Paris Olympics 2024 : માત્ર દોઢ કલાકમાં ભારતને મળશે 2 મેડલ, પેરિસમાં રચાશે ઈતિહાસ
ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે અને ત્રણેય શૂટિંગમાં આવ્યા છે. ત્રણેયનો રંગ પણ એક જ છે. હવે મેડલની સંખ્યામાં વધારો થશે અને આ મેડલનો રંગ પણ બદલાશે. આ બધું એકસાથે આજે એટલે કે મંગળવારે રાત્રે જ શક્ય બની શકે છે. ભારતને આજે પેરિસથી બે ગુડ ન્યૂઝ મળશે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલની સંખ્યા હજુ વધી નથી અને હાલ સોય 3 બ્રોન્ઝ મેડલ પર અટકી છે. ઘણી રમતોમાં, ભારતીય ટીમ અને ખેલાડીઓ ખૂબ નજીક આવ્યા અને મેડલ ચૂકી ગયા. અત્યાર સુધીમાં કુલ 5 વખત આવું બન્યું છે જેમાં ભારતીય ખેલાડીઓ ચોથા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ ગુમાવી ચૂક્યા છે. આ ચિત્ર હવે બદલાઈ શકે છે અને તે પણ 6 ઓગસ્ટ મંગળવારની રાત્રે લગભગ દોઢ કલાકમાં જ.
મંગળવારે રાત્રે બે મેડલ થશે નિશ્ચિત
હવે મેડલ માટે ભારતીય ખેલાડીઓ અને ચાહકોની રાહ અને ચિંતા આજે રાત્રે સમાપ્ત થઈ શકે છે કારણ કે આવી બે મેચો યોજાવા જઈ રહી છે, જ્યાં જીતતાની સાથે જ મેડલ નિશ્ચિત થઈ જશે, તે પણ નવા રંગ સાથે. હોકી અને કુસ્તીની મેચોમાં ભારતીય એથ્લેટસે જોરદાર પ્રદર્શન સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.
વિનેશ પેરિસમાં દંગલ કરશે
મંગળવારે રાત્રે પેરિસથી ભારત માટે ડબલ ગુડ ન્યૂઝ આવી શકે છે અને તેની શરૂઆત કુસ્તીથી થઈ શકે છે. વિનેશ ફોગાટ જે છેલ્લી 2 ઓલિમ્પિકમાં પોતાની અપેક્ષાઓ પૂરી કરી શકી નહોતી. જેના પર અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. આટલું જ નહીં, જ્યારે ઓલિમ્પિકમાં તેની 50 કિગ્રા વજનની શ્રેણી માટે ડ્રો આવ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે પહેલા રાઉન્ડમાં જ હારી જશે.
Semi-final bound
Vinesh Phogat beats Oksana Livach 7-5!#Paris2024 pic.twitter.com/nsriC5iN7m
— Olympic Khel (@OlympicKhel) August 6, 2024
ફોગાટે ચેમ્પિયન કુસ્તીબાજને હરાવી
પહેલા જ રાઉન્ડમાં વિનેશે જાપાનની યુઈ સુસાકી સાથે મુકાબલો કરવો પડ્યો હતો. યુઈ સુસાકી 4 વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ છે, સાથે જ તેણે ગઈ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો અને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં 82 મેચમાંથી એક પણ મેચ હારી ન હતી. આવી ખતરનાક કુસ્તીબાજ સામે રોમાંચક મેચમાં 0-2થી પાછળ હોવા છતાં વિનેશે છેલ્લી 10 સેકન્ડમાં 3-2થી જીત મેળવીને હલચલ મચાવી દીધી હતી. આ સાથે વિનેશે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી અને અહીં તેણે અન્ય એક મજબૂત મેચમાં યુક્રેનની ઓકસાનાને 7-5થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો મુકાબલો ક્યુબન રેસલર સાથે થશે. એટલે કે વિનેશ મેડલ મેળવવાથી માત્ર એક જીત દૂર છે. સેમીફાઈનલમાં જીત સાથે તે ફાઇનલમાં પહોંચી જશે, જ્યાં ગોલ્ડ મેડલ માટે મુકાબલો થશે.
High-Stakes Clash! The stage is set for an epic Semi-Final match as India’s finest take on Germany. Let’s cheer loud and proud for our boys.
⏰ 10:30 PM (IST)
Venue : Stade Yves Du-Manoir, Paris@CMO_Odisha @IndiaSports @Media_SAI@sports_odisha @Limca_Official… pic.twitter.com/36eHllNOW2
— Hockey India (@TheHockeyIndia) August 6, 2024
44 વર્ષ પછી હોકીમાં આ ચમત્કાર થશે
વિનેશની મેચ રાત્રે 10.15 વાગ્યે શરૂ થશે અને તેનો નિર્ણય આગામી 10 મિનિટમાં આવી જશે. ત્યારપછી હોકીની મેચ શરૂ થશે. વિનેશે તેની બંને મેચ એક જ દિવસમાં જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ હોકી ટીમ એક પછી એક ઘણી મેચો રમીને અને જીતીને સેમીફાઈનલમાં પહોંચી હતી. 52 વર્ષ પછી ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ અને પછી ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને માત્ર 10 ખેલાડીઓ સાથે હરાવ્યા બાદ ભારતીય ટીમ તેમજ ચાહકોનું મનોબળ અને અપેક્ષાઓ ઉંચી છે.