બદામ ખાતી વખતે ન કરો આ 5 ભૂલો, ફાયદાને બદલે થશે નુકસાન

06 August 2024

Credit: Getty Images

અન્ય તમામ નટ્સની જેમ બદામને પણ આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. દરરોજ 4 થી 5 પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે

બદામમાં એન્ટીઑકિસડન્ટો, પ્રોટીન, વિટામિન ઇ, ફાઇબર અને અન્ય ઘણા જરૂરી પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. બદામ હૃદય માટે પણ ખૂબ સારી માનવામાં આવે છે.

બદામ હૃદય રોગના જોખમને ઘટાડે છે. આ સિવાય બદામનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં, ભૂખને નિયંત્રિત કરવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને તમારા હાડકાંને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

પરંતુ જો તમે બદામનું યોગ્ય રીતે સેવન ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ઘણુ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ બદામ ખાતી વખતે લોકો શું ભૂલો કરતા હોય છે.

બદામ ખાતી વખતે પોર્શન કંટ્રોલનું ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતી બદામ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે, વજન વધે છે અને વિટામિન Eના ઓવરડોઝનો સામનો કરવો પડે છે.  જ્યારે વધારે ઓછી માત્રામાં ખાઓ છો તો શરીરને પૂરતું પોષણ મળતું નથી

મીઠું ચડાવેલી નમકીન અથવા તળેલી બદામ ખાવામાં ટેસ્ટી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્યપ્રદ નથી. તળવાથી તેના તમામ પોષક તત્વો નાશ પામે છે અને કેલરીની માત્રા વધી જાય છે.  

બદામના ફાયદા માટે એ મહત્વનું છે કે તમે તેનું રોજ સેવન કરો. મહિનામાં માત્ર એક કે બે વાર બદામ ખાવાથી ફાયદો નથી થતો.

જો તમને ડ્રાય ફ્રુટ્સની એલર્જી હોય, ગળવામાં સમસ્યા હોય કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો બદામનું સેવન ન કરવુ જોઈએ 

બદામનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પણ એટલો જ જરૂરી છે. તેને એક એરટાઈટ કંટેનરમાં ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. તમે તેને ફ્રિઝમાં પણ રાખી શકો છો.