જામનગર વીડિયો: રીવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાક યુદ્ધ, ભાજપ પર કર્યા આકરા પ્રહાર
રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા અને બહેન નયનાબા વચ્ચે ફરી વાક યુદ્ધ થયુ છે. રીવા બાએ રામ મંદિર મુદ્દે રાજનીતિથી ઉપર વિચારવા કહ્યું છે. આ મુદ્દે નયનાબાએ ઝાટકણી કાઢી છે.
રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા અને બહેન નયનાબા વચ્ચે ફરી વાક યુદ્ધ થયુ છે. રીવા બાએ રામ મંદિર મુદ્દે રાજનીતિથી ઉપર વિચારવા કહ્યું છે. આ મુદ્દે નયનાબાએ ઝાટકણી કાઢી છે. નયનાબાએ ઝાટકણી કાઢતા કહ્યું અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરુર નથી.
તેમજ નયનાબાએ કહ્યું કે મંદિર જ્યારે પૂર્ણ બની જાય ત્યારે જ પ્રાણ પ્રતિષ્ઠા હોય. આ ઉપરાંત નયનબાએ કહ્યું કે “સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢે નથી શોભતી” આ સમગ્ર ઘટનામાં નયનાબાએ ભાભી રીવાબાનું નામ લીધા વિના જ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
આ અગાઉ જામનગરમાં મનપા દ્વારા મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં રીવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચે રકઝક થઈ હતી. રીવાબા તેમના ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.આ દરમિયાન સાંસદ પૂનમ માડમે કંઇક એવી ટિપ્પણી કરી કે રીવાબા રોષે ભરાયા હતા.બંનેની માથાકૂટ ચાલતી હતી આ દરમિયાન મેયર બીનાબેન કોઠારી વચ્ચે બોલ્યા તો રીવાબાએ મેયરનો પણ ઉધડો લઇ લીધો હતો.