Gandhinagar Video : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની થઇ બદલી
રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠામાં ફરજ બજાવતા નૈમેશ દવેની વલસાડ જિલ્લામાં કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠામાં ફરજ બજાવતા નૈમેશ દવેની વલસાડ જિલ્લામાં કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ રતનકવર ગઢવીચારણની સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
શ્વેતા તેઓટીયા ડાયરેક્ટર GUVNLમાં બદલી કરવામાં આવી છે. સુજીત કુમાર ગુલાટીને ભાવનગર મનપાના કમિશનર બનાવવામાં આવ્યા છે. કેડી લાખાણીની લેબર ડાયરેકટર તરીકે બદલી કરવામાં આવી છે. એસ કે મોદીની નર્મદા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
લલિત નારાયણ સંધુ પ્રોજેકટર ડાયરેકટર સમગ્ર શિક્ષા અભિયાન તરીકે બદલી શકાય છે.હેન્ડલુમ કોર્પોરેશન વધારાનો હવાલો લલિત નારાયણ સંધુને આપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ડીડીઓ તરીકે બી જે પટેલની બદલી કરવામાં આવી છે.
આ અગાઉ એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાતમાં સિનિયર 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.