Bharuch News : દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGના દરોડા, કરોડોનું MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયુ, જુઓ Video

Bharuch News : દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGના દરોડા, કરોડોનું MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2024 | 11:26 AM

ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.

Bharuch News :  રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.

NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યુ છે. આજે આ સમગ્ર ઘટનાને પગલે ATS પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળી આવ્યુ છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.

( વીથ ઈનપુટ – અંકિત મોદી, ભરુચ ) 

g clip-path="url(#clip0_868_265)">