વડોદરામાં વધુ બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત, સયાજી હોસ્પિટલમાં હજુ 9 બાળકો સારવાર હેઠળ, જુઓ Video
વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં વધુ બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં બંને બાળકો સારવાર લઈ રહ્યા હતા. જો કે બંને મૃતક બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

પંચમહાલના ઘોઘંબાના બે વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. પંચમહાલના કોટાલી ગામના દસ વર્ષીય બાળકીનું મોત થયુ છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 21 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે.હાલ સયાજી હોસ્પિટલમાં નવ બાળકો સારવાર હેઠળ છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
આ વાઇરસની અસરમાં સૌથી પહેલા તાવ આવે છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે. જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે.
બાળકોને તેનાથી બચાવવાના ઉપાયો
તમારી આસપાસ સફાઈ રાખો, પાણીને ભરાવા ન દો, મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો, ફુલ સ્લીવના કપડાં પહેરવા જોઇએ.