હિન્દીભાષી મતદારોમાં દબદબો છે જેને લઈને 2022માં કોંગ્રેસ આ બેઠક ગુમાવે તેવી શક્યતા છે. આ બેઠક પર આપના ઉમેદવાર કોંગ્રેસના મત કાપે તો ભાજપની જીત નિશ્રિત છે. બાપુનગર બેઠક પરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતાં કોંગ્રેસે થોડી રાહત અનુભવી છે.

2012ની થિયરી મુજબ જમાલપુર ખાડિયા બેઠક ભાજપ જીતી શકે

2017માં જમાલપુર – ખાડિયા બેઠક કોંગ્રેસે 29339ની લીડથી કબ્જે કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને 29339 મતની લીડથી જીત્યા હતા, ત્યારે કોંગ્રેસે આ બેઠક પર ફરીથી ઈમરાન ખેડાવાલાને રીપીટ કર્યા છે. પરંતુ AIMIMને કારણે આ બેઠકનું ગણિત કોંગ્રેસ માટે ઉંધુ પડી શકે છે. મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012ની થીયરી મુજબ ભાજપ કબ્જે કરે તો નવાઈ નહી. 2012માં આ બેઠક પર કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય સાબિર કાબલીવાલાની ટીકીટ કાપી સમીરખાન પઠાણને ટીકીટ આપી હતી. સમીરખાનને ટીકીટ આપતાં નારાજ સાબિર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના કારણે મુસ્લિમ મતોનું વિભાજન થતાં ભાજપના ભુષણ ભટ્ટનો વિજય થયો હતો.

2012માં સાબિર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી કરી 30 હજાર મતો તોડ્યા હતા

2017માં કોંગ્રેસે ફરી આ બેઠક પર ઈમરાન ખેડાવાલાને ટીકીટ આપી કબ્જે કરી હતી. પરંતુ 2022માં ફરીથી 2012ની થીયરી રીપીટ થઈ છે. ભાજપમાંથી ભુષણ ભટ્ટને ટીકીટ આપી છે. જ્યારે સાબિર કાબલીવાલાએ AIMIM માંથી આ બેઠક પર ઉમેદવારી કરી છે. સાબિર કાબલીવાલાએ 2012માં અપક્ષ ઉમેદવારી કરી કોંગ્રેસના 30 હજાર મતો તોડ્યા હતા. બીજી તરફ 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જમાલપુર વોર્ડમાં AIMIMની પેનલનો વિજય થયો છે. AIMIMના ચાર કાઉન્સિલરો અને સાબિર કાબલીવાલા કોંગ્રેસનું ગણિત ઉંધુ પાડી શકે છે અને ભાજપ 2012ની જેમ ફરીથી આ બેઠક કબ્જે કરી શકે છે.

2022માં દરિયાપુરથી કોંગ્રેસે ગ્યાસુદ્દીન શેખને રીપીટ કર્યા

2017માં દરિયાપુર બેઠક કોંગ્રેસના ઉમદવાર ગ્યાસુદ્દીન શેખે 6187 મતની પાતળી સરસાઈથી કબ્જે કરી હતી. કોંગ્રેસે 2022માં ફરીથી ગ્યાસુદ્દીન શેખને રીપીટ કર્યા છે. પરંતુ 2022માં કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવી મુશ્કેલ બની છે. ભાજપે અહીં કૌશિક જૈનને ટીકીટ આપી છે. આ બેઠક પર હિન્દુ – મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ સરખી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMએ પોતાના ઉમેદવારો મેદાને ઉતારતા કોંગ્રેસની મુશ્કેલી વધી છે. આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર હસનખાન પઠાણે કોંગ્રેસથી નારાજ થઈ રાજીનામુ આપ્યું છે અને AIMIM માંથી હસનખાન પઠાણે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે મુસ્લિમ મતોનું વિભાજન થાય તો કોંગ્રેસને આ બેઠક પણ ગુમાવવાનો વારો આવી શકે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">