ગેરંટી પિરિયડ પહેલા જ તૂટેલા રસ્તાઓ એજન્સી પાસે જ કરાવવાના કમિશનરે કર્યા આદેશ- Video
ભાવનગરમાં વરસાદી સિઝન પૂરી થતા સુધીમાં શહેરના 200 જેટલા રસ્તાઓ બિસ્માર બન્યા છે જેના કારણે શહેરીજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ મુદ્દે મનપા કમિશનરે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. ગેરંટી પિરિયડ પહેલા જ જે રસ્તા તૂટી ગયા છે એ રસ્તાનું સમારકામ તેને બનાવનાર જે તે એજન્સી પાસે જ કરાવવાનો આદેશ કર્યો છે.
લોકોને સારી સુખ સુવિધા મળે એ જવાબદારી સરકારની હોય છે.કારણ કે એ લોકો પાસેથી ટેક્સ વસુલે છે. પણ ભાવનગરમાં સ્થિતિ વિપરીત છે. અહીં વરસાદમાં મોટા ભાગના રોડ બિસ્માર બની ગયા છે અને રોડ વિભાગના ગુણવત્તાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ત્યારે હવે મનપા કમિશનર લોકોને વ્હારે આવ્યા છે અને ડ્રેનેજ બાંધકામ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને અધિક મદદનીશ ટેકનિકલ સ્ટાફની કમિટી બનાવી છે.
આ કમિટીને વિવિધ કામોનું સરવે કરી કામગીરી કરવાના કમિશનરે આદેશ આપ્યા છે. કમિશનર દ્વારા જે રોડ ગેરંટી પિરિયડમાં તૂટ્યો હોય ખાડા પડ્યા હોય ખરાબ થઈ ગયો હોય તે એજન્સી પાસે જ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 200 જેટલા રોડનું શહેરમાં આ કમિટી દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું.
બીજી તરફ જો વાત કરીએ તો વિપક્ષે પણ કમિશનરની કામગીરીના વખાણ કર્યા છે અને કહ્યું છે કમિશનરની કામગીરી સરાહનીય છે. પરતુ આ બધા વચ્ચે વાત એ છે કે ભાવનગરની જનતા અત્યારે તો ખરાબ રસ્તાને કારણે પરેશાન છે અને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ કામ કેટલા સમયમાં પૂર્ણ થાય છે અને આવા ખરાબ રસ્તાથી ભાવનગરની જનતાને ક્યારે છુટકારો મળે છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો