જૂનાગઢમાં આભ ફાટ્યું, ભવનાથ અને કાળવા ચોક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ Video
જયારે અનેક વાહનો પાણીમાં ફસાયા છે તેમજ એક કાર પણ પાણીમાં તણાઇ છે. લોકો પોતાના જીવ બચાવવા ધાબે ચઢી ગયા છે. તેમજ ગિરનાર અને દાતારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં હોનારત જેવી સ્થિતિ સર્જાઇ છે. તેમજ ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી છે.
Junagadh : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. અતિભારે વરસાદના કારણે ઘોડાપૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જેમાં ભવનાથ, કાળવા ચોક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. તેમજ મોતીબાગ અને મુબારક બાગ વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ મૂશળધાર વરસાદ પડતા ચારેય તરફ પાણી ભરાયા છે.
આ પણ વાંચો : Junagadh: સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી, જુઓ Video
જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ફક્ત બે કલાકમાં જ જૂનાગઢ દરિયામાં ફેરવાયું . જૂનાગઢ શહેરના રસ્તા પર નદીઓ વહી રહી છે,, અને આખુ શહેર જાણે દરિયો બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.. મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ.
ઘરની બહાર નહીં નીકળવા તંત્રએ અપીલ કરી
જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ હજુ પણ વરસાદનું જોર યથાવત છે. જેના પગલે લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્રએ અપીલ કરી છે.
જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભારે વરસાદ વચ્ચે જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી | TV9GujaratiNews#junagadh #Heavyrainfall #junagadhsp #Gujarat #TV9News pic.twitter.com/QfHiEu2Vbq
— Tv9 Gujarati (@tv9gujarati) July 22, 2023
જયારે અનેક વાહનો પાણીમાં ફસાયા છે તેમજ એક કાર પણ પાણીમાં તણાઇ છે. લોકો પોતાના જીવ બચાવવા ધાબે ચઢી ગયા છે. તેમજ ગિરનાર અને દાતારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં હોનારત જેવી સ્થિતિ સર્જાઇ છે. તેમજ ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી છે.