દાહોદ : ટ્રાવેલ્સ બસમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર ડ્રાઇવર-કંડક્ટરની ધરપકડ, જુઓ વીડિયો
દાહોદના ગરબાડા પાસે 8 જાન્યુઆરી 2024ના રોજ ચાલુ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયું હતુ. જે પછી મહિલાએ એ-ડિવિઝનમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. હવે મહિલા પર દુષ્કર્મ આચરનારા હેવાનો આખરે પોલીસના સકંજામાં આવ્યા છે.
દાહોદના ગરબાડા પાસે 8 જાન્યુઆરી 2024ના રોજ ચાલુ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયું હતુ. જે પછી મહિલાએ એ-ડિવિઝનમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પર દુષ્કર્મ આચરનારા હેવાનો આખરે પોલીસના સકંજામાં આવ્યા છે.
પોલીસે મહિલા પર દુષ્કર્મ કરનારા બસના ડ્રાઇવર અને ક્લીનરની મોરબીથી ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના રાજગઢથી મોરબી જતી મજૂર મહિલા પર અમરદીપ બસના ડ્રાઇવર અને ક્લીનરે 4 વખત દુષ્કર્મ આચર્યું હતુ. 8 જાન્યુઆરીના રોજ દાહોદના ગરબાડા ચોકડીથી માંડીને હળવદ સુધીના 362 કિમીમાં બંનેએ મહિલાને 4 વખત પીંખી નાંખી હતી.
આ પણ વાંચો-જામનગર વીડિયો: રીવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાક યુદ્ધ, ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સમગ્ર મામલે મહિલાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે દાહોદ મોકલવામાં આવતા દાહોદ પોલીસે તાત્કાલિક અસરથી ટીમો બનાવી તપાસ હાથ ધરી. પોલીસે જે ટ્રાવેલ્સમાં ઘટના બની તેને તાત્કાલિક કબ્જે લીધી અને ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ફરાર ડ્રાઇવર અને ક્લીનરને પણ ઝડપી પાડ્યા છે.