MONEY9: તમારી નાણાકીય સ્થિતિ કેવી છે? તમારી આર્થિક જવાબદારીઓ વધુ છે કે સંપત્તિ?
પર્સનલ બેલેન્સ શીટની મદદથી તમે તમારું આર્થિક મૂલ્યાંકન કરી શકો છો. પર્સનલ બેલેન્સ શીટમાં કઈ-કઈ બાબતો સામેલ કરવી જોઈએ? કેવી રીતે નેગેટિવ નેટવર્થને પોઝિટિવ કરી શકાય? આ તમામ સવાલોના જવાબ છે અમારા આ વીડિયોમાં.
તમારી નાણાકીય સ્થિતિ કેવી છે તેનું જો સાચું મૂલ્યાંકન કરવું હોય તો તમે પોતાની એક બેલેન્સ શીટ (PERSONAL BALANCE SHEET) બનાવો. આ બેલેન્સ શીટમાં એક બાજુ તમારી નાણાકીય જવાબદારીઓ (FINANCIAL LIABILITIES) અને બીજી બાજુ સંપત્તિઓ (ASSETS) મૂકો અને તમારી સ્થિતિ શું છે તેનું મૂલ્યાંકન કરો. જે એસેટ્સની કિંમત સમયની સાથે ઘટતી જાય છે તેને કહે છે ડેપ્રિસિએટિંગ એસેટ્સ. જેમકે, બિલ્ડિંગ્સ, કમ્પ્યૂટર, સોફ્ટવેર, ફર્નિચર, મશીનરી કે કોઈ ગાડી.
જો તમે લોન લઈને ડેપ્રિસિએટિંગ એસેટ્સ ખરીદી રહ્યા છો તો તમારી એસેટ વેલ્યૂ તો ધીમે ધીમે ઓછી થતી જશે. તમારા માથે જવાબદારીનો બોજ આવી જશે. એટલે કે, તમે જેટલા પૈસા રોક્યા, તે પૈસાની વેલ્યૂ ધીરે ધીરે ઘટતી જશે. આવી જ રીતે જ્યારે તમે લોન લઈને રહેવા માટે ઘર ખરીદો છો તો આ ઘરને પણ એક ડેપ્રિસિએટિંગ એસેટ જ કહેવાશે. પરંતુ તમે જે લોન ભરી રહ્યાં છો, તેને એક જવાબદારી ગણવામાં આવશે.
આવી જ રીતે આપણે કારની વાત કરીએ. જ્યારે તમારી કાર શોરૂમમાંથી રસ્તા પર ઊતરશે, ત્યારે તો ચમકતી જ હશે પણ ત્યારથી જ તેની કિંમત ઘટવાનું શરૂ થઈ જાય છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ પ્રમાણે એક નવી કારની કિંમત પહેલાં વર્ષે સરેરાશ 30 ટકા સુધી ઘટે છે અને ત્યારપછીના વર્ષોમાં તેની કિંમત 15-18 ટકા સુધી ઘટતી જાય છે.
આ પણ જુઓ: આ ટેકનિકથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમને નહીં થાય નુકસાન