અંધશ્રધ્ધા અને કાળા જાદુ સામે રાજ્ય સરકાર લાવશે વિશેષ કાયદો, હાઇકોર્ટમાં આપી જાણકારી

કાળા જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃતિઓ સામે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં વિશેષ કાયદો લાવવા જઈ રહી છે. આ અંગે સરકાર દ્વારા હાઈકોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી આવી પ્રવૃતિઓ અટકાવવા ક્યા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે તે અંગે ખૂલાસો માગ્યો હતો.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 06, 2024 | 3:43 PM

રાજ્યમાં અંધશ્રદ્ધા સબંધિત ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે જેને લઈને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરાતની અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી આ તમામ પ્રક્રિયાઓ અટકાવા કયા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંગે ખુલાસો માંગ્યો હતો. જ્યારે અરજદારની રજૂઆત હતી કે દેશના કેટલાક રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ માટે કાયદો છે, પરંતુ ગુજરાતમાં આ પ્રકારે કોઈ પણ કાયદો લાગુ પડતો નથી જે સંદર્ભે પણ ખુલાસો કરવા કહ્યું હતું.

રાજ્ય સરકારે આ મામલે હાઇકોર્ટમાં જવાબ આપી કહ્યું છે કે આગામી સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખરડો પસાર કરવામાં આવશે અને અંધશ્રદ્ધા સહિતની બાબતોમાં કડકાઈથી પાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે આ કેસમાં અરજદાર દ્વારા સમગ્ર કાયદા અંગે એક ડ્રાફ્ટ બનાવીને કોર્ટમાં મૂકવામાં આવ્યો છે જેમાં 14 જેટલા મુદ્દાઓને આ ખરડામાં આવરી લેવા માટે ભલામણ પણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

અંધશ્રદ્ધા અટકાવવા કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરીને સરકાર લાવી શકે છે ખરડો :

  1. ભૂત દૂર કરવાનાં બહાંના હેઠળ કોઇ વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધવી, લાકડી કે ચાબુકથી મારવી, જૂતા બોળેલું પાણી પીવરાવવું, મરચાંનો ધુમાડો આપવો, કોઇ વ્યક્તિને છાપરે લટકાવવી, દોરડે લટકાવવી અથવા વાળ બાંધીને લટકાવવી, વાળ ખેંચવા, અંગો અથવા શરીરને ગરમ પદાર્થથી વેદના પહોંચાડવી, કોઇ વ્યક્તિને ખુલ્લામાં જાતીય કૃત્ય કરવા ફરજ પાડવી, અઘોરી કૃત્ય કરવું, વ્યક્તિને પેશાબ પીવાની અથવા મૂળ મોમાં મુકવાની ફરજ પાડવી અથવા આવું કોઇ કૃત્ય કરવું.
  2.  કહેવાતા ચમત્કારોનું નિર્દેશન અને તેનાથી પૈસા કમાવવા અને લોકોને આવા કહેવાતા ચમત્કારોના પ્રચારં અને ફેલાવાથી છેતરવા અને ભય પમાડવા.
  3. દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કુપ્રથાઓ અને અઘોરી કૃત્યો અનુસરવા કે જેનાથી જીવન ભય અથવા ગંભીર ઇજા થાય અને આવા કૃત્યો અન્ય વ્યક્તિઓ અનુસરે તે માટે તેમને ઉશ્કેરવી, પ્રેરવી અવા ફરજ પાડવી.
  4. કિંમતી ચીજો, ખજાનો અથવા પાણીની શોધમાં અથવા તેવાંજ કારણોસર ડાકણ ના નામે કોઇઅમાનવીય કૃત્ય કરવું અથવા જરણ-મારણ અથવા દેવ-દેવાસીનાં નામે માનવ બલિ ચડાવવાનો પ્રયત્ન કરવો અથવા આવાં અમાનવીય કૃત્યો કરવા માટે સલાહ આપવી, ઉશ્કેરણી કરવી કે પ્રેરણા આપવી.
  5. એવી છાપ ઉત્પન્ન કરવી કે કોઇ દુષ્ટાત્માએ શરીરમાં પ્રવેશ કરેલ છે અથવા કોઇ વ્યક્તિએ દુષ્ટાત્માનો કબજો મેળવ્યો છે અને તેનાથી અન્ય વ્યક્તિઓને મનમાં ભય પમાડવી અથવા આવી વ્યક્તિની સલાહ ન અનુસરવા બદલ અન્ય વ્યક્તિઓને ખરાબ પરિણામોની ધમકી આપવી.
  6.  કોઇ વ્યક્તિ કરણી, કાળો જાદુ અથવા ભૂતને વશ કરતી હોવાની અથવા મંત્ર-તંત્રથી કે નજરબંધીથી ઢોરની દૂધ આપવાની શક્તિનો નાશ કરતી હોવાની જાહેરાત કરવી અથવા આવી વ્યક્તિ વિશે શંકા ઉત્પન્ન કરવી કે અમુક વ્યક્તિ પર આરોપ મુકવો કે તે બીજાનું નસીબ આડું કરી દે છે અથવા રોગચાળાના ફેલાવા માટે તે જવાબદાર છે અને તે રીતે આવી વ્યક્તિનું જીવન દુઃખી, તકલીફદાયક અથવા મુશ્કેલ બનાવે, કોઇ વ્યક્તિને શેતાન કે તેનો અવતાર જાહેર કરવી.
  7.  જરણ-મારણ, કરણી અથવા ડાકણના નામથી કોઇ વ્યક્તિ પર હુમલો કરવી, તેને નગ્ન ફેરવવી અથવા તેની દૈનિક ક્રિયાઓ પર પ્રતિબંધ મૂકવો.
  8.  મંત્રથી ભૂતને આહવાન આપીને સામાન્ય રીતે જનતાના મનમાં ભય પેદા કરવી, અથવા ભૂત બોલાવવાની ધમકી આપવી, મંત્ર કે તેવી જ કોઇ બાબતથી કોઇ વ્યક્તિને ઝેરી અસરથી મુક્ત કરેલ હોવાનો ખોટો દેખાવ કરવો, એવી છાપ ઉભી કરવી કે ભૂતના રોષથી શારીરિક ઇજાઓ થાય છે અને તબીબી સારવાર લેતાં વ્યક્તિઓને અટકાવવી અને તેના બદલે અઘોરી કૃત્ય કે સારવાર માટે તે વ્યક્તિને બાળવી, કોઇ વ્યક્તિને મંત્ર-તંત્ર, કાળા જાદુ અથવા અઘોરી કૃત્યથી શારીરિક દુઃખ અથવા નાણાંકીય નુકશાનની ધમકી આપવી.
  9.  કૂતરો, સાપ, અથવા વીંછી કરડવાના પ્રસંગે કોઇ વ્યક્તિને તબીબી સારવાર લેવા પર પ્રતિબંધ મૂકવો કે અટકાવવી અને તેના બદલે તેને મંત્ર-તંત્ર, દોરા ધાગા અથવા તેવીજ બાબતોની શરીરના કોઇપણ ભાગ પર ડામ આપવા સહિતની સારવાર આપવી.
  10.  ગળામાંથી વાઢકાપ કરવાનો દાવો કરવો અથવા સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભની જાતિ બદલવાનો દાવો કરવો.
  11.  ભૂવા તરીકે ઓળખાતી કોઇપણ વ્યક્તિ દ્વારા રોગ નિવારણની સારવાર અથવા મંત્ર શક્તિ દ્વારા દુષ્ટાત્માના નિકાલનો દાવો કરવો.
  12.  (A) એવી છાપ ઉભી કરવી કે કોઇ વ્યક્તિ ખાસ દિવ્ય શક્તિ ધરાવે છે અથવા અન્ય વ્યક્તિ કે દિવ્યાત્માનો અવતાર છે અથવા ભક્ત આગલા જન્મમાં તેની પત્નિ, પતિ કે પ્રેમી હતો અને તે રીતે આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિ કરવી.
  13. (B). ગર્ભાધાન કરવા જે સ્ત્રી અસમર્થ હોય તેને દિવ્ય શક્તિ મારફત માતૃત્વની ખાત્રી આપીને તેની સાથે જાતીય સબંધો રાખવા.
  14. એવી છાપ ઊભી કરવી કે મંદબુધ્ધિની વ્યક્તિ દિવ્ય શક્તિ ધરાવે છે અને વેપારકે ધંધા માટે આવી વ્યક્તિનો ઉપયોગ કરવો.
  15.  વૈજ્ઞાનિક અભિગમ વિરૂધ્ધનું કોઇ કૃત્ય કરવું કે પ્રચાર કરવો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">