Mehsana News : ખેરાલુ પંથકમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, 5 બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જુઓ Video

Mehsana News : ખેરાલુ પંથકમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, 5 બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2024 | 4:21 PM

મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી 12 વર્ષીય બાળકીનું મોત થયુ છે. મહેસાણાના ખેરાલુના મહેકુબપુરામાં રહેતી એક બાળકીને ચાંદીપુરા વાયરસ ભરખી ગયો છે.

મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી 12 વર્ષીય બાળકીનું મોત થયુ છે. મહેસાણાના ખેરાલુના મહેકુબપુરામાં રહેતી એક બાળકીને ચાંદીપુરા વાયરસ ભરખી ગયો છે. બાળકીની તબિયત લથડતા તાત્કાલિક ધોરણે ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

બાળકી ચાંદીપુરા વાયરસથી પીડિત હોવાનું રિપોર્ટમાં સામે આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બાળકીનું મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 12 કેસ પૈકી 5 બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 7 કેસ નેગેટિવ હોવાનું સામે આવ્યુ છે.

બીજી તરફ પંચમહાલના ઘોઘંબાના બે વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. પંચમહાલના કોટાલી ગામના દસ વર્ષીય બાળકીનું મોત થયુ છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 21 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે.

g clip-path="url(#clip0_868_265)">