ગુજરાતના પર્યટનસ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યા, ગિરનાર અને SoU પ્રવાસીઓનું લોકપ્રિય સ્થળ બન્યુ, જુઓ વીડિયો

રજાઓમાં ગુજરાતના તમામ સ્થળો પ્રવાસીઓથી ઉભરાતા હોય છે,જોકે ક્યારેક પ્રવાસીઓનો ધસારો પરેશાનીનું કારણ પણ બનતો હોય છે. ક્રિસમસનો તહેવાર, સ્કૂલોમાં વેકેશન અને થર્ટિફર્સ્ટની ઉજવણીના ત્રિવેણી સંગમની અસર ગુજરાતના પર્યટન સ્થળો પર જોવા મળી. ગિરનારના સિંહ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2023 | 1:52 PM

વેકેશન હોય કે મોટા તહેવારો, પર્યટન સ્થળ હોય કે ધાર્મિક યાત્રાધામો, આ તમામ સ્થળો પ્રવાસીઓથી ઉભરાતા હોય છે. ક્રિસમસનો તહેવાર, સ્કૂલોમાં વેકેશન અને થર્ટિફર્સ્ટની ઉજવણીના ત્રિવેણી સંગમની અસર ગુજરાતના પર્યટન સ્થળો પર જોવા મળી. ગિરનારના સિંહ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યા.

સિંહ દર્શન, સરદાર પટેલના સ્ટેચ્યૂના દર્શન માટે ધસારો

વિશ્વની સૌથી વિશાળ ધરોહર એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. અહીં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટ્યા. સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો પર પણ માનવ મહેરામણ ઉમટ્યુ હોય તેવો ઘાટ સર્જાયો. ગિરનાર પર્વત હોય કે પછી જૂનાગઢમાં સિંહ દર્શન, રાજ્યના ખૂણેખૂણેથી જ નહીં, પરંતુ દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં પહોંચ્યા. અહીં માનવ મહેરામણ જોવા મળ્યું. જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી.

આ પણ વાંચો-સુરત: કાપોદ્રાની કિરણ જેમ્સના 100થી વધુ કારીગરોની બદલીથી હંગામો મચ્યો, જુઓ વીડિયો

તો ક્રિસમસ અને થર્ટિફર્સ્ટની અસર ન માત્ર ગુજરાત પુરતી સિમિત છે, પરંતુ દેશના ફરવાલાયક સ્થળો પર પણ કંઇક આવી જ સ્થિતિનું નિર્માણ થયું. મુંબઇથી માંડીને મનાલી સુધીના પર્યટન સ્થળો પર રેકોર્ડબ્રેક પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">