Junagadh માં ભારે વરસાદમાં વૃદ્ધ તણાતો હોવાનો Video વાયરલ
જૂનાગઢમાં હાલ દરિયો વહી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ભવનાથમાં(Bhavnath)ભયાવહ પાણીનો પ્રવાહ છે તેમાં એક વ્યક્તિ તણાઈ રહ્યો છે. બે લોકો તેને બચાવી રહ્યા છે.ત્યારબાદ અચાનક અન્ય એક મહિલા તણાય છે. સદનસીબે ચાર લોકો ત્યાં હતા કે જેમણે આ બંને જણાને બચાવ્યા.
જૂનાગઢમાં(Junagadh)અત્યાર સુધીની સૌથી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં શહેરના દુરદર્શન નગર સહિત તમામ સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક નજરે જૂનાગઢમાં હાલ દરિયો વહી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ભવનાથમાં(Bhavnath)ભયાવહ પાણીનો પ્રવાહ છે તેમાં એક વ્યક્તિ તણાઈ રહ્યો છે. બે લોકો તેને બચાવી રહ્યા છે.
ત્યારબાદ અચાનક અન્ય એક મહિલા તણાય છે. સદનસીબે ચાર લોકો ત્યાં હતા કે જેમણે આ બંને જણાને બચાવ્યા.આ દ્રશ્યો કોઈપણને કંપાવી દે તેવા છે. આ સ્થિતિ ભવનાથમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : Monsoon 2023: મધુબન ડેમને અડધી રાત્રે કેમ એક મીટર ખાલી કરાયો? આવક કરતા ડબલ પાણી છોડી દેવાનુ જાણો કારણ
ગીરનાર અને દાતાર પર્વત પર પણ ભારે વરસાદ ખાબક્યો હતો.ખાસ કરીને લોકોને ભવનાથ અને દામોદર કુંડ ન જવા પણ અપીલ કરવામાં આવી હતી. સાથે જ વિલિંગ્ડન ડેમ અને હસનાપુર ડેમ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે.