રક્ષાબંધન : પીએમ મોદીએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યું, જુઓ VIDEO

રક્ષાબંધન : પીએમ મોદીએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યું, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2024 | 3:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાનને રાખડી પણ બાંધી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ ખૂબ જ ખુશ દેખાતી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે

નવી દિલ્હીની એક શાળાની વિદ્યાર્થીનીઓ પૈકી એક વિદ્યાર્થીનીએ પીએમ મોદીને ખૂબ જ ખાસ રાખડી બાંધી. આ રાખડીમાં એક ખાસ સંદેશ સાથેની તસવીર પણ હતી. વાસ્તવમાં, આ રાખી પર પીએમ મોદીની સ્વર્ગસ્થ માતાની તસવીર હતી અને તેના પર ‘માના નામે એક વૃક્ષ’ એવો સંદેશ લખવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ હાલમાં જ ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેમણે દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવીને માતા અને ધરતી માતાનું સન્માન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીનું કાંડુ નાની બાળાઓએ બાંધેલી રાખડીથી ભરાઈ ગયું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, પોસ્ટ કરતી વખતે વડાપ્રધાને દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવું છું કે તે સમૃદ્ધિ અને સારા નસીબ લાવે.” તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ પીએમ મોદીએ નાની બાળકી સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો.

રક્ષાબંધનના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, “રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ભાઈ-બહેનો વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહના આ તહેવાર પર હું દરેકની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.”

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સંવિદ ગુરુકુલમ ગર્લ્સ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજનાથ સિંહને રાખડી બાંધી હતી. રાજનાથ સિંહ રાષ્ટ્રીય સૈનિક સંસ્થાનના ઉષા રાણાને પણ મળ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રક્ષાબંધનના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જયંત ચૌધરી પણ હાજર હતા.

 

g clip-path="url(#clip0_868_265)">