યો-યો ટેસ્ટમાં ઈશાન કિશન ફેલ, યશસ્વી જયસ્વાલનો સ્કોર જાણી ચોંકી જશો
ઈશાન કિશન છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ગયા વર્ષથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ સ્થાન મળ્યું નથી. યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની તેની શક્યતાઓ વધુ ઓછી થતી જાય છે.

જ્યારે IPL 2025ની પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે BCCI અન્ય બાબતોમાં પણ વ્યસ્ત છે. હાલમાં, સૌથી વધુ ચર્ચાતો મુદ્દો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો છે, જેમાં ઘણા ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે. આ વખતે, કરારની જાહેરાતમાં થયેલા વિલંબે ઘણું ધ્યાન ખેંચ્યું છે. આ પાછળનું સાચું કારણ શું છે તે હાલમાં સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, ઘણા ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે યો-યો ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન નિષ્ફળ ગયો હતો. જ્યારે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો સ્કોર પણ બહુ સારો નહોતો રહ્યો.
ઈશાન કિશન યો-યો ટેસ્ટમાં નિષ્ફળ
રેવસ્પોર્ટ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત પહેલા, BCCIએ ઘણા ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલ્યા હતા. આમાં, આ ખેલાડીઓના યો-યો ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જે પાસ કરવું BCCI દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઈશાન કિશન પણ આનો ભાગ હતો, પરંતુ તે આ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો હતો.
ઈશાન કિશનની ફિટનેસ પર પ્રશ્નાર્થ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈશાનનો યો-યો ટેસ્ટ સ્કોર લગભગ 15.2 હતો, જે BCCI દ્વારા નક્કી કરાયેલા 16 સ્કોર કરતા ઓછો છે. આ સ્કોર પાર કર્યા પછી જ ખેલાડીએ ટેસ્ટ પાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. પરંતુ ઈશાન કિશનનો સ્કોર આના કરતા ઘણો ઓછો હતો, જે તેની ફિટનેસ પર પ્રશ્નાર્થ મૂકે છે. આ કારણે, ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની તેની આશા પણ હાલ માટે ધૂંધળી થતી જાય છે.
ટીમ ઈન્ડિયામાં પાછા ફરવું મુશ્કેલ
આ ફિટનેસ સાથે ઈશાન કિશનની મુશ્કેલીઓ વધશે. હકીકતમાં વાત એ છે કે જો ઈશાન ટીમમાં પાછો નહીં ફરી શકે તો તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા ઓછી છે. આનું કારણ એ છે કે તેણે ઓક્ટોબર 2024 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે આ ફિટનેસ સાથે વાપસી અશક્ય છે. આવી સ્થિતિમાં, તે કોન્ટ્રાક્ટ મેળવી શકશે નહીં.
જયસ્વાલનો સ્કોર પણ ઓછો રહ્યો
બીજી તરફ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, જે ફક્ત 23 વર્ષનો છે, તે પણ આ યો-યો ટેસ્ટમાં મોટો સ્કોર કરી શક્યો નથી. આ જ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જયસ્વાલનો સ્કોર 16.1ની આસપાસ હતો, જે નિર્ધારિત મર્યાદાથી 0.1 વધારે છે. જોકે, આ સ્કોર હોવા છતા જયસ્વાલને ટેસ્ટ પાસ કર્યો હોવાનું માનવામાં આવશે, પરંતુ તેની ફિટનેસ ટીમ મેનેજમેન્ટને પરેશાન કરશે.
આ પણ વાંચો: Happy Birthday Rahul : બેટિંગ કરતી વખતે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે કેએલ રાહુલ, પોતે કર્યો ખુલાસો
